close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

Dayashankar Mishra | Updated: Feb 6, 2019, 10:19 AM IST
ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

અમે પંદર વર્ષ બાદ મળ્યા. પહેલા જ્યારે અમે મળ્યા હતા, તો તેમની ઉંમર વીસની આસપાસ રહી હશે. થોડા સમય પહેલા અમે જ્યારે ફરીથી મળ્યા, તો મેં જોયું કે, તે સાઠ વર્ષની બીમાર, હતાશ વૃદ્ઘ મહિલા છે. પંદર વર્ષ એટલા તો નથી હોતા કે, કોઈની ઉંમર વધારી દે. હું બહુ જ કોમળતા, સ્નેહની સાથે તેની મુલાકાતને યાદ કરું છું. દુર્ગા વાલ્મીકી, ઉર્જા, ઉત્સાહ અને જીવનથી ભરપૂર વિદ્યાર્થી હતી. તેની આંખોમાં ઊંઘ ઓછી અને સપના વધુ, સૌના માટે હંમેશા હાજર રહેવાનો ઉત્સાહ હતો. હું દુર્ગાને અનેક લોકોની વચ્ચે મળ્યો, પરંતુ ભીડમાં પણ તેના સવાલ, ઉર્જાની સ્મૃતિ આજે પણ છે.

જિંદગીના રસ્તા બદલાયા. બધા વારાફરતી છૂટા પડ્યા. યુવાઓના ગુચ્છાના ગુલાબ પોતપોતાની દિશામાં આગળ વધી ગયા. સપનાની રાહમાં અનેકવાર એકબીજાનો હાથ છૂટી જાય છે. દુર્ગાનો હાથ પણ નજીકના મિત્રોથી છૂટી ગયો. જેના માધ્યમથી તે અમારી સાથે જોડાયેલી, મિક્સ હતી, તેમની સાથે પણ તેનો સાથ છૂટી ગયો.

ડિયર જિંદગી : પરિવર્તનથી પ્રેમ

આટલા વર્ષ બાદ હવે બીજી દુર્ગા જોવા મળી. જે કહાની સામે આવી, તેમાં સંબંધોમાં તાર વિખરાયેલા છે. કેટલાક લોકો પોતાનો હાથ બહુ જ કરામતથી બીજાથી અલગ કરી દે છે. તો કેટલાક ભાવનાની ગુત્થીમાં ગૂંચવાઈને જિંદગી વિખેરી દે છે. દુર્ગાની સાથે પણ એવું જ થયું. મેં બહુ જ વિચાર્યું કે, ‘ડિયર જિંદગી’માં આ વાતને લખવામાં આવે કે, છોડી દેવામાં આવે. પછી નક્કી કર્યું કે, કહેવી જોઈએ. કેમ કે, તેના પર તંજ કેવી રીતે કસવામાં આવે, સંવાદ સૌથી ઓછો હોય છે.

પ્રેમ સહજ, સ્વભાવિક ભાવના છે. પરંતુ જો તેમાં પાયથાગોરસ પ્રમેયની જેમ દિમાગ લગાવવામાં આવે, તો જિંદગી સુનામીની ઝપેટમાં આવી જાય છે. ખતરાઓથી સાવધાન કરનારી ચેતવણી સંભળાતી નથી. 

દુર્ગાએ જેને પ્રેમ કર્યો, તે યુવક તેના જ્ઞાતિનો ન હતો. સામાજિક બંધન અનુસાર, આ વિવાહ સંભવ ન હતો. બંને તે જાણતા હતા. તેના બાદ પણ તેને ભરોસો હતો કે, તેને કોઈ રીતે સોલ્વ કરી શકાય. અનેકવાર ભ્રમ સત્યતાથી વધુ સાચુ લાગે છે. આપણે તેમાં જીવવા લાગીએ છીએ, કેમ કે આપણે તે પળને ગુમાવવા નથી માંગતા. 

ડિયર જિંદગી : રિટાયર્ડમેન્ટ અને એકલતાપણાથી કેવી રીતે લડશો!!!

અહી સુધી તો બધુ સારુ હતું, પરંતુ જ્યારે વાસ્તવિકતાનો સામનો થાય છે, તેના બાદ પણ આપણે સત્યને સ્વીકારવા માંગતા નથી. 

સંયોગથી હું દુર્ગા અને કેશવ દૂબે બંનેને જાણતો હતો. મને હંમેશા લાગતુ હતું કે, કેશવમાં દુનિયા સામે લડવા સામેની હિંમત નથી. જ્યારે કે દુર્ગા, દરેક માટે લડનારી હતી. બંનેનો સાથ વિરોધાભાસી હતો. અસલમાં પ્રેમ વિચિત્ર સંયોગ છે. હંમેશા વિરોધાભાસમાં જ તેનો જન્મ થાય છે. તે આવા માહોલમાં પાંગરે છે. એક મોડ પર કેશવે પોતાનો હાથ છોડાવી લીધો. તેમાં પરિવારનું દબાણ સહન કરવાની શક્તિ ન હતી. તેણે પહેલા જ દુર્ગાને જણાવી દીધું હતું, પણ તે સમજવા તૈયાર ન હતી. 

ડિયર જિંદગી : નિર્ણય કોણ લેશે!!!

દુર્ગાએ કેશવને શું કહ્યું. કેશવે દુર્ગાને શું કહ્યું. આપણે નથી જાણતા. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે, પ્રેમના અનસોલ્વ મુદ્દાએ ઉર્જા, ઉમંગ અને સ્નેહની સાથે દુર્ગાના જીવનને પાનખરમાં બદલી નાંખ્યું. જ્યારે પણ હું કરાર તૂટવાની વાત સાંભળું છું, તો મારા મનમાં બેગમ અખ્તરનો અવાજ ઉતરવા લાગે છે. 

'जो हम में तुम में करार था तुम्हें याद हो कि न याद हो.
वही यानी वादा निबाह का तुम्हें याद हो कि न याद हो.'

હકીકતમાં યાદ તો બધાને હોય છે. બસ વાત એટલી છે કે, કોઈ માસુમ રહી જાય છે, કોઈ ડાહ્યો થઈ જાય છે. ‘ડિયર જિંદગી’ના પ્રયાસો બસ એટલા જ છે કે, આપણે ભાવનાત્મક સમસ્યાથી બહાર નીકળીને જીવનને સાર્થક દિશામાં લઈ જઈએ. 

કેશવની પાસે તર્ક હતા, દુર્ગાની પાસે માત્ર પ્રેમ હતો. બધાની સમજાવટ, કાઉન્સેલિંગ બેકાર ગઈ. દુર્ગાએ પ્રેમને માત્ર કેશવ સાથે જોડી દીધું. તેનાથી આગળ તે કંઈ જ જોઈ ન શકી.

ડિયર જિંદગી : રણ થવાથી બચવું!!!

આપણી આસપાસ આવી દુર્ગા મોટી સંખ્યામાં છે. કેશવ પણ છે. પણ દુર્ગા થોડી વધુ દેખાય છે. તે પ્રેમને પોતાના મન પર બોજની જેમ રાખે છે. આ બોજ ક્યારે દીમક બની જાય છે, તે માલૂમ પડતું નથી. જિંદગીને એક ખિલ્લાથી બાંધી શકાતી નથી. કોઈ એક વિચારથી બાંધી શકાતા નથી. આજે દુર્ગાની જે મનસ્થિતિ છે, તેનાથી માટે તેનું જીવન સૂકુ જ ન બન્યું, પણ એક અધૂરા સંબંધમાં હોમાઈ તેની સકારાત્મક ઉર્જા પણ...
 
જ્યારે પણ આપણે પ્રેમને સંકીર્ણતાની સાથે જોઈશું, આવી જ રીતે જિંદગીના વરદાનને વ્યર્થ કરતા રહીશું. કેવા-કેવા લોકો છે આ દુનિયામાં. ક્યાંથી જીવન માટે ઉત્સાહ લાવે છે. કદાચ, આવા સમયમાં આપણે તેમને જોઈ શકીએ, જેમની પાસે આશા ઉપરાંત કંઈ જ નથી. ઈન્ટરનેટ પર આવા લોકો જેટલી સરળતાથી મળી જાય છે, પ્રેરણાની માત્રા એટલા જ તેજીથી સમાજમાં ઓછી થઈ રહી છે.

ડિયર જિંદગી : ‘આવું થતુ આવ્યું છે’માંથી મુક્તિની જરૂર છે!!

દુર્ગાની પાસે કોઈ આર્થિક સંકટ નથી રહ્યું, તેનો મતલબ એ નથી કે, જો આર્થિક આધાર હોત તો આવું ન થાય. શક્ય છે કે ત્યારે પણ થાત. જિંદગીથી લડવાની જીદમાં એકલતાપણું હારી ગયું હોત.

દુર્ગાને વિલ્સન નામની બીમારી છે. જેમાં લિવલ ગંભીર સંકટમાં રહે છે. તેના સામે તો તે લડી રહી છે, પણ તેના પર વધુ ખતરો ડિપ્રેશનનો છે. તે નિરાશાના ઊંડા અંધકારમાં છે. આપણે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ થોડુ મોડું થઈ ગયું. તેણે પોતાના અસ્તિત્વને કેશવ સાથે એટલુ જોડીને રાખ્યું કે, પોતાનું જ અસ્તિત્વ ભૂલી બેસી.

પ્રેમ કરો, ખૂબ કરો. પરંતુ પોતાની કિંમત પર નહિ. તમે સ્વતંત્ર છો. બંધનમાં બંધાવું ઠીક છે, પણ જંજીરોમાં નહિ. પ્રેમને રોગ નથી બનાવવાનો. તેને સમુદ્રની જેમ ઊંડો, નદીની જેમ મીઠો રાખો. પરંતુ કૂવાની જેમ નાનકડો ન બનાવો. 

ઈમેઈલ: dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
https://www.facebook.com/dayashankar.mishra.54)