ડિયર જિંદગી : બાળકો વગરનું ઘર!!!

Updated By: Feb 15, 2019, 10:03 AM IST
ડિયર જિંદગી : બાળકો વગરનું ઘર!!!

ભારતના બાળકોને લઈને તેમના વાલીઓ જરા વધુ પડતા ચિંતાતુર છે. બાળક પાસે રહે છે, તો વાલી પોતાની તરફથી યથાસંભવ બધી જ મદદ કરે છે. બાળકોની પાસે લગભગ છાયાની જેમ રહે છે. અનેકવાર કોઈ કારણે તે જરૂરી હોઈ શકે છે, તો અનેકવાર તેને એટલા વધુ દાયિત્વબોધની સાથે નિભાવવામાં આવે છે કે, વાંચવા, તૈયાર કરનારા અને વાલીઓ બંને એક લાગલા લાગે છે. માતાપિતાનું જીવન બાળકો સાથે એવી રીતે જોડાઈ જાય છે કે, તેમને અલગ કરવા મુશ્કેલ લાગે છે.

આ અલગાવ સારા સમાચારથી થાય છે. બાળકોની પસંદગી થઈ ગઈ, બાળકોના સપના સાથે જોડાયેલ વાલીઓ માટે તેનાથી મોટી વસ્તુ શુ હશે. જો એક જ સંતાન છે, તો આવા સંદેશ તમારો જન્મ સફળ કરી દે છે. જો બે સંતાનો છે, તો હવે તેમને એકબીજા માટે જોડાવાનો આદેશ સમાજ, પરિવાર બધા તરફથી મળવાનો છે. કેટલાક દિવસો બાદ બીજા બાળકના પસંદગીના પણ સમાચાર આવી ગયા. તેને પણ તેનો રસ્તો દેખાયો, વાલી સંતુષ્ટ ભાવથી ઘર પરત ફરે છે. 

ડિયર જિંદગી : રસ્તો બનાવવો!!!

આગામી કેટલાક મહિના સુધી રોજ બાળક સાથે નક્કી સમય પર વાતચીત થતી રહેતી હતી. તેના બાજ જેમ બાળકીની ગતિ તેજ થાય છે. હાલચાલ બંને તરફથી સીમિત થવા લાગે છે. બાળકો કોચિંગ, તૈયારી અને ઈન્ટરનેટની વચ્ચે ઘેરાઈ જાય છે. તે જીવનની સરળ, સહજ ગતિ છે. જિંદગી આવી જ ચાલે છે. જે આજે વાલી છે, તેમની જિંદગી પણ સંભવ છે કે કંઈક આવી જ રહી હશે. તેમાં નવુ શું છે. આ તો સામાન્ય જીવન ચક્ર છે.

આજથી પંદર-વીસ વર્ષ પહેલા બાળકો બીજા શહેરોમાં વાંચવા માટે આટલી મોટી સંખ્યામાં જતા ન હતા. જો જતા, તો પણ તેમની જગ્યા લેવા માટે બીજા બાળકો હતા. કેમ કે, આપણે સંયુક્ત પરિવારોમાં રહેતા હતા. વાલીઓને એકલતા મળતી ન હતી, તો તેમના ટેન્શનમાં આવવાની વાત તો દૂરની હતી. 

દેશમાં ‘મોહલ્લા’ કલ્ચર હતું. આજે ફ્લેટ, સોસાયટીઝ વધુ સંખ્યામાં થઈ ગયા છે. પરંતુ પહેલા કોલોનીમાં એકલતા લાગતી ન હતી. એકબીજાના ઘરે નિયમિત આવવું-જવુ, ભોજન-ભજન કાર્યક્રમો થતા. 20 વર્ષમાં દુનિયા બદલાઈ ગઈ છે. પરિવારના રૂપમાં સમાજ વધુ એકલો થતો જઈ રહ્યો છે. પાડોશીના ઘર સીમિત પહોંચથી આત્મીયતા, સ્નેહ, સંવેદના એકલા પડતા જઈ રહ્યા છે. ગપ્પા, બેઠકની ઊણપ આપણને બીમાર, સ્વાર્થી બનાવી રહી છે. 

ડિયર જિંદગી: 'કડવા'ની યાદ!

બાળકોના અભ્યાસ માટે બહાર જતા જ માતાપિતામાં ખાલીપણુ જોવા મળી જાય છે. જેમ કે, કોઈએ તેમની મુસ્કાન ગિરવે રાખીને ખુશ રહેવાની મનાઈ છે. કાલ સુધી જે માતાપિતા બાળકોની સાથે રાત-દિવસ દોડતા દેખાતા હતા, કહેતાપ ણ હતા કે, ક્યારે તમારા કામ પૂરા થશે. હવે જ્યારે તેઓ પોતાના રસ્તા પર આગળ વધી રહ્યા છે, તો માતાપિતા એકલતાની તરફ આગળ વધી રહ્યાં છે.

થોડા સયમ પહેલા હું જબલપુરમાં આવા જ એક વાલીને મળ્યો. પતિ આવક વિભાગમાં ક્લર્ક છે. પત્ની ગૃહિણી છે. બંને એકબીજામાં વ્યસ્ત રહે છે. જ્યારે કે પહેલા તેઓ ખુશમિજાજ જોવા મળતા હતા. તેમના સંતાનોને બહાર ગામ ભણીને છ મહિના થઈ ગયા, પણ અત્યાર સુધી બંને સામાન્ય નથી થયા. કહે છે કે, બાળકો વગર ઘરમાં અધૂરુપણુ લાગે છે. આગામી પાંચ વર્ષ કેવી રીતે જશે. બંનેનું વજન વધી ગયું છે. આળસ, બીમારી, ઉદાસીએ ઘેરી લીધા છે. 

ડિયર જિંદગી : અરે! કેટલા બદલાઈ ગયા...

તેમને જે કહ્યું, તે જ રજૂ કરુ છું. એકલતા વહેંચવાના પહેલા ચરણમાં આપણે આ પગલાની તરફ વધવુ જોઈએ.

સમાજિક દાયરાને મોટા કરો. બાળકોની જવાબદારીને પગલે સમાજ, ગામ, પરિવારથી દૂર થઈ ગયા હતા. તેમની તરફ વધુ ધ્યાન આપવાનો સમય છે. જેટલુ શક્ય હોય તેટલી યાત્રા કરો. દેશમાં ફરવા જેવું ઘણુ બધું છે. જેટલું દિમાગમાં છે, તે કંઈ એટલુ બધુ મોંઘુ પણ નથી. જૂના શોખ પૂરા કરો. નવા શોખ બનાવો. ગીત સંગીતથી લઈને ખેલ સુધીમાં રચ્યા રહો. બાગબાની નહિ, પણ કુંડા તો લગાવી શકો છો. અધૂરો અભ્યાસ પૂરો કરો. દેશમાં અનેક લોકો આવુ કરી રહ્યા છે. 

ડિયર જિંદગી’ના સુધિ પાઠક, મૃદુતા શર્માએ વાલીઓની વચ્ચે વધતા એકલતાની તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. અમે તેમના પ્રતિ આભાર પ્રકટ કરીને આગળ પણ એકલા વહેંચવાનો, ઓછુ કરવા પર વાત કરતા રહીશું. જો તમારી પાસે પણ આવી કહાનીઓ છે, જ્યાં વાલીઓ કોઈ રચનાત્મકતાથી જોડાઈને સ્વંયને નવા આયામ આપી રહ્યા છે, તો તે અમારી સાથે શેર કરો. ]

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઈમેઈલ: dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
https://www.facebook.com/dayashankar.mishra.54)