close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી : ઓ સુખ કલ આના....

Updated: Mar 5, 2019, 03:38 PM IST
ડિયર જિંદગી : ઓ સુખ કલ આના....

જ્યારે આપણે નાના હોઈએ છીએ, તો પ્રસન્નતાનો સ્વભાવ સ્થાયી ભાવ હોય છે. સુખ આપોઆપ જ મિજાજમાં સામેલ હોય છે. એ વિચારીને ખુશ નથી થતા કે, ખુશ થવાની ચીજ છે કે નહિ. આપણે આનંદ, પ્રસન્નતાને સ્થગિત કરી નથી શક્તા, પરંતુ એ પળને જીવીએ છીએ. પ્રસન્નતાની જેમ જો દુખી છીએ, તો તેને છુપાવી શક્તા નથી. 

જ્યારે આપણે નાના હોઈએ છીએ, તો સુખને સ્થગિત નથી કરી શક્તા. તેને આજે જીવીએ છીએ. આપણે સુખને કાલે આવવાનું નથી કહી શક્તા. એને આજે જ આત્માથી ભરી લઈએ છીએ. આ જ રીતે આપણે દુખને પણ ગ્રહણ કરીએ છીએ. કેટલાક તકલીફ આપનારા હોય તો રોઈ લઈએ, રડીને દુખી થઈએ. આગામી દિવેસ એ દુખમાંથી સ્વતંત્ર થઈ ગયા. ફસ્ટ્રેશન માટે મનમાં કોઈ જગ્યા નથી. દુખને કોઈ ખૂણામાં રહેતો નથી, આપણે તેને સંભાળીને રાખવાનું જાણતા નથી. 

ડિયર જિંદગી: કડવી પળોને સંભાળવી!

દુખી થવુ આપણને ધીરે ધીરે શીખવવામાં આવે છે. આપણને કહેવામાં આવે છે કે, કેવી રીતે આપણે ભવિષ્ય માટે જીવવાનું શરૂ કરીએ. આપણને સુખના આંગણાથી નીકળીને દુખના છાયડામાં બેસવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે. જેમ જેમ આપણે ચીજોને સુખથી અનુભવવા લાગીએ છીએ, આનંદિત થવાને કારણે સુખ એકઠુ કરવામાં ધ્યાન આપીએ છીએ. તે સમયે આપણે જીવનના એ સુખથી વળી જઈએ છીએ, જ્યાંથી પાછા વળવુ મનાઈ છે. 

એક નાનકડી વાર્તા જાણીએ. તેને ‘ડિયર જિંદગી’ના વાચક રમેશ જૈનએ મોકલી છે. ઈન્દરોમાં તેમનો એક નાનકડો પરિવાર છે, પિતા રિટાયર્ડ છે. તેમની પાસે પોતાના માટે પર્યાપ્ત સાધન છે. બે દીકરા છે, અલગ શહેરમા. એક નોકરી કરે છે, તો બીજો વ્યવસાય. 

ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

મોટો ભાઈ નોકરી કરે છે. તેની આવક સીમિત છે. જ્યારે પણ તે નાના ભાઈને ફોન કરે છે. નાની નાની ચીજોની વાત કરે છે. પરિવારના બીજા સદસ્યો વિશે વાત કરે છે. તે ખર્ચા સંયમિત રાખે છે. બીજાની મદદ કરે છે. પરંતુ તેની પાસે કોઈ ક્રેડિટ કાર્ડ નથી. તે શોપિંગ નથી કરતો. નવા કપડા ખરીદતો નથી. તેને ઉધારી શબ્દ પસંદ નથી. તેને કોઈની પાસેથી ઉધાર લેવાનુ પસંદ નથી.

તેને સારુ નથી લાગતું કે, તેની પત્ની કોઈને કહે કે તેની પાસે રૂપિયા ઓછા છે, જ્યારે કે અનેકવાર તેમની પાસે ઓછા રૂપિયા હોય છે. તેમનો પાયાગત નિયમ છે, જેટલી આવક એટલા ખર્ચા. તેમનો રસ સંગીત, કલા અને પુસ્તકોમાં છે. તે ખુશ રહેવા માટે આ બધાનો સહારો લે છે. તેની ખુશી કલા, સાહિત્યમાં હોય છે. તે બીજાને વ્યવહારથી ઓછા પ્રભાવિત થઈને પોતાના માનવીય સરોકાર પર ટકેલો રહે છે.

ડિયર જિંદગી : મિત્રતાની નવી ‘મહેફિલ’

બીજી તરફ નાનો ભાઈ છે. તે પણ ભલો માણસ છે. બીજાને મદદ કરવાની ભલમણસાઈ બંને ભાઈઓને વારસામાં મળી છે. પરંતુ ખુશ રહેવાનો તેનો આધાર મોટા ભાઈની જેમ નથી. તેની પાસે પૂરતા ક્રેડિટ કાર્ડ છે. કોઈ પણ રીતે તેને પોતાના ખર્ચા પૂરા કરવાના હોય છે. જે ચીજ પર તેનુ દિલ આવી ગયું. તેને મેળવ્યા વગર તે રહેતો નથી.

માર્કેટમાં નવી ફેશન આવતા જ માનો તેને સૌથી પહેલા સૂચના આપે છે. પરિવારને સમય ઓછો આપે છે. પરિવારને આપવા માટે રૂપિયા છે, પરંતુ સમય નથી. તેની પાસે મિત્રો માટે પુષ્કળ સમય છે, પરંતુ પત્ની અને બાળકો માટે નથી. મિત્રો તેમનાથી વધુ ખુશ રહે છે. મોટા ભાઈની સરખામણીમાં. પરંતુ પરિવાર કોનો ખુશ છે, તે લખવાની જરૂર નથી. નાનાભાઈને જ્યારે તેની પત્ની ક્રેડિટ કાર્ડના ખર્ચાથી રોકો છે, તો તે કહે છે કે, વ્યાજ લેવામાં કઈ ખોટુ નથી, જો તેને સમય પર પરત કરી દેવામાં આવે છે. એક યોજના પૂરી કરતા પહેલા જ બીજી બનાવી લે છે. ક્યાંય ટકીને કામ નથી કરતો. અંગત ખર્ચામાં કોઈ ઘટાડો નથી થયો, ખિસ્સામાં ગણવા માટે નોટો નથી હોતી. 

ડિયર જિંદગી : સંવાદ, સ્નેહ અને આત્મીયતાની ઊણપથી ઉપજેલી દિવાલ કેવી રીતે તૂટશે!!!

મોટો ભાઈ, પોતાના સુખને જીતતા આગળ વધી રહ્યો છે, તેના માટે દરેક અનુભવ સુખ છે. સુખ માટે તે બીજી ચીજો પર આધારિત રહેતો નથી. બીજી તરફ નાનો ભાઈ હંમેશા મોટી ચીજોની શોધમાં હોય છે. એક શોધ પૂરા થાય, તો બીજી શરૂ. આ શોધ ક્યારેય પૂરી થવાની નથી. સુખને અનુભવ કરવાને બદલે આપણે તેને ક્ષિતિજમાં બદલી દીધો છે. જ્યારે ક્યારેય ધરતી-આકાશ મળશે, તો આપણે સુખી રહીશું. જ્યારે કે સુખ આપણી હથેળીમાં હાજર છે. કોણ સુખી, તે તમે નક્કી કરો. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

તમારી પ્રિય કોલમ ડિયર જિંદગી અંગે જરૂરી સુચના::

6 માર્ચથી આ કોલમ તમને Zee News ની વેબસાઇટ પર વાંચવા નહીં મળે, હવેથી તમે આ કોલમને ફેસબુક પેજ (https://www.facebook.com/dayashankar.mishra.54) અને ટ્વિટર (https://twitter.com/dayashankarmi) પર વાંચી શકો છે. ઇ-મેઇલ પણ બદલાયો છે. નવા ઇ-મેઇલ પર તમે અમારી સાથે સંવાદ કરી શકો છો અને આ ઉપરાંત ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ જોડાઇ શકો છો. 

(ઇ-મેઇલ : Dayashankarmishra2015@gmail.com)
તમારા સવાલ અને સુચન આ ઇનબોક્સમાં જણાવો:
(https://twitter.com/dayashankarmi)
https://www.facebook.com/dayashankar.mishra.54)