close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી : મિત્રતાની નવી ‘મહેફિલ’

Dayashankar Mishra | Updated: Mar 5, 2019, 03:40 PM IST
ડિયર જિંદગી : મિત્રતાની નવી ‘મહેફિલ’

રાજસ્થાનના ઝુંઝણુથી રંજીત તિવારી લખે છે કે, સરકારી નોકરીવાળા દીકરાના ફેસબુક પર પાંચ હજારથી વધુ મિત્રો છે. રિયલ જિંદગીમાં કદાચ પાંચ પણ મુશ્કેલીથી છે. તેની પાસે માતા-પિતા પરિવાર માટે સમય નથી, પરંતુ ફેસબુક માટે તેની પાસે સમય છે. સોશિયલ મીડિયામાં મિત્રતાની સીમા ઓળંગવી કંઈ ખોટુ નથી, પરંતુ પણ જો તે કોઈના ભોગે થઈ રહ્યું છે, તો તેના પર ધ્યાન આપવું પડશે. આપણે એટલા બધા સોશિયલ થઈ ગયા છે કે, સમાજ, પરિવાર સૌના માટે અસોશિયલ થતા જઈ રહ્યા છે. 

થોડા વર્ષ પહેલા એવું લાગી રહ્યું હતું કે, સોશિયલ મીડિયાનો પ્રભાવ માત્ર શહેરો સુધી સીમિત છે. પરંતુ અનલિમિટેડ ડેટાએ બધુ જ બદલી નાખ્યું. તેની અસર મહાનગરની બહાર વધુ ઊંડી દેખાઈ રહી છે. મધ્યમ કદના શહેરોમાં થઈ, હવે તે જિલ્લા, ગામડામાં પહોંચી રહ્યું છે. તે મનુષ્યના એકબીજાથી પ્રત્યક્ષ સંપર્ક ઓછો કરવાની દિશામાં પાયાગત ગડબડ પેદા કરવાનું કામ કરી શકે છે. જ્યારે આપણે એકબીજાને મળીએ છીએ, આ મળવાનુ માત્ર બે લોકોનું જ હોતુ નથી. બે અલગ અલગ વિચાર, સમજનું મળવાનું હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ બધી બાબતો લાગુ પડતી નથી. અહી બીજા પ્રકારની દુનિયા છે. તે હકીકતમાં પ્રભાવની દુનિયા છે. તમે બીજા પર કેટલી અસર પાડો છો, કેવી રીતે અસર પાડો છો, તેથાની તમારી મિત્રતાના માપદંડ નક્કી થાય છે. 

ડિયર જિંદગી : સંવાદ, સ્નેહ અને આત્મીયતાની ઊણપથી ઉપજેલી દિવાલ કેવી રીતે તૂટશે!!!

ફેસબુક, મિત્રો સાથેના સંપર્ક માટે છે. પરંતુ તે અહીં બનાવેલા સંબંધોની પૂર્તિ માટે રિયલ દુનિયાના મિત્રોના ભાગનો સમય, સ્નેહ અને પ્રેમ ખર્ચ કરવાની જગ્યા નથી. જે આવું કરે છે, તેમની સ્થિતિ રંજીતના દીકરાની જેમ છે. આવા લોકો એક પ્રકારના પાગલપન, નશાની ઝપેટમાં છે. તેમને કેટલા પણ સમજાવો, પરંતુ તેમની નજર પર એવો પડદો છે, જેને સંભાળવું સરળ નથી. 

તેના માટે એક પ્રોસેસ છે. ‘ડિયર જિંદગી’ના જીવન સંવાદમાં અમે તેને સોશિયલ અગેઈન કહીએ છીએ. સોશિયલ મીડિયા, સ્માર્ટફોનથી દૂર એકવાર ફરીથી તે મોહલ્લામાં પરત ફરીએ, જ્યાં લોકો તમને પાછળથી અવાજ આપીને બોલાવતા હતા. આ રીતે તમને ઓળખતા હતા. પ્રકૃતિની ગોદમાં પરત ફરીએ. ઘરમાં જગ્યા નથી, કોઈ વાત નથી. જો ઘણાબધા પ્લાન્ટ્સની જગ્યા નથી, તો એક કુંડુ તો લગાવી જ શકાય છે. તેને સમય આપો. તેનાથી પ્રેમથી વર્તો. તેનું ધ્યાન રાખો. વિશ્વાસ રાખો, તે ધીરે ધીરે તમારા સંવાદનો ભાગ બની જશે. 

ડિયર જિંદગી : ગંભીરતા અને સ્નેહ !!!

પોતાની માતા, પિતા, ભાઈ, બહેનને સમય આપવાનો પ્રયાસ કરો. જે તમારી જિંદગી સરળ બનાવે છે. જેમ તેમારો માળી, જેમ કોલોની, ઘર, ઓફિસના ઘરેલુ સહાયક. તેને થોડા શિક્ષિત કરવાનો પ્રયાસ કરો. લોકો સાથે મળો. સંવાદ કરો. ધ્યાન રાખવું અને કરવું એક સંક્રામક આદત છે. તેનો જેટલો વધુ ઉપયોગ થશે, તેની અસર તેટલી જ વધુ દેખાશે. 

માત્ર ભારતમાં જ નહિ, આખી દુનિયામાં સોશિયલ મીડિયા, સમાજના પ્રતિસ્પર્ધી તરીકે પેદા થયો છે. ફેસબુક પર હાલ કુલ લોકોની સંખ્યા દુનિયાના સૌથી મોટા દેશની વસ્તીને ટક્કર આપવાની છે. અહીં લોકોની ઉપસ્થિતિ એવુ આભાસી સુખ આપે છે કે, તમારી વાત મોટા ફલક પર સાંભળવામાં આવી રહી છે. લોકો તમારા સુખદુખનો હિસ્સો બન્યા છે. 

ડિયર જિંદગી : દર્દના સાથી મુસાફર બનો!!!

તમારા હમવિચાર લોકો તમારા હમસફર પણ છે. પરંતુ આ વાત ખુશફહેમીથી વધુ નથી. અહીં હાજર વધુ લોકોનો સાથ કોઈ ખાસ પ્રસંગ માટે કદાચ કારવાનુ રૂપ બની જાય. પરંતુ રોજિંદી જિંદગી, સામાન્ય જીવનમાં સમાજની જગ્યા લેવાની સ્થિતિ હજી નથી આવી. તેથી અહીં મળતા મિત્રોએ પોતાના હિસ્સાનો સમય, સ્નેહ અને સાથ બચાવવો પડશે. તમારી પ્રાથમિકતાને પરિવાર, મિત્ર અને સમાજની બહાર ન કરો, તે એક પ્રકારની એકલાતનો આરંભ છે. તેનાથી બચો અને બીજાને પણ તેની તરફ ધકેલાતા રોકો. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

તમારી પ્રિય કોલમ ડિયર જિંદગી અંગે જરૂરી સુચના::

6 માર્ચથી આ કોલમ તમને Zee News ની વેબસાઇટ પર વાંચવા નહીં મળે, હવેથી તમે આ કોલમને ફેસબુક પેજ (https://www.facebook.com/dayashankar.mishra.54) અને ટ્વિટર (https://twitter.com/dayashankarmi) પર વાંચી શકો છે. ઇ-મેઇલ પણ બદલાયો છે. નવા ઇ-મેઇલ પર તમે અમારી સાથે સંવાદ કરી શકો છો અને આ ઉપરાંત ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ જોડાઇ શકો છો. 

(ઇ-મેઇલ : Dayashankarmishra2015@gmail.com)
તમારા સવાલ અને સુચન આ ઇનબોક્સમાં જણાવો:
(https://twitter.com/dayashankarmi)
https://www.facebook.com/dayashankar.mishra.54)