close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

દુ:ખ જીવનનો પર્યાય છે. એવું કોણ છે જે દુ:ખી નથી. દુ:ખ સમુદ્રમાં બરફના પહાડની જેમ છૂપાયેલું હોય છે. દેખાય છે થોડું પરંતુ ઘણું હોય છે. જે પોતાના જીવનમાં તેને પહાડ બનતા રોકી શકે છે, જામવા દેતા નથી, તે લોકો જીવનને એટલી જ સાર્થક દિશા આપવામાં સફળ નીવડે છે

Dayashankar Mishra | Updated: Feb 8, 2019, 10:46 AM IST
ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

દુ:ખ જીવનનો પર્યાય છે. એવું કોણ છે જે દુ:ખી નથી. દુ:ખ સમુદ્રમાં બરફના પહાડની જેમ છૂપાયેલું હોય છે. દેખાય છે થોડું પરંતુ ઘણું હોય છે. જે પોતાના જીવનમાં તેને પહાડ બનતા રોકી શકે છે, જામવા દેતા નથી, તે લોકો જીવનને એટલી જ સાર્થક દિશા આપવામાં સફળ નીવડે છે. તેનો દાયરો એટલો વ્યાપક છે કે તેની ચપેટમાં આવવાથી બચવું શક્ય નથી. હાં, તેને સંભાળી લેવાથી, બીજી બાજુ વાળી દેવાથી જીવનને નવી ઉર્જા, સાર્થકતા મળી શકે છે. 

યુવા મોહનદાસ કરમચંદ ગાંધીને આફ્રિકામાં ટ્રેનમાંથી ફેકી દેવામાં આવે છે. એવા સમયે કે જ્યારે તેઓ 'મહાત્મા' બનવાથી કોસો દૂર હતાં. મારપીટ અને ડબ્બામાંથી ઉપજેલા દુ:ખ, ગુસ્સાને ગાંધીએ હિંસક થવાની જગ્યાએ વ્યાપક કરી દીધા. તેને મનુષ્યના નાગરિક અધિકારી મેળવવાનું સાધન બનાવી લીધુ. આપણામાંથી મોટાભાગના લોકોને એક જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, પરંતુ દરેક તેમાંથી એક અલગ રંગ મેળવે છે! આપણે કયો રંગ પસંદ કરીએ છીએ, તે સંપૂર્ણ રીતે આપણા પર નિર્ભર કરે છે. 

ડિયર જિંદગી: પોતાના માટે જીવવું!

ભારતમાં યુવાઓ અને પરિણીત મહિલાઓમાં આત્મહત્યા તરફ ઝૂકાવ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે સમગ્ર દુનિયામાં મહિલાઓની સરખામણીમાં પુરુષોનો આત્મહત્યા દર ઘણો વધુ છે. આવામાં સમજવું જરૂરી છે કે ભારતમાં આ વિરોધાભાસ કેમ જોવા મળી રહ્યો છે. 

પહેલા યુવાઓની વાત: દબાણનો યોગ્ય રીતે સામનો ન કરવો, સંબંધોમાં તણાવ, ગુસ્સાને સંભાળી ન શકવો, યુવાઓની આત્મહત્યાના પ્રમુખ કારણોમાંથી એક છે. ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં જાતિ ગુણોત્તર, શિક્ષણ, સામાજિક સુરક્ષા ઘણી સારી છે. આમ છતાં દક્ષિણમાં આત્મહત્યાનો દર પ્રતિ લાખ ઘણો વધુ છે. તામિલનાડુમાં તે રાષ્ટ્રીય સરેરાશની સરમાણીએ ઘણો વધારે છે. તેને એમ પણ સમજી શકાય કે ભારતમાં આત્મહત્યાનો દર શિક્ષિત ભારતીયોમાં ઘણો વધુ છે. 

શું તેનો અર્થ એ છે કે શિક્ષિત વ્યક્તિ પોતાની ભાવનાઓને સંભાળવામાં ઘણો અકુશળ બની જાય છે. શિક્ષિત વ્યક્તિ જલદી હાર માની લે છે. તે પોતાની અપેક્ષાઓ, કઈંક હાંસલ કરવાની લઈને ખુબ ઉતાવળો બની જાય છે! તે પોતાના દુ:ખ, કોઈની પાસેથી મળેલી પીડા, હ્રદયભંગ (બ્રેકઅપ), ભૌતિક સુખમાં કમી અને સંબંધોમાં તણાવને બરાબર સંભાળી શકતો નથી. 

ખાસ કરીને ગુસ્સાને સંભાળવાના કેસોમાં યુવાઓ લગભગ બેકાબુ બની રહ્યાં છે. મહાનગરને તો છોડો હવે નાના નાના શહેરોમાં પણ નાની નાની વાતોમાં યુવાઓ હિંસક થઈ રહ્યાં છે. આપણે નાની અસુવિધાઓને દુ:ખ, ઊંડી ચિંતામાં ફેરવી નાખી છે. 

ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

અસલમાં મોટાભાગે તે જીવનશૈલીનો વિષય છે. આપણી અંદર ધીરે ધીરે ઉદારતા, સ્નેહની જગ્યાએ હિંસક, આક્રમકતા, કઠોરતા વધી રહ્યાં છે. કઠોરતા આપણા મન, ચેતનાને હિંસક બનાવે છે. આપણે એકતરફી વિચારવા લાગીએ છીએ. આ સોચની સૌથી વધુ કિમત આપણે જ ચૂકવવાની છે. 

આથી આપણે દુ:ખનું મેનેજમેન્ટ શીખવું પડશે. દુ:ખને સંભાળવાનું શીખવું પડશે. અસહજ સ્થિતિઓમાં પોતાને સહજ બનાવી રાખવા, પ્રસન્ન ચિત્ત રહેવું એ આપણું મનુષ્ય બની રહેવું, જીવિત, સુરક્ષિત રહેવાની દિશામાં સૌથી મોટું પગલું છે!

હવે વાત પરિણીત મહિલાઓમાં વધેલા ડિપ્રેશનની. તેના માટે થોડા પાછળ જવાની જરૂર છે. આજથી વીસ વર્ષ પહેલા થનારા લગ્નને જરા આજની સ્થિતિઓ સામે મૂકી જુઓ. તેમાં અને આજમાં સૌથી મોટું અંતર છોકરીઓના શિક્ષણ, તેમના બહારની દુનિયા સાથેના સંપર્કનું છે. આજે છોકરીઓની શિક્ષણ સુધી પહોંચ વધવાની સાથે બહારની દુનિયામાં થઈ રહેલા પરિવર્તન પણ સીધા તેમના સુધી પહોંચી રહ્યાં છે. જ્યારે પહેલા આ કામ માટે સીમિત સમય સુધી ચાલનારા ટીવી અને ઓછા પ્રમાણમાં મળતા અખબારો જ હતાં. 

થોડું ધ્યાન ધરશો તો સમજમાં આવશે કે આપણે પુત્રીઓને શિક્ષણ તરફ આગળ તો વધારી પરંતુ છોકરાઓ તો આપણા ઠેરના ઠેર જ રહી ગયાં. તેમનો દ્રષ્ટિકોણ, વલણ અને વિચારધારા હજુ પણ સામંતી છે. જૂના છે. તેમનામાં નવી હવાનો ઉદય બહુ ઓછો છે!

આવામાં સુશિક્ષિત, આધુનિક, નવા દ્રષ્ટિકોણવાળી છોકરીઓએ લગ્ન બાદ અસહજ સ્થિતિઓનો સામનો કરવો પડી  રહ્યો છે. પતિનું ફેસબુક તો આધુનિકતાનો સંગ્રહાલય છે, પરંતુ ઘર અને પોતાના રૂમમાં તો હજુ પણ તે એટલો જ સામંતી છે. પત્ની પ્રત્યે વ્યવહાર, તેના માનવાધિકારો પ્રત્યે જાગરૂકતા અંગે વિશ્વાસથી કશું કહી શકાય નહીં. 

ડિયર જિંદગી : પરિવર્તનથી પ્રેમ

આપણે આધુનિક પુત્રી માટે તો તૈયાર થઈ ગયા છીએ પરંતુ વહુ હજુ પણ શક્ય હોય તેટલી 'જૂની' વિચારસરણીવાળી જોઈએ છે. આ વિચારધારા સાથે નવી પરણેલી યુવતીઓ તાલમેળ બેસાડી શકતી નથી. સમાજ તો દૂર પરિવાર સુદ્ધા તેમને સાથ આપતો નથી! જેના કારણે તેઓ ઊંડા તણાવ તરફ આગળ વધે છે.

પુત્રીઓ પારકું ધન હોય છે! તેમના કન્યાદાનથી કર્તવ્ય  પૂરું થયું જેવા વાક્યો જ્યાં સુધી સમાજમાં ગુંજતા રહેશે, છોકરીઓ, પરિણીત મહિલાઓનો આત્મહત્યા દર ઓછો કરવો સરળ નહીં રહે. અસલમાં યુવકોને શિક્ષિત, આધુનિક નારીને અનુકૂળ બનાવવાનું કામ જ્યાં સુધી પૂરું નહીં થાય, આત્મહત્યાને રોકવી શક્ય નહીં બને!

કોઈને બદલવા માટે જીવિત રહેવું જરૂરી છે. જે જીવિત રહીને ન બદલી શકે, તેને મૃત્યુ બાદ બદલવું શક્ય નથી! આથી દુ:ખને સંભાળતા શીખો, જીવિત રહો!

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઈમેઈલ: dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી
(દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
https://www.facebook.com/dayashankar.mishra.54)