close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી : બધાને બદલવાની જીદ!!!

Updated: Mar 5, 2019, 03:37 PM IST
ડિયર જિંદગી : બધાને બદલવાની જીદ!!!

બીજાને આપણે હંમેશા આપણી જેમ જોવા માંગીએ છીએ. જેવુ આપણને ગમે છે, તેવા જોવા માગીએ છીએ. તેમના વિચારો આપણા જેવા હોય. સંબંધોમાં આ વિચારોનું વધવુ, તણાવ, નિરાશા, હતાશાની તરફ ધકેલે છે. 

આપણે બીજાને કેવી રીતે જોઈએ છીએ. તેનાથી આપણી જિંદગીમાં ઘણુ બધુ નક્કી થાય છે. હું મારા અંગત અનુભવથી આ વાતની પુષ્ટિ કરી શકું છું કે, આવું કરવાથી ચીજો, વ્યક્તિઓ વિશે મારી નજર જ બદલાઈ ગઈ. હવે હું અનેક લોકોથી પ્રેમ, સ્નેહ અને આત્મીયતા રાખું છું. જ્યારે કે એક દાયકા પહેલા હું પણ કદાચ લોકોને પોતાના ચશ્માથી જોવાનો પ્રયાસ કરતો હતો.

ડિયર જિંદગી : ઓ સુખ કલ આના....

હકીકતમાં, કોઈને મળતા જ આપણે તેના વિશે એક ધારણા બનાવવાની શરૂઆત કરીએ છીએ. જે જેવો છે, તેને એવી રીતે જ સ્વીકાર કરવાને બદલે આપણે તેને પોતાના અનુસાર બનાવવા માંગીએ છીએ. બદલવાની જીદમાં આપણે ખુદને જ ભૂલવા લાગીએ છીએ. જે જેવો છે તે ભાવથી જ ગ્રહણ કરવાથી તે સંબંધોને તણાવથી બચાવવામાં ટોનિક જેવું કામ કરે છે. 

આપણે પોતાને કેટલા કઠોર રાખીએ છીએ. કહીએ છીએ કે, મને બદલવુ સરળ નથી. હું જેવો છું, આવો જ છું. આવુ એટલા માટે કે, આપણે પોતાના અરીસામાં પોતાની છબી પર મુગ્ધ છીએ. હું કેટલો લાજવાબ છું. આ ભાવ આ સેલ્ફી સમયમાં બહુ જ તીવ્રતાથી વધી રહ્યો છે. એટલું કે, તે આપણને આપણા વિશે યોગ્ય વિચારથી દરરોજ દૂર ધકેલે છે. 

ડિયર જિંદગી: કડવી પળોને સંભાળવી!

જો આવુ કોઈ મળી જાય, જે આપણને કંઈક શીખવાડવા, બતાવવા માંગે, તો તેની સાથે રહેવુ બહુ જ મુશ્કેલ છે. કેમ કે, સેલ્ફી કેમેરામાં હવે મુખ્ય કેમેરાથી વધુ તાકાતવાર, સારી તસવીર મળવા લાગી છે. તેથી ચારેતરફથી આપણી મનમોહક તસવીર ઉભરીને આવે છે. ધીરે ધીરે સેલ્ફી કેમેરો દરેકની જિંદગીમાં સામેલ થઈ ગયા છે. તેની અસર એ થઈ છે કે, દરેક કોઈ પોતાની અદા પર ફિદા છે. આપણે પોતાને બદલવા નથી માંગતા, પરંતુ બીજાને બદલવાની જીત પર અડેલા છે. 

તે આપણી, આપણી પોતાના લોકોથી વિરુદ્ધ અજબ યુદ્ધ જેવુ છે. હું નહિ બદલુ, પણ તમારે બદલવુ પડશે. જિંદગીમાં તણાવ ક્યારે ન હોય, જ્યારે સંબંધોમાં નાનકડા મતભેદ જિંદગીભરના ઝઘડામાં બદલાઈ જાય છે. મધ્યપ્રદેશના ઈન્દરોથી સંબંધોમાં આવી રહેલા અવિશ્વાસની એક ખતરનાક તસવીર સામે આવી છે. આપણે એકબીજાનો ભરોસો બહુ જ તેજીથી ગુમાવી રહ્યાં છે. બીજાને છોડો, પતિ-પત્ની વચ્ચે મતભેદ, અણબનાવ ઊંડી નિરાશામાં બદલાઈ રહ્યાં છે.

ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

મધ્યપ્રદેશનુ મુખ્ય અખબાર દૈનિક ભાસ્કરના અનુસાર, ઈન્દોરની પોશ કોલોની શાલીમાર પામ્સમાં રહેનારા ડેપ્યુટી કમિશનર કમર્શિયલ ટેક્સ દીપક કુમાર શ્રીવાસ્તવની પત્ની રંજનાએ આત્મહત્યા કરી. આ પહેલા તેમણે પતિને ફોન કરીને કહ્યું કે, તેમની જીવવાની ઈચ્છા મરી ચૂકી છે. તેઓ મરવા જઈ રહ્યા છે. પતિએ તેમને સમજાવવાનો બહુ જ પ્રયાસ કર્યો, પોતાના આવવા સુધી રોકાઈ જવાનું પણ કહ્યું. પણ પત્નીએ ફોન કટ કર્યા બાદ રૂમમાં ફાંસી લગાવીને જીવ આપી દીધો. પતિએ પોતાના ચૌદ વર્ષના દીકરાને પણ ફોન લગાવ્યો, પણ તે વીડિયો ગેમમાં એટલો વ્યસ્ત હતો કે, તેણે કોલ રિસીવ ન કર્યો. દીપકે પાડોશીઓને પણ ફોન કર્યો, પરંતુ ત્યા સુધી બહુ જ મોડુ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણ દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ વાત પર મતભેદ થયા હતા. તેના બાદથી તેમની વાતચીત બંધ હતી. 

આ વાતે કોઈ નિર્ણય પર આવતા પહેલા જરા પાછળ જઈએ. આપણે જોયુ છે કે, આપણા માતાપિતાની વચ્ચે આવા મતભેદ થવા કોઈ નવી વાત ન હતી. પરંતુ આવા મતભેદની કઠોર સજા પોતે જેમને પ્રેમ કર્યો તેવા લોકોન આપી તે જીવનના સિદ્ધાંતના વિરુદ્ધ છે.

ડિયર જિંદગી : મિત્રતાની નવી ‘મહેફિલ’

પતિ-પ્તની સહિત અનેક સંબંધોમાં અસહમતિ, અણબનાવ સામાન્ય ઘટના છે. અનેકવાર કંઈ એવુ ઘટતુ જાય છે, જે આપણા દિલને સતત દુભાવે છે. તેનાથી આપણે બેચેન રહીએ છીએ. કોઈને એ ડરથી નથી કહેતા કે, કોઈ શુ કહેશે, શુ વિચારશે. પરંતુ તેનો હેતુ એ પણ નથી કે, આપણે બીજાની વાતની સજા ખુદને આપીએ. 

આપણે કોઈને બદલી નથી શક્તા, બીજાને બદલવુ શક્ય પણ નથી. હા, કેટલાક પરિવર્તન સંભવ છે, પરંતુ તેના માટે જીવતા રહેવું જરૂરી છે. સંવાદ, પ્રેમ, સ્નેહ જરૂરી છે. આત્મહત્યા નહિ. તે મનુષ્યતાના વિરુદ્ધ અપરાધ છે. 

ડિયર જિંદગી : સંવાદ, સ્નેહ અને આત્મીયતાની ઊણપથી ઉપજેલી દિવાલ કેવી રીતે તૂટશે!!!

આપણી નજીકના કેટલાક એવા લોગોને જરૂર જોઈએ, જે તમારી વાત હંમેશા સાંભળવા તૈયાર રહે. જેને તમે સ્વંય સ્નેહ કરી શકો. તેમનાથી કંઈ ન છુપાવો. તે જ તમારી જિંદગીના અસલી એન્ટી વાયરસ છે. સ્માર્ટફોન, લેપટોપને વાયરસ એટેકથી બચાવવા માટે એન્ટી વાયરસ જોઈએ. તેવી જ રીતે જીવનને બચાવવા માટે એન્ટી વાયરસ જોઈએ. કોણ છે તમારું એન્ટી વાયરસ. જો નથી જાણતા, તો જલ્દી તેની ઓળખ કરી લો. અને હા, તમારી પ્રિય કોલમ ‘ડિયર જિંદગી’ના સંપર્કમાં કેટલાક બદલાવ કરવામાં આવી રહ્યા છે. તેને સારી રીતે નોટ કરી લો, સંવાદ કરતા સમયે તેનો જ ઉપયોગ કરો. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

તમારી પ્રિય કોલમ ડિયર જિંદગી અંગે જરૂરી સુચના::

6 માર્ચથી આ કોલમ તમને Zee News ની વેબસાઇટ પર વાંચવા નહીં મળે, હવેથી તમે આ કોલમને ફેસબુક પેજ (https://www.facebook.com/dayashankar.mishra.54) અને ટ્વિટર (https://twitter.com/dayashankarmi) પર વાંચી શકો છે. ઇ-મેઇલ પણ બદલાયો છે. નવા ઇ-મેઇલ પર તમે અમારી સાથે સંવાદ કરી શકો છો અને આ ઉપરાંત ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ જોડાઇ શકો છો. 

(ઇ-મેઇલ : Dayashankarmishra2015@gmail.com)
તમારા સવાલ અને સુચન આ ઇનબોક્સમાં જણાવો:
(https://twitter.com/dayashankarmi)
https://www.facebook.com/dayashankar.mishra.54)