close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી : અરે! કેટલા બદલાઈ ગયા...

Dayashankar Mishra | Updated: Feb 12, 2019, 09:31 AM IST
ડિયર જિંદગી : અરે! કેટલા બદલાઈ ગયા...

એક ચીજ, જે સૌથી વધુ સ્થાયી છે, આપણે તેને પરિવર્તનના નામથી જાણીએ છીએ. તેના બાદ કોઈ આપણને કહી દે કે, તમે બદલાઈ ગયા છો, તો આપણે ખંડન કરવામાં જોડાઈ જઈએ છીએ. ના, એવું કંઈ જ નથી, કંઈ પણ બદલાયું નથી. બદલાવાનો આટલો ડર. કંઈક જોડાવા, ઘટનાને લઈને ગભરાટ કેમ. આ એક સહજ, સરળ પ્રક્રિયા છે. 

હા, બદલવામાં શું બદલ્યું. શું બદલવું જોઈએ. તે એક અલગ ચીજ છે. તેના પર સંવાદ હોવો જોઈએ. જે રીતે આપણે એકલતા, ખુદની બનાવેલી દિવાલોમાં અટવાયેલા રહીએ છીએ, આપણું એ જ બની રહેવું શક્ય નથી. તેનો વિરોધ કરવાથી વાત નહિ બને. 

ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

પહેલા તમે આ વાંચતા ન હતા. પહેલા તમે આ પ્રકારના કપડા પહેરતા ન હતા. આ ખાતા ન હતા. અને અંતમાં તમે આવું વિચારતા ન હતા. તમારા સમજવા-વિચારવાની રીત બદલાઈ ગઈ છે. તમે જોયું કે, બદલાવ જરૂરી છે, તો તેને અપનાવી લીધું. જૂની સિસ્ટમને અપગ્રેડ કરી લીધી. જેનાથી નવા ચેલેન્જિસ સ્વીકારવામાં સરળતા થાય. તેમાં નવું શું છે. તેમાં કંઈ અલગ નથી. એવું નથી જેની સ્વીકાર કરવામાં અસુવિધા, તકલીફ અનુભવાય. 

દિલ્હી પુસ્તક મેળામાં એક જૂના મિત્ર મળ્યા. અનેક લોકોની વચ્ચે તેમણે ઠાવકાઈથી કહ્યું કે, તમે લોકો નવી નદીમાં વહી ગયા. પણ હું ન બદલાયો. અમને બદલવાની તાકાત જમાનામાં નથી. હું આજે પણ એ જ છું. બિલકુલ પણ નથી બદલાયો. પંદર વર્ષ પહેલા જે ન્યૂઝ પેપર વાંચતો હતો, પુસ્તકો ખરીદતો હતો, જેના ગીત સાંભળતો, જેવો ભાષણ આપતો, આજે પણ એવું જ છે. કંઈ જ બદલાયું નથી. સૌએ અનુભવ્યું છે. બાળપણમાં જેમ તુનકમિજાજી હતા, હાલ પણ એવા જ છે. પહેલાની જેમ કોઈ પણ વાત પર વગર સમજે-વિચાર્યે અડગ રહે છે. હાલ પણ એવું જ વલણ છે. 

ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

બાળક નાનું હોય ત્યારે કાલી-ઘેલી ભાષામાં બોલે છે, ત્યારે તેની આ ભાષા ગમે છે. ક્યારેક આપણે તેને આવા શબ્દો ફરીથી ઉચ્ચારવા કહીએ છીએ. પરંતુ તે બાળક પંદર વર્ષનો થયા બાદ પણ આવું કાલુ-ઘેલુ બોલે તો કેવું લાગે! બાળકો તેજીથી શીખે છે. સમજે છે અને નવી બાબત માટે તૈયાર રહે છે. તકલીફ એ છે કે, મોટા થતા જ આપણે આપણો સૌથી અનમોલ ગુણ ભૂલાવી દઈએ છીએ.

આપણી કંઈક નવું શીખવાની, સમજવાની, સ્વીકારવાની ક્ષમતા મોટા થવાની સાથે ઓછી થતી જાય છે. માફ કરવું ઘટતું જાય છે. મનમાં મેલ વધતો જાય છે. આ સાથે જ બદલવાનો વિચાર પણ દૂર થઈ જાય છે. આપણે સ્વંય, બદલાવ માટે સતર્ક રહેવું જોઈએ. એવું ન થાય કે આપણે પણ એ બાળકની જેમ થઈ જઈએ, જેની કાલી-ઘેલી ભાષા બાળપણમાં બધાનું દિલ જીતી લેતી હતી, પરંતુ મોટો થઈને એ જ તકલીફ બની જાય છે. કેમ કે, બાળકના આ શબ્દોના પ્રેમમાં તેના બદલાવ તરફથી આપણે આંખ બંધ કરી લીધી છે. 

ડિયર જિંદગી: પોતાના માટે જીવવું!

આપણે આપણા વડીલો, પરિવાર, સમાજનો આદર કરવો જોઈએ. તેમની વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. પરંતુ નવી, તાજી હવા માટે ઘરની બારીઓ ખોલવાથી ડરવું ન જોઈએ. બારીઓથી ઘરમાં રોશની આવે છે. અંધારું નહિ. તેથી પરિવર્તન માટે તૈયાર રહેવું, તેને માટે હંમેશા તૈયાર રહેવું મનુષ્ય બની રહેવાની દિશામાં યોગ્ય પગલુ છે. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઈમેઈલ: dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
https://www.facebook.com/dayashankar.mishra.54)