close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી: કડવી પળોને સંભાળવી!

જિંદગીની કળા, તમામ સૂત્રો ફક્ત વર્તમાનમાં સમેટાયેલા છે. જો આપણે આજને સઘન પ્રસન્નતાથી જીવવાનું શીખી શકીએ તો ભૂતકાળ અને ભવિષ્ય બંને સુખદ બની જશે. 

Dayashankar Mishra | Updated: Mar 5, 2019, 03:38 PM IST
ડિયર જિંદગી: કડવી પળોને સંભાળવી!

એવું તે કોણ છે, જેને જીવનમાં ક્યારેય  કડવા ઘૂંટડા ન ગળવા પડ્યા હોય, જીવનની સચ્ચાઈ સાથે રૂબરૂ ન થવું પડ્યું હોય. ક્યારેય એવું ન લાગ્યું હોય કે કાશ! આ ન સાંભળવું પડયું હોત. કાશ! આવું ન થયું હોત, તમે આવું ન સમજ્યા હોત. અસલમાં જીવનમાં 'આમ ન બન્યું હોત' માટે  કોઈ જગ્યા હોતી નથી. તે તો જેવી હોય છે તેવી જ હોય છે. 

જિંદગી યથાર્થનો નક્કર દસ્તાવેજ છે. તેમાં અફસોસ માટે ભૂતકાળની યાદો તો હોઈ શકે છે, પરંતુ યથાર્થની ગતિને ભૂતકાળ સાથે કોઈ અંતર નથી પડતું. જે હોય છે, જીવન તેના સહારે આગળ વધવાનું નામ છે. આમ થયું હોત, તો કેવું થાત, જેવી ચીજો જિંદગી પર ખુબ ઓછી અસર નાખે છે. 

હાં, એટલું જરૂર છે કે ભૂતકાળની ગલીઓમાં વધુ ભટકવાના કારણે આપણે વર્તમાનથી દૂર થતા જઈએ છીએ. વર્તમાનથી દૂર થવાનો અર્થ ભૂતકાળની ગૂંગળામણ અને ભવિષ્ય સાથે અથડામણ છે. જીવનની કળા, સારા સૂત્ર ફક્ત વર્તમાનમાં સમેટાયેલા છે. જો આપણે આજને સઘન પ્રસન્નતાથી જીવવાનું શીખી શકીએ તો ભૂતકાળ, ભવિષ્ય બંને સુખદ બની જશે. 

ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

કડવી પળ. એવો સમય કે જ્યારે વસ્તુઓ હાથમાંથી સરકતી માલૂમ પડે છે. દરેક બાજુથી તમને નિશાન બનાવવાની કોશિશ થાય છે. તે સમયે આપણે પોતાની જાતને કેવી રીતે સંભાળીએ છીએ, તેનાથી જ જીવનની દિશા નક્કી થાય છે. 

આજે એક નાનકડી વાર્તા બોલિવૂડમાંથી...
મશહૂર નિર્માતા નિર્દેશક રાકેશ રોશને અભિનેતા તરીકે પોતાની અસફળતાઓ બાદ જ્યારે ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો તો એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તેમના મિત્ર, મીડિયા બધા તેમનાથી મોઢું છૂપાવવા લાગ્યા હતાં. આ દરમિયાન નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મ ખુદગર્જની રિલીઝ પાર્ટી હતી. આ ફિલ્મ મલ્ટીસ્ટાર ફિલ્મ હતી. ફિલ્મમાં જિતેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા મુખ્ય ભૂમિકામાં હતાં. 

તે સમયેની એક જાણીતી મેગેઝીનના ફોટોગ્રાફર જે તે પાર્ટીને કવર કરી રહ્યાં હતાં, તેમણે જિતેન્દ્ર, શત્રુધ્ન સિન્હા સાથે ઊભેલા રાકેશ રોશનને ત્યાંથી અલગ જવાનું કહ્યું કારણ કે તેઓ કવર પર બે સફળ અભિનેતાઓની સાથે એક અસફળ અભિનેતાની તસવીર લેવા માંગતા નહતાં. 

જેવું તેમણે રાકેશ રોશનને ત્યાંથી જવાનું કહ્યું કે ત્યાં ઊભેલી તેમની પત્નીની આંખોમાં આંસૂ આવી ગયાં. રાકેશને પણ ખરાબ લાગ્યું. પરંતુ સમયની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેઓ તે ફોટોફ્રેમથી અલગ થઈ ગયાં. કઈ પણ કહ્યાં વગર, નીચી આંખોથી, દિલને ઠેસ લાગેલી હાલતમાં થોડા દૂર સરકી ગયાં. તેમના મિત્ર જિતેન્દ્ર, શત્રુધ્નને પણ આ વાત ગમી નહીં, પરંતુ રાકેશ રોશન કોઈ જ વિવાદ ઈચ્છતા નહતાં. 

ડિયર જિંદગી : સંવાદ, સ્નેહ અને આત્મીયતાની ઊણપથી ઉપજેલી દિવાલ કેવી રીતે તૂટશે!!!

થોડા દિવસ બાદ ફિલ્મ એકદમ સુપરહીટ ગઈ. ત્યારબાદ જ્યારે ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન થયું, તો તમામ ફોટોગ્રાફર, તેમને ફોટોફ્રેમથી હટાવનારા પણ તેમા સામેલ હતાં. તેમને ફ્રેમમાં લેવા માટે ઉતાવળા હતાં. રાકેશે તેમની તરફ ઈશારો કરતા પત્ની પિંકીને કહ્યું કે 'હું ઈન્ડસ્ટ્રીમાં પાછો આવી ગયો છું.'

આગળ જઈને રાકેશ રોશને ખૂન ભરી માંગ, કિશન કન્હૈયા, કાલા બાજાર, કરણ અર્જૂન, કોઈ મિલ ગયા, કહોના પ્યાર હૈ, ક્રિશ સીરિઝની ફિલ્મોથી ખુબ સફળતા મેળવી. પરંતુ તે દિવસે જ્યારે તેમના પર મીડિયાની કટુ ટિપ્પણી  થઈ રહી હતી, તેને તેમણે કેવી રીતે મનમાં લીધી. પોતાની સફળતા માટે રસ્તો કેવી રીતે બનાવ્યો. તેમની સફળતા પાછળ આ સૌથી મોટી વસ્તુ છે. 

હવે થોડી વાર માટે રાકેશ રોશનના તે સમયને પોતાના જીવનના અલગ અલગ વળાંક પર મળનારા સમયની જગ્યાએ મૂકીને જુઓ. રાકેશ રોશનની અસફળતાના દિવસોનો આ કિસ્સો અમને 'સુહાના સફર વિથ અન્નુ કપૂર' પાસેથી મળ્યો. પરંતુ આવા કેટલાક કિસ્સા, કડવા ઘૂંટડા પીને તેઓ સફળતા સુધી પહોંચ્યા હશે, તે ફક્ત એ લોકો જ જાણે છે. 

ડિયર જિંદગી : ગંભીરતા અને સ્નેહ !!!

રાકેશ રોશન ખુબ લોકપ્રિય, સફળ વ્યક્તિ છે. આથી તેમના આ કિસ્સાનો ઉલ્લેખ અહીં થયો. પરંતુ અસલમાં જીવનના આવા અસંખ્ય કડવા ઘૂંટડા પીધા બાદ જ અમૃત મળે છે. કેટલુંક મેળવવા માટે, જીદ પૂરી કરવા માટે, સપનાની ઈચ્છા ક્યારેય મીઠા વચનોથી પૂરી  થતી નથી. આથી પોતાની જાતને હંમેશા નબળી બનાવતી કડવી પળો માટે તૈયાર રાખવી જોઈએ. જેથી કરીને તેનો સામનો સરળતાથી કરી શકાય. 

જીવન એ હૌસલાનું નામ છે. કોઈની સામે સરન્ડર કરવાનું નહીં. કોઈ પણ સંજોગોમાં નહીં. કારણ કે સંજોગો તો પસાર થઈ જાય છે પરંતુ જિંદગીની ગાડી જો પાટા પરથી ઉતરી ગઈ તો તેને પાછી પાટા પર ચઢાવવામાં ખુબ સમય લાગે છે. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

તમારી પ્રિય કોલમ ડિયર જિંદગી અંગે જરૂરી સુચના::

6 માર્ચથી આ કોલમ તમને Zee News ની વેબસાઇટ પર વાંચવા નહીં મળે, હવેથી તમે આ કોલમને ફેસબુક પેજ (https://www.facebook.com/dayashankar.mishra.54) અને ટ્વિટર (https://twitter.com/dayashankarmi) પર વાંચી શકો છે. ઇ-મેઇલ પણ બદલાયો છે. નવા ઇ-મેઇલ પર તમે અમારી સાથે સંવાદ કરી શકો છો અને આ ઉપરાંત ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ જોડાઇ શકો છો. 

(ઇ-મેઇલ : Dayashankarmishra2015@gmail.com)
તમારા સવાલ અને સુચન આ ઇનબોક્સમાં જણાવો:
(https://twitter.com/dayashankarmi)
https://www.facebook.com/dayashankar.mishra.54)