ડિયર જિંદગી : 'અલગ' થાઓ, પણ જીવંત રહો

આપણે બહારની દુનિયા, ગરીબી અને ભારે મહેનતથી નથી તૂટતા પણ દસ બાય દસના રૂમમાં પતિ-પત્ની, મિત્ર તેમજ પ્રેમી-પ્રેમિકાને તણાવ ભરડો લે તો એની પકડમાંથી નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે

Updated By: Sep 12, 2018, 11:20 AM IST
ડિયર જિંદગી : 'અલગ' થાઓ, પણ જીવંત રહો

તે 'ડિયર જિંદગી'ની સજાગ વાચક નથી પણ એને એ વાતની ખબર છે એમાં શું વાતો થાય છે તેમજ એમાં શું સંવાદ થાય છે. જોકે આ પછી પણ તેને આમાં ક્યારેય રસ નથી પડ્યો. તેને 'ડિયર જિંદગી'માં ખાસ રૂચિ ન હોવા છતાં તે આપણા સંયુક્ત પરિવારનો હિસ્સો છે. તે છે બહુ અંતર્મુખી અને એટલે ખાસ વાત પણ નથી થતી. 

આ સંજોગોમાં જ્યારે સવારે ફોન પર તેણે ચિંતાભર્યા સ્વરમાં કહ્યું, 'તેણે જીવ આપવાની શું જરૂર હતી. જો ઘરમાં કલહ હતો તો તેને ડિવોર્સ આપી દેવા હતા. 31 વર્ષની વય આત્મહત્યા કરવા માટે થોડી હોય છે!' 

રસપ્રદ વાત એ છે કે તે કાનપુરના જે એસપી સુરેન્દ્ર દાસની આત્મહત્યાનો ઉલ્લેખ કરી રહી હતી તેની સાથે તેનો કોઈ સીધો સંબંધ નહોતો. માત્ર એક સંબંધ હતો, માનવતાનો. બીજાના દુખ સાથે આપણું મન જોડાઈ શકે છે એ સંબંધ.  

તેમની વાત સમાપ્ત થઈ ત્યારે મેં કહ્યું, 'જે તમે કહી રહ્યા છો એના પર તો સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે.' હું 'ડિયર જિંદગી'માં આ વાત કહેવાનો જ પ્રયાસ કરું છું કે ક્યારેય આત્મહત્યા ન કરો...છોડી દો...ભુલી જાઓ...અને નવી શરૂઆત કરો. જોકે, દુખ, ત્વરિત ક્રોધ અને નફરતની પટ્ટી ક્યારેય આંખો પર એટલી મજબૂત રીતે બાંધી દેવામાં આવી હોય છે કે આપણે આપણી જાતને જાળવવા કરતા બીજાને 'પાઠ' ભણાવવા માટે વધારે તત્પર થઈ જઈએ છીએ. 

ડિયર જિંદગી : ‘દુખી’ રહેવાનો નિર્ણય !

સુરેન્દ્ર દાસ વિશે વિશે જે અનેક વાતો સામે આવી છે એ પ્રમાણે તે બીજાને પ્રોત્સાહિત કરનારા હતા. આઇપીએસમાં પસંદગી થયા પછી પણ તેઓ ગામના બાળકો તેમજ યુવાનોના સંપર્કમાં રહેતા હતા પણ લગ્ન પછી સમીકરણ બદલાઈ ગયા. તેમના લગ્ન સંભવત: પ્રેમલગ્ન હતા. આ પછી પરિવારમાં એટલો કલહ વધી ગયો કે ગરીબી અને ભારે સંઘર્ષ સામે હાર ન મારનાર સુરેન્દ્ર દાસ આખરે જીવનથી થાકીને હારી ગયા. 

હું સતત આ વાતનો વિનમ્રતાનો ઉલ્લેખ કરતો રહું છું કે આપણે આપણે બહારના તણાવથી ઓછા અને ઘરના ટેન્શનથી વધારે હાર માની લઈએ છીએ. આપણે અંદરને અંદર ધુંધવાઈ રહ્યા છીએ. આપણે બહારની દુનિયા, ગરીબી અને ભારે મહેનતથી નથી તૂટતા પણ દસ બાય દસના રૂમમાં પતિ-પત્ની, મિત્ર તેમજ પ્રેમી-પ્રેમિકાને તણાવ ભરડો લે તો એની પકડમાંથી નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે. આખરે કેમ ! 

આપણે ઘણીવાર બીજાના જીવન સાથે આપણી જાતને એટલા 'અટેચ' કરી લઈએ છીએ કે તેમના વગર જિંદગીનો કોઈ અર્થ નથી સમજતા. તેમના તરફથી મળેલા આઘાતથી નીકળવાનું દૂર પણ એના સિવાય કંઈ વિચારવાનું જ નથી ઇચ્છતા. 

ડિયર જિંદગી: સત્યના પ્રયોગ- 2

આ સંજોગોમાં સુરેન્દ્ર દાસ એવો નિર્ણય લે છે જે બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. જોકે જરા ધીરજપૂર્વક વિચારવામાં આવે તો સમજાશે કે હકીકતમાં તો આપણી મજબૂતી એવા લોકો સાથે સંબંધ નિભાવવામાં છે જેના જીવનનો આધાર આપણે છીએ. 

હું આ વાત લખી રહ્યો છું એની પાછળ મોટું કારણ છે. એકાદ મહિના પહેલાં હું દિલ્હીના એક યુવાન આઇએએસને મળ્યો હતો. તેની નોકરીને બે વર્ષ પણ નહોતા થયા અને તે તણાવગ્રસ્ત બની ગયો હતો. મેં તેના મિત્રને કહ્યું હતું કે આનું ખાસ ધ્યાન રાખજો. સારી વાત એ છે કે તેમની સ્થિતિ અત્યારે થોડી સારી છે. 

મોટા પદ પર બેસેલો યુવાન તણાવગ્રસ્ત રહે છે કારણ કે તે પોતાના પદ, ઓફિસ અને ઘરની પોઝિશનમાં કોઈ તફાવત નથી કરતા. તેઓ ઘરમાં પણ આઇએએસ ઓફિસર બની રહેવાની ભુલ કરે છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આ ભુલ સૌથી મોટી છે. આપણે નોકરી અને સંબંધોની દુનિયામાં અટવાઈ ગયા છીએ. 
  
ડિયર જિંદગી: સત્યના પ્રયોગ-1

આપણે જીવનમાં નોકરી અને સંબંધ પર પ્રેમ અને સ્નેહનો ગાઢ લેપ લગાવવો પડશે. જેના પર તણાવ અને ડિપ્રેશનનો ઓછાયો દેખાય એના પર દિલ ખોલીને સ્નેહનો લેપ લગાવવો જોઈએ. 

આ સ્નેહ, સંવાદ તેમજ જીવન પ્રત્યેનો સ્વતંત્ર અને સ્પષ્ટ અભિગમ જ આપણને આત્મહત્યા જેવા ખતરાથી બચાવી શકે છે. 

શુભકામના સહિત...

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)