ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !

પરિક્ષાની વિકટ સ્થિતીમાં બાળકો વધારે તણાવમાં હોય છે, આપણે સજાગ, સતર્ક અને આત્મીયતાથી પોતાની ભુમિકા નિભાવવાની જરૂર છે, આપણું કોઇ પણ સ્વપ્ન બાળકનાં જીવનથી મોટુ ન હોઇ શકે

Updated By: Jan 21, 2019, 11:32 AM IST
ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !

બાળકો સાથે સાથે હાલનાં સમયમાં વાલીની પણ પરિક્ષા ચાલુ થઇ ચુકી છે. ખુબ જ સમજદાર અને શાંત તતા સૌમ્ય માતા-પિતા પણ હાલનાં દિવસોમાં સારા માર્ક્સની શોધમાં ભટકતા જોવા મળે છે. માતા - પિતા વચ્ચે પણ બાળકનાં માર્ક્સ મુદ્દે અનેક વખત ચડસા ચડસી અને ત્યાર બાદ ઝગડાઓ જોવા મળે છે. ક્યાંક ઓછા માર્ક આવવા મુદ્દે માં પોતાના બાળકનો ધીરજતી સાથ નિભાવે છે તો પિતા વધારે માર્ક માટે દબાણ પેદા કરે છે. તો વળી ક્યાંક પિતા બાળકનો સાથ આપી રહ્યા છે પરંતુ મા સારા માર્ક મળી રહે તે માટે સંતાન પર પ્રેશન બનાવે છે. 

ડિયર ઝિંદગીનાં એક નાનકડા સંવાદ સત્રમાં થોડા દિવસો પહેલા ભારતીય કૃષી સંશોધન સંસ્થાના એક વૈજ્ઞાનિક સાથે મુલાકાત થઇ. બાળકનાં ઉછેર મુદ્દે તેમના વિચારો ઘણી હદ સુધી સ્પષ્ટ જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે, તેમનો પુત્ર 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હું તેના અભ્યાસમાં ક્યારે પણ દખલ અંદાજી કરતો નથી. આ પ્રકારનો મે નિયમ જ બનાવી દીધો છે. જેનાં કારણે મારે મહિનામાં 2 વખત પત્ની અને પરિવારનાં અન્ય સભ્યોની નારાજગીનો સામનો પણ કરવો પડે છે.

પત્નીનો તર્ક છે કે પ્રતિસ્પર્ધા એટલી વધારે છે કે બાળકોને દરેક પરિસ્થતીમાં મહત્તમ માર્ક્સ લાવવા જોઇએ ! વૈજ્ઞાનિક મિત્રોએ કહ્યું કે, એવામાં શું કરવામાં આવવું જોઇએ. કારણ કે તેઓ એક અલગ પદ્ધતીથી બાળકનો ઉછેર કરવા માંગે છે, જ્યારે તેમની પત્નીની પદ્ધતી એકદમ અલગ છે. હવે બાળક માત્ર એક છે, તો તમામ પદ્ધતીઓ તેના પર જ અજમાવવામાં આવે છે !

તેમની સાથેના સંવાદના કેટલોક હિસ્સો અહીં આલેખી રહ્યો છું. પરીક્ષાની આકરી ઋતુમાં બાળકો ખુબ જ ટેન્શનમાં હોય છે. આપણે સજાગ, સતર્ક અને આત્મીયતા સાથે પોતાની ભુમિકા નિભાવવાની જરૂર છે. આપણું કોઇ પણ સપનું બાળકનાં જીવન કરતા મોટુ નથી !

આ પણ વાંચો : આત્મહત્યાના રસ્તે જતા માટે એક ચિઠ્ઠી

એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે, "બાળકો આપણા થકી છે, પરંતુ આપણા માટે નહી". ક્યારે ભુલથી પણ ન કહો કે પેપર ખરાબ ગયું તો મારાથી ખરાબ કોઇ નહી હોય. પરીક્ષામાં સારૂ પ્રદર્શન નહી કરવાને યોગ્યતા સાથે કોઇ જ સંબંધ નથી. આ એવું જ છે, જે રીતે કોઇ સારો રસોયો કોઇ દિવસ અચાનક ખરાબ ભોજન પણ બનાવી નાખતો હોય છે. 

બાળકની ક્ષમતા, યોગ્યતા સ્થાયી વસ્તુ છે, જ્યારે પરીક્ષામાં પ્રદર્શન અસ્થાપી માપદંડ છે. જે રીતે ક્રિકેટમાં કહેવામાં આવે છે કે, "ફોર્મ ઇઝ ટેમ્પરેરી, ક્લાસ ઇઝ પરમેનન્ટ". તેવી જ રીતે પરીક્ષાને આધાર બનાવીને બાળક વિશે ભવિષ્યવાણી કરવાથી હંમેશા દુર રહેવું જોઇએ. 

બાળકને વારંવાર, દરેક વખત કહેવુ પડશે કે અસફળતા અને ખરાબ માર્ક આવવાની સ્થિતીમાં સાથે રહીશું. ડિયર જિંદગીમાં લગભગ એક વર્ષથી અમે ઉછેર માટે કાઇટ થેરાપીનો ઉલ્લેખ કરીએ છીએ. જે રીતે આકાશમાં પતંગ ઉડાવતા આપણે પતંગની દોરી આપણા હાથમાં જરૂર રાખીએ છીએ, પરંતુ પતંગને પોતાની રીતે હવાની દિશામાં ઉડવા દઇએ છીએ. હવામાન ખરાબ થતાની સાથે જ તેને ઉતારી પણ લઇએ છીએ. પરંતુ પતંગને પોતાની ઇચ્છીત દિશામાં જરૂર ઉડવા દઇએ છીએ. ખતરો જોઇને તેને હળવેકથી ઉતારી પણ લઇએ છીએ. જે રીતે પતંગબાજીમાં આપણી ભુમિકા દોરી પકડવા સુધીની હોય છે, તેવી જ રીતે બાળકના ઉછેરમાં પણ એવી જ ભુમિકા હોવી જોઇએ. 

બાળકને યથાસંભવ સાધન આપવાનો પ્રયાસ કરો, જે તેમના માટે જરૂરી છે. પરંતુ જે ન આપી શકો તેના માટે મન મોળુ નથી કરતા. બસ એવી જ રીતે બાળક જેટલું કરી શકતો હોય ,તેને સરળ, સહજ ભાવથી સ્વિકાર કરવો પડશે. તેને સારૂ કરવા માટે પ્રેરિત કરવા સુધી જ આપણે પોતાની જાતને સીમિત કરવી પડશે. 

બાળક પોતાનું સર્વોત્તમ આપી શકે, એવું વાતાવરણ તૈયાર કરવા સુધી જ આપણી ભુમિકા છે. તેને જેટલી સરળતાથી આપણે સમજીશું આપણું જીવન એટલું જ સુખદ, સુંદર અને સ્વસ્થ રહેશે. અપેક્ષાથી વધારે સ્નેહ ! આ સુત્રવાક્યને ક્યારે પણ ભુલવું ન જોઇએ.

ડિયર જિંદગીના તમામ લેખ વાંચો એક ક્લિક પર

ઇ મેઇલ :dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામુ : ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media, 
વાસ્મે હાઉસ, પ્લોટ નં.4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોએડા (યુપી)
લેખક ઝી ન્યૂઝનાં ડિજીટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સલાહ ઇનબોક્સ કરો : https://www.facebook.com/dayashankar.mishra.54)