ZEEમાં સૌથી મોટું એક્શન! પ્રમોટર્સ લગાવશે 2237 કરોડ, પોતે ખરીદશે કરોડોના શેર; જાણો રોકાણકારો માટે આનો શું છે અર્થ?
ZEEના બોર્ડે જે.પી. મોર્ગનની સલાહ પર અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. પ્રમોટર્સ બજાર ભાવ કરતાં વધુ કિંમતે શેર ખરીદવા તૈયાર છે, કંપનીના ફ્યૂચર પ્લાન અને તમારા રોકાણ પર પડશે સીધી અસર.
Trending Photos
ZEE એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (Z)ના શેરહોલ્ડર્સ માટે સોમવારનો દિવસ ધમાકેદાર સમાચાર લઈને આવ્યો. કંપનીના બોર્ડે એક એવો નિર્ણય લીધો છે જેને ZEEના ઇતિહાસમાં એક મોટા એક્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. કંપનીના પ્રમોટર્સ પોતે કંપનીમાં ₹2,237 કરોડનું જંગી રોકાણ કરવા જઈ રહ્યા છે. આ રોકાણ પ્રેફરન્શિયલ બેસિસ પર કન્વર્ટિબલ વોરંટ દ્વારા કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રમોટર્સ કંપનીમાં પોતાનો હિસ્સો વધારવા માટે પોતાના ખિસ્સામાંથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. આ પગલું કંપનીના ભવિષ્યને લઈ તેમનો ઊંડો વિશ્વાસ દર્શાવે છે. ચાલો આ સમગ્ર સમાચાર અને તેનો અર્થ સમજીએ.
જે.પી. મોર્ગનની સલાહ પર લેવાયેલો નિર્ણય
સોમવારે ZEEના બોર્ડે બે મોટી બેઠકો યોજી
પહેલી બેઠકમાં
દુનિયાની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોમાંથી એક જે.પી. મોર્ગને બોર્ડ સમક્ષ કંપનીના ફ્યૂચર ગ્રોથ પ્લાન અને વ્યૂહાત્મક વિકલ્પોનું સંપૂર્ણ વિશ્લેષણ રજૂ કર્યું. જે.પી. મોર્ગને જણાવ્યું કે, કંપનીના ગ્રોથ પ્લાનને ધ્યાનમાં રાખીને તેના આર્થિક પાયાને મજબૂત બનાવવું સૌથી મહત્વપૂર્ણ છે.
બીજી બેઠકમાં
જે.પી. મોર્ગનની સલાહ અને વિકલ્પો પર વિચાર કર્યા પછી, બોર્ડે પ્રમોટર ગ્રુપને 16,95,03,400 કન્વર્ટિબલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી.
શું છે આખો સોદો? સમજો વોરંટનું ગણિત
આ સોદો કંપનીમાં એક નવી જાન ફૂંકવા જેવી છે. ચાલો તેના આંકડાઓને સમજીએ:
- કુલ રોકાણ: પ્રમોટર ગ્રુપ કંપનીમાં કુલ ₹22,37,44,48,800નું રોકાણ કરશે.
- ખરીદી કિંમત: દરેક વોરંટ ₹132 ના ભાવે જારી કરવામાં આવશે.
- નવી હિસ્સેદારી: આ રોકાણ પછી કંપનીમાં પ્રમોટરોનો કુલ હિસ્સેદારી વધીને 18.39% થઈ જશે.
- આ નિર્ણય હજુ શેરહોલ્ડર્સની મંજૂરીને આધીન છે, પરંતુ બોર્ડ તરફથી તેને લીલી ઝંડી મળી ગઈ છે.
બજાર કિંમતથી પણ મોંઘા ખરીદશે પ્રમોટર્સ!
આ ડીલની સૌથી રસપ્રદ અને સકારાત્મક બાબત ખરીદી કિંમત છે. સેબીના નિયમો અનુસાર આ વોરંટની કિંમત પ્રતિ વોરંટ ₹128.58 ની નીકળે છે. પરંતુ, બોર્ડે ઊંચી કિંમતનો આગ્રહ રાખ્યો હતો અને પ્રમોટર્સ પણ ખુશી-ખુશી ₹132 પ્રતિ વોરંટની કિંમત ચૂકવવા સંમત થયા હતા. આનો અર્થ એ થયો કે પ્રમોટર્સ રેગ્યુલેટર કિંમત કરતા પ્રતિ વોરંટ ₹3.42 વધુ ચૂકવી રહ્યા છે. આ તે વાતનો સૌથી મોટો પુરાવો છે કે, તેમને કંપનીના ભવિષ્યમાં કેટલો વિશ્વાસ છે.
આ રૂપિયાનું શું કરશે કંપની?
આ ₹2237 કરોડનું ફંડ કંપની માટે 'બૂસ્ટર ડોઝ' જેવું કામ કરશે. આ રૂપિયાનો ઉપયોગ મુખ્યત્વે આ કામો માટે લેવાશે.
1. કન્ટેન્ટ અને ટેકનોલોજીમાં ગ્રોથ
કંપની કન્ટેન્ટ અને ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાની પકડ વધુ મજબૂત કરશે.
2. બેલેન્સ શીટને મજબૂત કરવી
કંપનીનો નાણાકીય આધાર મજબૂત બનશે જેથી ભવિષ્યમાં કોઈપણ મોટા રોકાણ અથવા તક માટે તૈયાર રહી શકાય.
3. વ્યૂહાત્મક ગ્રોથ પ્લાન
કંપની પોતાના ગ્રોથ પ્લાનને ઝડપથી અમલમાં મૂકી શકશે અને મીડિયા અને એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં નવી તકોનો ફાયદો ઉઠાવી શકશે.
મેનેજમેન્ટ અને પ્રમોટરોએ શું કહ્યું?
ZEEના ચેરમેન આર. ગોપાલને કહ્યું કે, "બોર્ડનું માનવું છે કે, પ્રમોટરોની હિસ્સેદારી વધારવાથી તેઓ કંપનીના ગ્રોથ પ્લાન માટે વધુ પ્રેરિત થઈને કામ કરશે. આ રોકાણ ZEEને ભવિષ્ય માટે સારી સ્થિતિમાં રાખશે." પ્રમોટર ગ્રુપના પ્રતિનિધિ શુભમ શ્રીએ બીજી એક મોટી વાત કહી. તેમણે કહ્યું કે, પ્રમોટરોએ 1 મે 2025 ના રોજ જ તેમની હિસ્સેદારી વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે શેરની કિંમત ₹106.35 હતી. પરંતુ આજે પણ આટલા ઊંચા ભાવે તેઓ કંપની અને તેના વ્યવસાય પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
રોકાણકારો માટે આનો અર્થ શું છે?
આ સમાચાર ZEEના રોકાણકારો માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. જ્યારે કંપનીના માલિકો પોતે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી અને તે પણ બજાર ભાવથી મોંઘી કિંમત પર પોતાની હિસ્સેદારી વધારી રહ્યા છે, ત્યારે તે દર્શાવે છે કે તેમને કંપનીના ભવિષ્યમાં જબરદસ્ત ગ્રોથની અપેક્ષા છે. આ પગલું કંપનીને આર્થિક રીતે મજબૂત બનાવશે જ નહીં, પરંતુ બજારમાં રોકાણકારોનો વિશ્વાસ પણ વધારશે, જેની સીધી અસર આગામી દિવસોમાં શેરના પ્રદર્શન પર પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે