close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

Dayashankar Mishra | Updated: Feb 11, 2019, 10:20 AM IST
ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

લગભગ બે દાયકા જૂના મિત્ર છે. આઈટી એન્જિનિયર. જ્યારે અમારી પાસે મિની બસમાં બેસવાના રૂપિયા પણ મુશ્કેલીથી મળી રહેતા, ત્યારે તેઓ મોટરસાઈકલ પર ફરતા હતા. જ્યારે અમે મોટરસાઈકલના રૂપિયા એકઠા કર્યા, તો તેઓ કારમાં દેખાતા. જ્યારે અમે નોકરીની શોધમાં હતા, તેઓ મકાન ખરીદી રહ્યા હતા. આ બધાની વચ્ચે ખાસ વાત એ રહી કે, તેઓ ક્યારેય જિંદગીથી સંતુષ્ટ ન રહ્યાં.

તેમને લાગે છે કે, ભગવાને તેમની સાથે ન્યાય નથી કર્યો. કંઈકને કંઈક ઓછું રહ્યું છે. બધુ ક્યારે સારું થશે. કોઈને કોઈથી ફરિયાદ. સંદેહ, પ્રેમની ઉણપ, મનની અંદર ખાલીપણું ભરતા કે, અમે ખાલી, રુક્ષ્સ અને કઠોર બનતા જતા. ધીરે ધીરે આ ભાવ સ્થાયી બની જાય છે. ચિત્તમાં જે ભાવ રોકાઈ જાય, તે સરળતાથી નહિ બદલાય. 

ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

એકવાર તેમને વિરેન્દ્ર સહેવાગથી ફરિયાદ થઈ ગઈ કે, તેઓ મોહંમદ કૈફને દુનિયાના સૌથી બેસ્ટ બેટ્સમેન બતાવવા લાગ્યા. તેમાં એવા ગુણ શોધી કાઢ્યા, જે કદાચ ખુદ કૈફને માલૂમ ન હોય. તેની સાથે જ સહેવાગ વિશે હંમેશા નકારાત્મક વિચારથી ઘેરાયેલા રહેતા. સ્વભાવિક છે કે, સહેવાગને તેનાથી અંતર નહિ પડે. પરંતુ દિનેશ વર્મા સહેવાગ સ્ક્રીન પર કંઈ સારુ કરતા જ તેઓ પરેશાન થઈ જતા. વિચારવા લાગતા કે, અરે હવે હું લોકોની નજરમાંથી ઉતરી જઈશ. લોકો કહેશે કે, તમારી વાત તો ખોટી નીકળી. તમને વધુ કંઈ ખબર નથી.

આ વાતો સ્કૂલ, કોલેજ સુધી તો ક્યાંય સુધી ચાલી ગઈ, પણ દિનેશ તેના બાદ પણ બદલાયા નહિ. લોકો વિશે શંકાથી ભરાયેલ વિચારો, શંકાથી ભરેલ મન હંમેશાથી તેમનો પીછો કરતા. થોડા દિવસ પહેલા દિનેશને દિલ્હીમાં મળવાનું થયું. હવે સહેવાગની જગ્યા તેમના પાડોશીએ લઈ લીધી. તેઓ તેનાથી હજાર માઈલ દૂર પણ જોડાયેલા છે.  

ડિયર જિંદગી: પોતાના માટે જીવવું!

બીજાના વિચાર, ખતરા અને પ્રગતિથી ડરાયેલા. ફરિયાદથી ભરેલા. જો નથી, તો તેને સહજ, સરળ ભાવથી ગ્રહમ ન કરવામાં આવ્યું, તો મનમાં ખિન્નતા ભરાઈ જાય છે. આપણે બીજાથી નારાજ, ગુસ્સેલ થતા થતા સ્વંયથી પણ ગુસ્સાવાળા બની જઈએ છીએ. ધીરે ધીરે આપણે દિનેશ વર્મા બની જઈએ છીએ. 

આપણે જે છીએ, તેમાંથી વધુ સારાના પ્રયાસોની વચ્ચે એ ન ભૂલવું જોઈએ કે, કુદરતે આપણને બીજાથી અલગ બનાવ્યા છે. તે અલગ શું છે. મારી ખૂબીઓ શું છે. તેમની સાથે હું ક્યાં સુધી જઈ શકું છું. આ ચીજોને એકદમ સ્પષ્ટ રાખવું છે. મહત્વકાંક્ષા ખરાબ ચીજ નથી, બસ તેની ઉડાનમાં લાલચ એટલી ન વધવી જોઈએ કે, તે આપણને આપણાથી દૂર કરી દે. વસ્તુઓની ઊણપની અસર આપણા મન પર ન પડવા દેનારી જીવનશૈલી આપણા સમાજની વિશેષતા રહી છે. પરંતુ માર્કેટની રોપેલી અધૂરી ઈચ્છાઓમાં આપણે એટલા ગૂચવાઈએ છીએ કે, તમામ મૂલ્ય, નૈતિકતાને આપણા પુસ્તકો, ઘર, સમાજથી દૂર લઈ જઈએ છીએ. 

બધુ જ યોગ્ય હોવાની આકાંક્ષા સુખદ છે. શક્ય નથી. હોવી જોઈએ, પણ શક્ય નથી. અશક્યતાથી ભાગવું નહિ, તેને સ્વીકારવું જોઈએ. 

‘अब ये भी नहीं ठीक कि हर दर्द भुला दें,
कुछ जख्‍़म तो सीने से लगाने के लिए हैं.’

જા નિસાર અખ્તર સાહેબનો આ શેર જીવનમાં સુખદુખના તાલમેલને કેટલી સુંદરતાથી વ્યક્ત કરે છે.

ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

અસુવિધા, દુખ, પરેશાની જીવનનો હિસ્સો છે. તેનાથી ભાગવું શક્ય નથી. જીવન તેની સાથે છે. તેના વગર નહિ. તેથી તેનો હિસ્સો બનીને જીવવું જોઈએ. જિંદગીનું ફૂલ સંઘર્ષના તડકા વગર ખીલતું નથી. તેણે આપણે બહુ જ સારી રીતે
સમજવું, બાળકોને સમજાવવું જોઈએ. તેનાથી તણાવ, નિરાશાના ભાવ સામે સહજતાથી લડી શકાય છે. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઈમેઈલ: dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
https://www.facebook.com/dayashankar.mishra.54)