શું તમે જાણો છો? 5 વર્ષથી ઓછા સમયમાં નોકરી છોડી દો તો પણ મળી શકે છે ગ્રેચ્યુઈટી? શું કહે છે આ નિયમ?

ઘણા કર્મચારીઓ ગ્રેચ્યુઈટી સંબંધિત નિયમોથી વાકેફ હોતા નથી. સામાન્ય રીતે લોકો જાણે છે કે કોઈપણ કંપનીમાં 5 વર્ષ કામ કર્યા પછી કર્મચારીઓને ગ્રેચ્યુઈટી મળે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે 5 વર્ષથી ઓછા સમયમાં નોકરી છોડી દો તો પણ તમને ગ્રેચ્યુઈટી મળી શકે છે?

શું તમે જાણો છો? 5 વર્ષથી ઓછા સમયમાં નોકરી છોડી દો તો પણ મળી શકે છે ગ્રેચ્યુઈટી? શું કહે છે આ નિયમ?

એક કર્મચારી કોઈપણ કંપનીમાં પાંચ વર્ષની સેવા પૂરી કર્યા પછી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બની જાય છે. આ નિયમ 'ગ્રૅચ્યુઈટી પેમેન્ટ રૂલ્સ 1972' મુજબ છે. જો કે, ઘણા કર્મચારીઓ જાણતા નથી કે જો તેઓ કંપનીમાં 5 વર્ષની સેવા પૂર્ણ કર્યા પહેલા તેમની નોકરી છોડી દે છે, તો તેઓ પણ ગ્રેચ્યુટીના હકદાર બની જાય છે. આમાં, કર્મચારીઓને નિર્ધારિત સમય પૂરો કરવો જરૂરી બની જાય છે. જો તમારી પાસે બીજી કોઈ કંપનીની ઓફર છે અને તમે માત્ર ગ્રેચ્યુઈટીના કારણે જ જઈ શકતા નથી, તો જાણો કે તમે 4 વર્ષમાં ગ્રેચ્યુઈટી માટે કેવી રીતે હકદાર બની શકો છો?

4 વર્ષ અને 240 દિવસમાં મળશે ગ્રેચ્યુઈટી
તમને જણાવી દઈએ કે ગ્રેચ્યુટી માટે કર્મચારીઓને 5 વર્ષ સુધી કોઈ કંપનીની સેવા કરવાની જરૂર નથી. વાસ્તવમાં, જ્યારે કોઈ કર્મચારી 4 વર્ષથી વધુ અને 240 દિવસ સુધી કંપનીમાં કામ કરે છે ત્યારે તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે હક્કદાર બની જાય છે. ધારો કે, કોઈ કર્મચારી 1 જાન્યુઆરી, 2021 ના ​​રોજ કોઈ કંપનીમાં જોડાય છે, જો તે 29 ઓગસ્ટ, 2025 પછી નોકરી છોડી દે છે, તો તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બને છે. કારણ કે તે તારીખ સુધીમાં કર્મચારીએ 4 વર્ષ અને 240 દિવસની સેવા પૂર્ણ કરી હશે. આ માટે કર્મચારીએ 1 જાન્યુઆરી, 2026 સુધી 5 વર્ષ પૂર્ણ થવાની રાહ જોવી પડશે નહીં.

કેટલા દિવસ કામ કર્યા પછી નથી મળતી ગ્રેચ્યુઈટી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 240 દિવસ 7.89 મહિના બરાબર હોય છે. દરેક કર્મચારી માટે તે ધ્યાનમાં રાખવું પડશે કે તેમનો કાર્યકાળ 4 વર્ષ અને 8 મહિનાનો હોવો જોઈએ. આ પછી જ તેઓ ગ્રેચ્યુટી માટે પાત્ર બની શકશે. જે કર્મચારીઓ 4 વર્ષ અને 240 દિવસથી ઓછી સેવા આપે છે તેમને ગ્રેચ્યુઈટી નહીં મળે. જો કે, કર્મચારીના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં પણ 5 વર્ષની સેવા જરૂરી નથી.

શું હોય છે ગ્રેચ્યુઈટી?
પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ, ગ્રેચ્યુઈટી એ રકમ છે જે કંપની કોઈપણ કર્મચારીને તેના કામ માટે આપે છે. આ રકમ કર્મચારીના પગાર, મોંઘવારી ભથ્થા અને કમિશનને જોડીને બનાવવામાં આવે છે. આ લાભ મેળવવા માટે કર્મચારીઓએ એક જ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ અથવા 4 વર્ષ અને 240 દિવસ કામ કરવું પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news