)
Dr. Subhash Chandra Exclusive Interview: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL)ના ઇતિહાસ અને ભવિષ્યને લઈ ચાલી રહેલી તમામ ચર્ચાઓ વચ્ચે, કંપનીના ફાઉન્ડર અને ચેરમેન એમેરિટસ, ડૉ. સુભાષ ચંદ્રાએ ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવી (Anil Singhvi) સાથેના એક સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં તે બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે, જેને દરેક રોકાણકાર જાણવા માંગે છે. ભૂતકાળના સંઘર્ષોથી લઈ SEBIના આરોપો પર સ્પષ્ટતા, SONY મર્જરના ભંગાણ પાછળનું વાસ્તવિક કારણ અને ભવિષ્યના 'માસ્ટરપ્લાન' સુધી, ડો. ચંદ્રાએ દરેક મુદ્દા પર નિખાલસતાથી વાત કરી.
આ ઇન્ટરવ્યુ તે મોટા સમાચાર પછી તરત જ આવું છે, જ્યારે ZEEના બોર્ડના પ્રમોટર્સ દ્વારા કંપનીમાં ₹2,237 કરોડના જંગી રોકાણને મંજૂરી આપી. ડો. ચંદ્રાએ સ્પષ્ટતા કરી કે, આ માત્ર એક રોકાણ નથી, પરંતુ કંપની અને તેના શેરહોલ્ડર્સ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ભૂતકાળનો સૌથી મુશ્કેલ સમય: 44% હિસ્સેદારી વેચીને ચૂકવ્યું ₹40,000 કરોડનું દેવું
ડો. ચંદ્રાએ પ્રામાણિકપણે તે સમયને યાદ કર્યો જ્યારે તેઓ 25 જાન્યુઆરી 2019ના રોજ પહેલીવાર નાણાકીય બજારમાં પોતાની કમિટમેન્ટ પૂર્ણ કરવામાં અસફર રહ્યા. તેમણે સ્વીકાર્યું કે, તે તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.
કેમ વેચી હિસ્સેદારી?
તેમણે જણાવ્યું કે, 2020માં ગ્રુપ પર આવેલા સંકટને કારણે તેમણે ZEEમાં પોતાની 44% હિસ્સેદારી વેચવી પડી, જેના કારણે પ્રમોટરનો હિસ્સો ઘટીને માત્ર 4% થઈ ગયો. આ પગલાથી તેમણે ₹40,000 કરોડથી પણ વધુનું દેવું ચૂકવ્યું.
સૌથી મોટી ભૂલ
તેમણે નિખાલસતાથી સ્વીકાર્યું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ એક મોટી ભૂલ હતી, જેને ખોટા લોકોને સોંપવામાં આવ્યો હતો." તેમણે કહ્યું કે, ગ્રુપની આ સમસ્યાઓની અસર ZEE એન્ટરટેઈનમેન્ટ પર પણ પડી.
SEBIના આરોપો અને SONY મર્જરના ભંગાણનું સત્ય
ઇન્ટરવ્યૂનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ હતો જ્યારે ડો. ચંદ્રાએ SEBIના આરોપો અને SONY મર્જરના ભંગાણ વિશે વાત કરી.
SEBIના ₹200 કરોડના આરોપ પર સ્પષ્ટતા
ડો. ચંદ્રાએ સ્પષ્ટતા કરી કે, "અમે SEBI દ્વારા લગાવવામાં આવેલા દરેક આરોપ પર બધા પુરાવા આપ્યા છે. પ્રમોટરે ZEELમાંથી રૂપિયા ઉપાડ્યા નથી." તેમણે જણાવ્યું કે, ₹200 કરોડના શેર વેચીને રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, તેઓ કંપનીમાં પાછા ફર્યા નથી, તેઓ ફક્ત એક સલાહકારની ભૂમિકામાં છે.
SONY મર્જર નિષ્ફળ જવાના કારણો
ડો. ચંદ્રાએ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, "SEBIના અધ્યક્ષ માધવી પુરી બુચે SONY-ZEEL મર્જર થવા દીધું ન હતું." તેમણે કહ્યું કે, આ મર્જરથી શેરધારકોને ઘણો ફાયદો થયો હોત, કારણ કે ઘણા રોકાણકારોએ ₹200/શેરના ભાવે રોકાણ કર્યું હતું અને વિચાર્યું હતું કે મર્જર પછી કિંમત ₹500 સુધી વધી જશે. મર્જર ન થવાને કારણે શેરધારકોને ભારે નુકસાન થયું.
શેરધારકોનો વિશ્વાસ જીતવા માટે 'માસ્ટરપ્લાન'
ભૂતકાળના સંઘર્ષો અને વિવાદો વિશે વાત કર્યા પછી, ડો. ચંદ્રાએ ભવિષ્ય માટે રોડમેપ રજૂ કર્યો, જેના કેન્દ્રમાં હાલમાં જ જાહેર કરાયેલ પ્રમોટર રોકાણ ₹2,237 કરોડ છે.
હિસ્સેદારી કેમ વધારી રહ્યા છો?
તેમણે કહ્યું કે, "પ્રમોટરની માત્ર 4% હિસ્સેદારીથી શેરહોલ્ડર્સ અસ્વસ્થ હતા. માઈનોરિટી શેરહોલ્ડર પણ ઇચ્છે છે કે પ્રમોટરનો હિસ્સો વધે, કારણ કે તેઓ માને છે કે ZEE જેવો મોટો વ્યવસાય બીજું કોઈ ચલાવી શકે નહીં." આ રોકાણ પછી પ્રમોટરોની હિસ્સેદારી વધીને 18.39% થઈ જશે.
બજાર ભાવ કરતાં વધુ ભાવે ખરીદી
પ્રમોટર્સ રેગુલેટરી કિંમતથી પણ વધારે ₹132 પ્રતિ વોરંટના ભાવે હિસ્સેદારી ખરીદી રહ્યા છે, જે કંપનીના ભવિષ્યમાં તેમનો ઊંડો વિશ્વાસ દર્શાવે છે.
હવે આગળ શું? ભવિષ્યની ઉમ્મીદ
ડો. ચંદ્રાએ ભવિષ્ય માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને શેરહોલ્ડર્સને એક મોટું વચન પણ આપ્યું.
EPS લક્ષ્ય
તેમણે વિશ્વાસપૂર્વક કહ્યું કે, "સારું કામ કરનારાને અમે ગેમ ચેન્જર LOGO આપ્યો છે. અમે ટૂંક સમયમાં ₹17 ના EPS (Earnings Per Share)ને પાર કરીશું." આ એક મજબૂત નાણાકીય લક્ષ્ય છે જે રોકાણકારોમાં નવી ઉર્જાનો સંચાર કરશે.
શેરહોલ્ડર્સ પ્રત્યે ધર્મ
અંતમાં તેમણે ભાવનાત્મક રીતે કહ્યું કે, "અમારી સ્પષ્ટતાને કારણે, અમને ઘણું નુકસાન થયું છે. હું કામ કરનાર વ્યક્તિ છું અને મેં હંમેશા શેરહોલ્ડર્સના ફાયદા વિશે વિચાર્યું છે. મર્જર ન થવાને કારણે તેમના નુકસાન અને ગુસ્સાને દૂર કરવાની અમારી ફરજ છે."
આ ઇન્ટરવ્યુ ZEE માટે એક નવા પ્રકરણની શરૂઆતનો સંકેત છે. ડો. ચંદ્રાએ માત્ર મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપ્યા નથી, પરંતુ એક મોટા રોકાણ અને એક સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે તે પણ બતાવ્યું છે કે તેઓ કંપનીના ગૌરવને પુનઃસ્થાપિત કરવા અને શેરહોલ્ડર્સનો વિશ્વાસ પાછો મેળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
પ્રમોટર્સની મેગા પ્લાન: ₹2237 કરોડનો 'બૂસ્ટર ડોઝ'
આ વિશ્વાસને અમલમાં મૂકવા માટે ZEEના બોર્ડે તાજેતરમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો. વિશ્વની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોમાંથી એક જે.પી. મોર્ગનની સલાહ પર બોર્ડે પ્રમોટર ગ્રુપને 16,95,03,400 કન્વર્ટિબલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી.
1. શું છે આખો સોદો?
પ્રમોટર ગ્રુપ કંપનીમાં કુલ ₹22,37,44,48,800નું રોકાણ કરશે. આ રોકાણ પછી કંપનીમાં પ્રમોટરોની કુલ હિસ્સેદારી વધીને 18.39% થઈ જશે.
2. બજાર ભાવ કરતા મોંઘી ખરીદી કેમ?
આ ડીલની સૌથી પોઝિટિવ વાત એ છે કે પ્રમોટર્સ રેગુલેટરી કિંમત(₹128.58) કરતા વધારે એટલે કે ₹132 પ્રતિ વોરંટના ભાવ પર હિસ્સેદારી ખરીદી રહ્યા છે. ડો. ચંદ્રા અનુસાર, આ સૌથી મોટો પુરાવો છે કે તેમને કંપનીના ભવિષ્યમાં કેટલો વિશ્વાસ છે.
#ZBizExclusive | प्रमोटर्स ने ZEEL में हिस्सा बढ़ाने का क्यों किया फैसला?
प्रमोटर्स के पास कर्ज चुकाने के बाद कंपनी में डालने के लिए कहां से आया पैसा?
Group को क्यों आई Financial Problems?
प्रमोटर्स का हिस्सा बढ़ने से निवेशकों को कैसा होगा फायदा?
देखिए ZEEL के Founder &… pic.twitter.com/t6sNL5xS99
— Zee Business (@ZeeBusiness) July 3, 2025
શેરહોલ્ડર્સને કેવી રીતે મળશે 'ડબલ' ફાયદો?
ડો. ચંદ્રાએ ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો ખુલીને જવાબ આપ્યો કે, પ્રમોટરોની હિસ્સેદારી વધારવાથી શેરહોલ્ડર્સને કેવી રીતે ફાયદો થશે.
1. વિશ્વાસ પુનઃસ્થાપિત
તેમણે સ્પષ્ટતા કરી કે પ્રમોટરની માત્ર 4% હિસ્સેદારીથી શેરહોલ્ડર અસ્વસ્થ (Uncomfortable) હતા. માઈનોરિટી શેરહોલ્ડર્સ પણ માને છે કે ZEE જેવો મોટો અને જટિલ વ્યવસાયને પ્રમોટરો સિવાય બીજું કોઈ ચલાવી શકે નહીં. પ્રમોટરોની હિસ્સેદારી વધારવાથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થશે.
2. ગ્રોથને મળશે ગતિ
આ ₹2237 કરોડનું ભંડોળ કંપની માટે એક 'બૂસ્ટર ડોઝ' તરીકે કામ કરશે. આ નાણાંનો ઉપયોગ મુખ્યત્વે કન્ટેન્ટ અને ટેકનોલોજીમાં ગ્રોથ, બેલેન્સ શીટને મજબૂત કરવા અને વ્યૂહાત્મક ગ્રોથ પ્લાનને ઝડપથી લાગુ કરવામાં આવશે. આનાથી કંપની Reliance અને Disney જેવા મોટા Competitorsને ટક્કર આપવા માટે વધુ સારી સ્થિતિમાં આવશે.
શેરમાં જોવા મળી રહી છે તેજી
ZEELનો શેર ગુરુવારે લગભગ 2%ની તેજી સાથે 144 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા 1 મહિનામાં શેર 10%ની તેજી આવી છે. 16 જૂને કંપની દ્વારા પ્રમોટરોની હિસ્સેદારી વધારવાના સમાચાર આવ્યા હતા. છેલ્લા 6 મહિનામાં શેરમાં 14% નો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે શેર અત્યાર સુધીમાં 16% વધ્યો છે.
(Disclaimer: Zee 24 કલાક અને Zee Media બન્ને Zee Groupનો ભાગ છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો)