ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

Updated By: Feb 18, 2019, 10:50 AM IST
ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

પ્રેમને આપણે એકદમ વ્યક્તિગત બનાવી દીધું છે. તેની અસર એ થઈ છે કે, તે માત્ર વ્યક્તિઓની વચ્ચે ફસાઈને રહી ગયો. તે સામાજિક ન થઈ શક્યો. તે સમાજમાં એવું રૂપ ન લઈ શક્યો, જેની મનુષ્યની જરૂર છે. તેને સરળતાથી એવી રીતે સમજો કે, પ્રેમને સ્પષ્ટતારૂપે લેવામાં આવ્યો છે. સમાજે સફાઈને ઘર સુધી જ સીમિત રાખી, સાર્વજનિક જીવનમાં કદાય જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું.

પ્રેમની સાથે પણ એવુ જ થયું. પ્રેમને ફિલ્મો, પુસ્તકોમાં એ રીતે રજૂ કરવામાં આવ્યું કે, તેના હેતુ વ્યક્તિગત થઈ ગયા. જ્યારે કે પ્રેમ તો સ્વભાવ, આદત છે. પ્રેમ જેના સ્વભાવમાં છે, તે સૌને પ્રેમ કરશે. એવું નહિ થાય કે, તે કોઈ એક સાથે જ પ્રેમ કરે, બાકી સૌ સાથે શત્રુતા રાખે. કોઈ વ્યક્તિના પ્રેમમાં ડુબેલા રહેવાને પ્રેમ કહેવું તો પ્રેમને બાધિત કરવાનુ થશે. 

પ્રેમ દ્રષ્ટિકોણ છે. સ્વભાવ છે. જીવનશૈલી છે. હેતુ છે. હંમેશા આપણે ગુસ્સાને ઉલટ પ્રેમને સમજવાની ચેષ્ટા કરીએ છીએ. જ્યારે કે બંને એકબીજાથી વિપરીત સ્તર પર છે. જ્યાં ગુસ્સો નથી, જરૂરી નથી કે, ત્યાં તેની જગ્યાએ પ્રેમ જ હોય. બસ એ રીતે જ જ્યાં પ્રેમ નથી, ત્યાં ક્રોધ હોય તે જરૂરી નથી. જેમ ઘરને સાફ રાખવાનો હેતુ એ નથી કે, આપણે નગરની સફાઈ વિશે જાગૃત, પ્રતિબદ્ધ છીએ, તેવી જ રીતે જીવનનો નાતો પ્રેમથી છે. 

ડિયર જિંદગી : બાળકો વગરનું ઘર!!!

તમારી સામે બે નાના-નાના પ્રસંગો રાખું છું. જેમાંથી પ્રેમના દ્રષ્ટિકોણને સમજવામાં સરળતા થશે. 

પહેલું - ડિયર જિંદગીને મુંબઈમાંથી એક ઈમેઈલ મળ્યો. જેમાં રચના રહાણેએ એક સંબંધીની વાતના માધ્યથી પ્રેમની એક તસવીર રજૂ કરી છે. 

મુંબઈમાં એન્જિનિયર, સામાજિક સરોકાર, પ્રતિબદ્ધતા માટે લોકપ્રિય હરીશ માકવે અને બેંક મેનેજર હંસા રાવતની મિત્રતા થોડા સમય બાદ પ્રેમમાં બદલાઈ ગઈ. સાત વર્ષનો પ્રેમ, એકબીજાને સમજવાનો સમય આપ્યા બાદ અલગ થવાનો નિર્ણય પર આવી ગયા. આ સંબંધને આગળ ન લઈ જવામાં હંસા તરફથી વધુ સહમતિ હતી. કેમ કે, તે પોતાના પરિવારને તમામ પ્રયાસો બાદ પણ સમજાવી શકી ન હતી. તેથી તેમણે અંતે પરિવારની પસંદગી સાથે જવાનો નિર્ણય લીધો હતો. 

હરીશ માકવે માટે આ જુદાઈને સ્વીકાર કરવુ મુશ્કેલ રહ્યું હતું. અચાનક તેમણે પોતાની દુનિયાના દરવાજા બધા માટે બંધ કરી દીધા. કાલ સુધી બધા માટે ઉપલબ્ધ, પોતાનું જ્ઞાન, સૂચના, પ્રેમના દરવાજા તેમણે બંધ કરી દીધા. જે તેમના સંપર્કમાં આવતા, તેઓને તેઓ સમજાવતા કે, જિંદગીનો હેતુ માત્ર પોતાનામાં જ છે. બીજાની સાથે, બીજા માટે જીવનનો કોઈ મોલ નથી. હરીશે તો બધા લોકો માટે સંબંધ તોડી લીધા, જેણે હંસા સાથે મિત્રતા કાયમ રાખી. આપણે હંમેશા જરૂરિયાતના હિસાબે સંબંધોને મોડ આપીએ છીએ. પોતાની સુવિધા અનુસાર, તેને બદલવા ઈચ્છીએ છીએ. જ્યારે કે સંબંધ કાગળની નાવડી નથી, તે જિંદગીના વિશાળ સમુદ્રના હલેસા છે. પ્રેમ પ્રતિ તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેમણે પોતાના અંગત અનુભવને સમાજ પર લાગુ કરી દીધું. 

ડિયર જિંદગી : રસ્તો બનાવવો!!!

બીજો - રોહન શ્રીવાસ્તવ અને અનુજા ત્રિપાઠીની કહાની અનોખી છે. બંનેને આંતરજાતીય વિવાહ કરવામાં મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહિ, અનુજાના પરિવાર તરફથી કોઈ સંબંધીના હુમલામાં રોહનને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. તેમ છતા પણ બંનેએ લગ્ન બાદ એકબીજાના પરિવાર તરફથી કરાયેલી ભૂલોને માફ કરવાનો નિર્ણય લીધો. આ મામલામાં રોમાંચક બાબત એ હતી કે, જે યુવકે રોહન સાથે મારપીટ કરી હતી, તે જ આગળ જઈને રોહનના લગ્નમાં મુખ્ય ભૂમિકામાં રહ્યો હતો. જ્યારે કે, અનુજા તેને આવું કરવાથી ના પાડતી રહી. પરંતુ રોહને તેને સમજાવ્યું કે, જિંદગી આગળ વધવાનું નામ છે. હું મારી જિંદગી મારા દ્રષ્ટિકોણથી ચલાવવાનું પસંદ કરું છું. બીજાના સ્વભાવની રીતે મારી જિંદગી જીવવા નથી માંગતો.

તેથી જો આપણે આપણા જીવનને સુખદ, સરળ બનાવવા ઈચ્છીએ છીએ, તો પ્રેમને આપણો સ્વભાવ બનાવવો પડશે. તેને બીજાની નજર, સ્વભાવ અને ભરોસા પર છોડી શકાતા નથી. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઈમેઈલ: dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
https://www.facebook.com/dayashankar.mishra.54)