ડિયર જિંદગી: સંબંધોના ફૂલ અને કાંટા!

જો તમે એકલા હોવ તો આ નજીકની વ્યક્તિ તમારો મિત્ર, દોસ્ત, ભાઈ હોઈ શકે છે. જો પરણિત હોવ તો તે વ્યક્તિ તમારો જીવનસાથી હોવાની શક્યતા વધી જાય છે!

Updated By: Dec 20, 2018, 02:41 PM IST
ડિયર જિંદગી: સંબંધોના ફૂલ અને કાંટા!

જ્યારે આપણે બહારની વસ્તુઓ સામે જીતીએ છીએ, ત્યારબાદ જે વ્યક્તિ આપણી સૌથી નિકટ છે તેની સાથે આપણો સંઘર્ષ શરૂ થઈ જાય છે. જો તમે પરણિત હોવ તો તે વ્યક્તિ તમારો જીવનસાથી હોય તેની શક્યતા સૌથી વધુ છે!

કોઈ આપણને એટલા પણ મજબુત કેવી રીતે બનાવી દે કે આપણે દુનિયાનો સામનો હસતા મોંઢે સરળતાથી કરી લઈએ છીએ. તેનાથી બિલકુલ વિપરિત કોઈ એક સંબંધ આપણને એટલા નબળા બનાવી દે છે કે જિંદગી નાના અમથા ઉલટફેરનો સામનો પણ કરી શકતી નથી!

આમ જોશો તો જાણવા મળશે કે સંબંધ જે પ્રકારના તડકામાં ખીલે છે, કઈંક તેવી જ રીતના તડકામાં ચીમળાઈ પણ જાય છે. જેનાથી સંબંધોને વિટામીન મળે છે, આપણે તે 'કેમિસ્ટ્રી'ને સમજવાની જરૂર છે! હાલના સમયમાં દિલ્હી જેવા મહાનગરોની સાથે સાથે ભોપાલ, લખનઉ, પટણા, રાંચી અને જયપુર જેવા શહેરોમાં પણ દરરોજ જાણે કે એક સમાચારની જગ્યા પહેલેથી જ નક્કી થઈ રહી છે અને તે છે આત્મહત્યાની!

ડિયર જિંદગી: તમે માતાને મારી પાસે કેમ મોકલ્યા!

હું દરરોજ દિલ્હી, દેશના લગભગ દસથી પંદર અખબાર જોયા બાદ આ વાત કરવા જઈ રહ્યો છું. આત્મહત્યાના સમાચારોના પ્રકાર, સામે આવેલા સંભવિત કારણોના આધારે કહી શકાય છે કે મોટાભાગની આત્મહત્યાઓના કિરદાર, કારણ માનસિક છે. જો તમે તે દિવસના અખબાર વાંચીને બાજૂએ નહીં મૂક્યા હોય તો જ્યારે તમે આવા સમાચારોના મૂળ કારણ સુધી જવાની કોશિશ કરશો તો જાણવા મળશે કે તેમાં ક્યાંકને ક્યાંક 'મનના પેચ' ખુબ ઊંડા છે. 

હાલમાં જ દિલ્હીમાં એક એવો કેસ સામે આવ્યો, જેમાં એક યુવા દંપત્તિ, કે જેમણે પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતાં. ખુબ મુશ્કેલીઓ બાદ બધાને મનાવવામાં સફળતા મળી. બધુ બરાબર થયું તો એક બીજા સાથે તકરાર શરૂ કરી દીધી!

પહેલી નજરમાં તો આ વાત વિચિત્ર લાગી શકે છે, પરંતુ અનેક સંબંધો, ભૂમિકાઓને ધ્યાનમાં લઈને, અનેક વર્ષોના અભ્યાસ, સંવાદ બાદ હું આ વાત કરવા જઈ રહ્યો છું કે જ્યારે આપણે બહારની વસ્તુઓ સામે જીતીએ છીએ, તો ત્યારબાદ જે વ્યક્તિ આપણી સૌથી નજીક હોય છે તેની સાથે આપણો સંઘર્ષ શરૂ થઈ જાય છે!

ડિયર જિંદગી : બાળકો માટે રસ્તો તૈયાર કરવાને બદલે તેમને પોતાની કેડી કંડારવામાં મદદ કરો !

જો તમે એકલા હોવ તો આ નજીકની વ્યક્તિ તમારો મિત્ર, દોસ્ત, ભાઈ હોઈ શકે છે. જો પરણિત હોવ તો તે વ્યક્તિ તમારો જીવનસાથી હોવાની શક્યતા વધી જાય છે!

જો તમે એક બીજાને સાંભળવાની, સમજવાની ક્ષમતા વિકસિત ન કરી શક્યા હોવ તો આવું બને તે સ્વાભાવિક છે. આ એક જીવનશૈલી છે. જે એક જ દિવસમાં તમારામાં સમવિષ્ટ થતી નથી. એક પ્રક્રિયા હેઠળ તમારે તમારી જાતને તેમાં ઢાળવી પડે છે. 

પરંતુ જો તમે હંમેશા પોતાના દ્રષ્ટિકોણથી જ ચીજોને જોશો તો સંબંધોનો બગીચો મહેંકવાની જગ્યાએ ચીમળાવવા લાગશે. તમને તમારા જીવનસાથી, મિત્ર, પરિવારની કોઈ વાત ગમે તેટલી ખટકે, ખરાબ લાગે, પરંતુ તેનું સમાધાન 'આત્મહત્યા' કેવી રીતે હોઈ શકે. આત્મહત્યા તો અસલમાં સજા છે, જેને તમે થોડીવાર, સમય, વર્ષ પહેલા એટલો પ્રેમ કરતા હતાં કે તેના વગર જીવન જ તમને શક્ય નહતું લાગતું. 

ડિયર જિંદગી: ‘ગંભીર’ ઉછેર!

આથી, મારી નમ્ર વિનંતી છે કે સ્વયંને અંદરથી ખાલી કરવાનું કેન્દ્ર બનાવો. સ્વયંને મુક્ત કરવા, પોતાની અંદર સમાયેલી નેગેટિવ ઉર્જાને બહાર કાઢવા માટે સાહિત્ય, સિનેમા, સંવાદ આ ત્રણેય સુલભ સાધન છે.  તેમની આંગળી પકડો જેથી કરીને જિંદગીનો સાથ જળવાઈ રહે. 

જીવનનો હાથ પકડી રાખવા, જિંદગીનો સાથ નિભાવવા માટે ક્યારેય એ રસ્તાની પસંદગી ન કરો કે જેનાથી સંવાદ હંમેશા માટે તૂટી જાય છે. થોડા સમય પહેલા તમે જેમને સૌથી વધુ પ્રેમ કરવાનો દાવો કરતા હતાં, તેમની સાથેના સંબંધની તિરાડનો ખટકો આજીવન તેમના મનમાં રહી જાય છે. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)