ડિયર જિંદગી : બધાને બધુ કહી દેવાની ભાવના...

આપણે પોતાના પ્રેમ સંબંધ માટે પણ સોશિયલ મીડિયાને સૌથી મોટુ મંચ બનાવી દીધું છે, એટલે સુધી કે મન જોડાવાથી માંડીને 'તાર તુટવા' સુધીની માહિતી અહીં જ મળે છે

Updated By: Dec 27, 2018, 12:06 PM IST
ડિયર જિંદગી : બધાને બધુ કહી દેવાની ભાવના...

સઘણુ જ કહી દેવું અને વ્યક્ત કર્યા વગર સમજી લેવું. ચુપકીદીથી પ્રેમ વ્યક્ત કરી દેવો, અને આંખના ઇશારે જ તેનો અહેસાસ કરાવી દેવો. પિતાજીનો માર તો ખુબ ખાધો પરંતુ તેમની પ્રશંસા માટે આજીવન રાહ જોવી. એક દિવસ અચાનક તેમની નજરમાં તે બધુ જ દેખાઇ જાય છે જેના માટે વર્ષોથી આપણે તરસ્યા હોઇએ ! આ તમામ નિવેદન એવી પેઢીના છે જેમાં એવા તમામ લોકો આવે છે જે આજે 40 વર્ષ કે તેની આસપાસનાં છે. આ પેઢીના પાલનપોષણની એક ખાસ અદા રહી છે કે વગર કહ્યે જ બધુ સમજી જવું. 

આ પેઢી એવા સમયની સાક્ષી રહી છે, જ્યાં ભાવને વ્યક્ત કરવાનાં બદલે વણ કહ્યે જ સઘળુ સમજી લેવાને વધારે મહત્વ આપવામાં આવતું હતું. હવે આ પેઢી એક અનોખા અહેસાસમાંથી પસાર થઇ રહી છે. સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, સ્માર્ટફોન બાદ જો આપણે પોતાનાં સમાજનું બારીકાઇથી અવલોકન કરીએ તો વ્યવહારોમાં ઘણા પરિવર્તન આવ્યા છે, અને એટલા ઝડપી આવ્યા કે કેટલાક મૃતપ્રાય થઇ ગયા તો કેટલાકમાં ઉલટફેર થવાની તૈયારી છે. 

આપણે સઘળુ તુરંત જ કહી દેવાની તરફ આગળ વધી રહ્યા છીએ. આપણી અંદરથી પ્રતીક્ષા અને ધેર્ય દિવસે દિવસે ઘટી રહ્યું છે. સૌથી રસપ્રદ બાબત છે કે આપણે તેને તેમ કહીને ખતમ કરી રહ્યા છીએ આ મારીથી સહન નથી થતું ! (અસહ્ય થઇ રહ્યું છે!) સંબંધો, વ્યાવસાયીક જીવનમાંથી પ્રતિક્ષા અને ધેર્ય જતુ રહેવાનું મુખ્ય કારણ જીવનમાં સતત વધી રહેલ તણાવ, મિજાજમાં સતત વધતી તુંડમિજાજી, કોઇ પણ અનુભવ વગર કે સાંભળ્યા વગર કોઇ વ્યક્તિ વિશે પોતાનું મંતવ્ય બનાવવું જેવી બાબતો આ બે ગુણોમાં થઇ રહેલા ઘટાડા તરફ ઇશારો કરે છે. 

જીવનમાં 100 પ્રકારની ગડમથલો ચાલતી રહેતી હોય છે, દરેક વાત દરેક સાથે વહેંચી ન શકાય. પરંતુ હવે જાણે એવું લાગે છે કે આ કોઇ જુના જમાનાની વાત હોય ! હું પોતાના મિત્રોને જોઉ છું જેમાં સુશિક્ષિત, લેખક, પત્રકાર, વૈજ્ઞાનિક, અભિનેતાઓનો પણ સમાવેશ થાય છે, દરેક અત્યંત તેજસ્વી હોવા છતા પણ નાના- નાના મતભેદ, કડવાશને પચાવી નથી શકતા. તેમને લાગે છે કે અહીં લખીને (સોશિયલ મીડિયા પર) મન હળવું થઇ જશે. એવું નથી, આપણે ત્યાં તો ઘરનાં ઝગડાઓમાં પાડોશીનો સમાવેશ પણ નહી કરવાનો રિવાજ નથી, ત્યારે તમે તે વાતને છેક મુખ્ય ચોક સુધી લઇ જશો તો કઇ રીતે મુદ્દો ઉકલશે ?

આપણે પ્રેમ સંબંધ માટે પણ સોશિયલ મીડિયાને સૌથી મોટુ મંચ બનાવી દીધું છે. મન સાથે જોડાવાથી માંડીને તાર-તુટવા સુધીની માહિતી હવે દરેક વ્યક્તિને એટલે સુધી કે સાથી (પાર્ટનર)ને અહીંથી જ મળે છે ! સંબંધમાં ઉતાર ચડાવને ખાનગી રાખવો, ખુબ જ સામાન્ય વ્યવહાર હતો. બધાને બધુ કહી દેવું, બધાને વ્યક્ત કરવું જેવી હરકતોએ પરિવારના પાયા હચમચાવી નાખ્યા છે. 

થોડા દિવસો પહેલા જ નિહાલ જૈન- અર્પિતા શ્રીવાસ્તવને મળવાનું થયું. જેની સગાઇ બે મહિના પહેલા થઇ હતી. લગ્નનાં ચાર મહિના પછી છે. તેમનાં જીવનમાં એક ફેસબુક પોસ્ટે વમળો પેદા કરી દીધા છે. યુવકની બહેન પર યુવતી દ્વારા કરવામાં આવેલી પોસ્ટનો મુદ્દો એટલો વણસી ગયો કે સંબંધો ટકશે કે કેમ તે એક મોટો સવાલ થઇ ગયો. બંન્ને પરિવાર વચ્ચે હાલ ભારે તણાવની પરિસ્થીતી છે. 

જીવન સપાટ નથી, તેમાં અનેક વળાંકો છે. જેવો વળાંક હોય જીવનને આપણે તેવી રીતે જ વાળવાનું છે. તમે મેદાનમાં જે પ્રકારે ગાડી ચલાવી રહ્યા હો તેવી રીતે કોઇ પહાડી પર તો ન ચલાવી શકો. આ જ વાત સંબંધ પર પણ બેઠે બેઠી લાગુ પડે છે. 
આપણે શા માટે દરેક વસ્તુ દરેક સાથે વહેંચવા માટે તલપાપડ છીએ. શા માટે ગુસ્સો જ્યારે મગજ પર ચડીને તાંડવ કરી રહ્યો હોય ત્યારે મોબાઇલને એક તરફ ફેંકી નથી દેતા ? તેવી નબળી ક્ષણે જ્યારે મગજ પરનું નિયંત્રણ શિથિલ છે, પાણે દુનિયાને આપણુ દુખ સંભળાવવા માટે બેસીશું તો પછી એક દિવસ એવો પણ આવશે જ્યારે નિહાલ અને અર્પીતાની જેમ સંબંધ એક વિચિત્ર વળાંક પર આવીને ઉભો રહેશે અને મુશ્કેલી સર્જાશે.

આપણે બીજાના કિસ્સાઓ પર ટીપ્પણી કરતા, સુખી દુ:ખી થતા એ વાતનો ખ્યાલ રાખવો પડશે કે ક્યાંક આપણે પણ તે જ ચક્રવ્યુહમાં તો નથી ફસાઇ રહ્યા ને ? ક્યારેક ચુપ રહેવું, પોતાની કોમળ લાગણીઓ, અંગત સંબંધોમાં આવી રહેલા પરિવર્તનને ચુપકીદીથી સંભાળવા એટલા ખરાબ પણ નથી. જેટલુ આપણે માન્યું છે !

ईमेल : dayashankar.mishra@zeemedia.esselgroup.com

पता : ડિયર ઝીંદગી (દયાશંકર મિશ્ર)

Zee Media,

વાસ્મે હાઉસ, પ્લોટ નં.4, 

સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોએડા (યૂપી)
( લેખક Zee Newsના Digital Editor છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલો અને ભલામણો ઇમેઇલ થકી મોકલો : https://www.facebook.com/dayashankar.mishra.54)