ડિયર જિંદગી: વિશ્વાસપાત્ર પર જ અવિશ્વાસ !

જીવનનો હિસાબ ટુકડા-ટુકડામાં નથી રખાતો, તેનો અર્થ સંપુર્ણતામાં જ છે

Updated By: Jan 22, 2019, 11:25 AM IST
ડિયર જિંદગી: વિશ્વાસપાત્ર પર જ અવિશ્વાસ !

જીવનમાં સ્માર્ટફોન આવ્યા બાદ આપણે જે કાંઇ પણ મેળવ્યું, તેના કરતા ગુમાવ્યું વધારે છે ! આ વાત કદાચ આપણે કુપમંડુક હોવાનો તર્ક આપી શકો છો, પરંતુ આ એક અધુરી તૈયારી સાથે પરીક્ષા આપવા જેવું છે. સ્માર્ટફોન આવ્યા બાદ જો કાંઇ સૌથી વધારે તુટી રહ્યું હોય તો, તે છે ભરોસો. સ્માર્ટફોને આપણું જીવન થોડુ સરળ જરૂર બનાવ્યું છે, પરંતુ જીવનનો હિસાબ ટુકડા-ટુકડામાં નથી રાખવાનો હોતો. તેનું મહત્વ હંમેશા સંપુર્ણતામાં જ ગ્રહણ કરવામાં છે. 

ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !

આપણે અવાર નવાર વાંચતા હોઇએ છીએ કે જ્યાં સંબંધોની મીઠાશની ચોરી સ્માર્ટફોન ખુબ જ ચુપકીદીથી કરે છે અને આપણને તેની ખબર પડવાની વાત તો દુર પરંતુ ધ્યાન પણ નથી જતું. સ્માર્ટફોન સમાજને એકાંકીપણા તરફ ઘકેલી રહ્યો છે, જેનું માનવ મગજ પર ધીરે ધીરે સંપુર્ણ નિયંત્રણ આવતું જઇ રહ્યું છે. મોટા પ્રમાણમાં ગ્રાહકો તેની લતનો શિકાર બની ગયા છે. આ ફોન ઓછો અને કેમેરો વધારે બની ગયો છે. તેનું જ એક પરિણામ છે કે ફોન એવી તસ્વીરોથી લદાયેલો હોય છે જેના હેક, લીક થયા બાદ છુટાછેડાથી માંડીને આત્મહત્યા સુધીનાં કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. 

ડિયર જિંદગી : અગર તુમ ન હોતે...!!!

આપણે સ્માર્ટફોનને એવા લોકરની જેમ વાપરી રહ્યા છીએ, જેની ઘણી બધી ચાવીઓ છે. ચાવીઓ પણ એવા લોકો પાસે જેને આપણે ઓળખતા પણ નથી. જો કે આપણે એક એવા ભ્રમમાં હોઇએ છીએ કે મારો ફોન માત્ર અને માત્ર મારા નિયંત્રણમાં છે. જ્યારે સ્થિતી તેનાથી તદ્દન વિપરિત હોય છે. આપણો ફોન માત્ર ત્યાં સુધી જ સુરક્ષીત છે જ્યાં સુધી ડેટામાં સેંધમારી કરનારાને તેમાં કોઇ રસ નથી. આપણે જેવી કોઇ વસ્તુને મનુષ્ય કરતા વધારે મહત્વ આપીએ છીએ, તે આપણા પર હાવી થવા લાગે છે. કારણ કે આપણે તે વસ્તુને મનુષ્ય અને સંબંધોના વિકલ્પ તરીકે સ્વીકાર કરવા તરફ આગળ વધી રહ્યા હોઇએ છીએ.

ડિયર જિંદગી : આપણે કેવી રીતે બદલાઇએ?

સ્માર્ટફોન ઉપરાંત સોશિયલ મીડિયા સાથે પણ તેવું જ થયું છે. સોશિયલ મીડિયા એક વિશ્વનું સ્વરૂપ લઇ ચુક્યું છે. વર્ચુઅલ વિશ્વમાં જોડાયેલા લોકો એક પ્રકારની આભાસી કોલોની/ શહેરના સ્વરૂપે તેમાં વસવાટ કરવા લાગ્યા છે. તેમનો સાથ, તેમની વાતો, તેમનો ગમો, તેમનો અણગમો, તેમની મીઠી/કડવી વાતો આપણને એ રીતે પ્રબાવિત કરવા લાગી છે, જે રીતે આપણા પાડોશી સાથેના કે કોઇ નજીકના સંબંધી સાથેનાં વ્યવહાર હોય. 
હાં એખ અંતર જરૂર છે, તે છે કે અહીં તમે કોઇને સામ-સામે નથી હોતા. એટલા માટે તમે જેવી ઇચ્છો તેવી ભાષાનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. મનફાવે તેવી ભાષાનો ઉપયોગ કરવાની આઝાદી જો કે બુમરેંગ જેવી છે. આજે નહી તો કાલે તે તમારા ખોળામાં જ પડવાની છે. 

ડિયર જિંદગી : કોનાથી ડરો છો!

મીડિયા વિશ્લેષણ, તેના કામકાજ પર નજર રાખતી કંપનીઓનાં ઉચ્ચ અધિકારીઓએ 'ડિયર જિંદગી' પર ટિપ્પણી કરતા કહ્યું કે, આવા કિસ્સાઓમાં સૌથી વધારે અવિશ્વાસનાં રંગમાં એવા જ લોકો રંગાઇ રહ્યા છે જેમના પર સૌથી વધારે વિશ્વાસ હોય અથવા તો અપેક્ષા હોય. 

ડિયર જિંદગી : જો બંને સાચા હોય તો?

તેમણે કહ્યું કે, ટોપ પર બેઠેલા લોકો માહિતીના આદાન-પ્રદાન માટે વ્હોટ્સએપ કોલ કરે છે. હું કહું છું કે તેમાં યોગ્ય રીતે વાત નથી થઇ શકતી, તો તેઓ કહે છે કે એવું કરવું એટલા માટે જરૂરી છે કારણ કે આમાં વાતચીત રેકોર્ડ નથી થઇ શકતી. હવે જરા વિચારો આ કેવા પ્રકારનો ભરોસો કે વિશ્વાસ છે. જે વ્યક્તિ પાસેથી તમારે વિશ્વાસપાત્ર માહિતી જોઇએ છે તેના પર જ તમે વિશ્વાસ નથી કરી રહ્યા. 

ડિયર જિંદગી : બાળકોની ગેરેન્ટી કોણ લેશે!!

હાલનાં સમયમાં વ્હોટ્સએપનો ઉપયોગ એવા સંબંધોમાં જોવાઇ રહ્યું છે, જ્યાં વિશ્વાસ ખુબ જ ઓછો છે. જે સંબંધોના માળખામાં જ વિશ્વાસનો ભરોસો નથી, તે કેટલો આગળ જશે તે કહેવું મુશ્કેલ છે. સ્માર્ટફોન સાથે ચોંટેલા રહેવાની વાત ઘરોમાં ઉપદેશ જેવી થઇ ગઇ છે. માતા-પિતા બાળકોની આ આદતની ખુબ જ ફરિયાદ કરતા હોય છે, જો કે સૌથી રસપ્રદ બાબત છે કે તેઓ પોતે જ સૌથી વધારે તેનાથી ઘેરાયેલા હોય છે. આપણે યાદ રાખવું જોઇએ કે બાળકને કોઇ પણ સારી ટેવ માત્ર વાતોથી નહી પરંતુ વ્યવહારથી શીખવવાની છે. 

ડિયર જિંદગી : આત્મહત્યાના રસ્તે જનારા બાળકોના નામે એક ભાવુક ચિઠ્ઠી!!

વિશ્વમાં થઇ રહેલા સંશોધન જણાવે છે કે  સ્માર્ટફોનની જરૂરિયાત કરતા વધારે ઉપયોગના કારણે આંખોની સાથે મગજ અને વિચારવાની શક્તિ પર નકારાત્મક અસર પડી રહી છે. તેને સરળતાથી એવી રીતે સમજો કે પહેલા ટીવી આવ્યું. જેણે ચોરે અને ચોટે થતી મીટિંગોને ખતમ કરી અને માણસ/પરિવારને એક ઓરડા પુરતો સીમિત કર્યો. ત્યાર બાદ ડેસ્કટોપ અથવા કોમ્પ્યુટર આવ્યુ, ત્યાર બાદ આવ્યું લેપટોપ તેણે વ્યક્તિને એક રૂમનાં જ ખુણા સુધી સીમિત કર્યો. આ વર્તુળ સતત ઘટતું ગયું. લેપટોપ બાદ આવ્યો સ્માર્ટફોન. હવે સ્માર્ટફોનની સાથે તો વ્યક્તિ સતત એકલો અટુલો જ થતો જાય છે. 

ડિયર જિંદગી: સાથે રહેવા છતા પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય

આ સતત ઘટતું વર્તુળ, સંકોચાઇ રહેલો ભરોસો એવો ચક્રવ્યુહ છે, જેની રેંજમાં આપણે નવું વિશ્વ વસાવતા જઇ રહ્યા છીએ. એવું વિશ્વ જ્યાં તેને રચનારે તમામ અધિકારો પોતાની પાસે સુરક્ષીત રાખેલા છે ! આપણે બધા જ એક નિસહાય ગ્રાહક થવા તરફ આગળ વધી રહ્યા છીએ.

ઇ મેઇલ :dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામુ : ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media, 
વાસ્મે હાઉસ, પ્લોટ નં.4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોએડા (યુપી)
લેખક ઝી ન્યૂઝનાં ડિજીટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સલાહ ઇનબોક્સ કરો : https://www.facebook.com/dayashankar.mishra.54)