ફિલ્મ ''બદલા''માં અમિતાભ બચ્ચને 'ગુડિયા'ને આપ્યો પોતાનો અવાજ!

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ''બદલા'' આ અઠવાડિયે પોતાની દમદાર ક્રાઇમ થ્રિલર કહાણી સાથે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મનુ ગીત ''ઔકાત''ને પોતાનો અવાજ આપ્યા બાદ હવે અમિતાભ બચ્ચને ''ગુડિયા''ને પોતાનો અવાજ આપ્યો છે.

Updated By: Mar 5, 2019, 05:11 PM IST
ફિલ્મ ''બદલા''માં અમિતાભ બચ્ચને 'ગુડિયા'ને આપ્યો પોતાનો અવાજ!

મુંબઇ: દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ''બદલા'' આ અઠવાડિયે પોતાની દમદાર ક્રાઇમ થ્રિલર કહાણી સાથે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મનુ ગીત ''ઔકાત''ને પોતાનો અવાજ આપ્યા બાદ હવે અમિતાભ બચ્ચને ''ગુડિયા''ને પોતાનો અવાજ આપ્યો છે.

''ગુડિયા''હરિવંશ રાય બચ્ચન દ્વારા લખવામાં આવેલી એક કવિતા જેને ''બદલા''માં ઉપયોગ કરવામાં આવી છે. ફિલ્મમાં તાપસી પન્નૂનું પાત્ર આ કવિતાથી ખૂબ હળેમળે છે. એટલા માટે અમિતાભ બચ્ચને પોતે આ કવિતાને તપાસી માટે ફિલ્મમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં સાંભળવા મળનાર આ કવિતાને અમિતાભ બચ્ચને પોતે પોતાનો અવાજ રેકોર્ડ કર્યો છે જે તેને વધુ ખાસ બનાવે છે. 

ફિલ્મનું સસ્પેંસ ટ્રેલર અને પોસ્ટર જોયા બાદ હવે દરેક જણ આ ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે. સમીક્ષકો દ્વારા વખાણેલી અને મનપસંદ ફિલ્મ પિંક બાદ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂ ફિલ્મ ''બદલા'' બીજી તરફ એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરતાં જોવા મળશે. સાથે આ મલયાલમ અભિનેતા ટોની લ્યૂકની આ પ્રથમ ફિલ્મ છે. 

બદલાને રેડ ચિલીઝ એંટરટેનમેંટ દ્વારા એજ્યોર એંટરટેનમેંટના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવી છે. ગૌરી ખાન, સુનીર ખેતરપાલ અને અક્ષય પુરી દ્વારા નિર્મિત, ક્રાઇમ થ્રિલર સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત છે, જેમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં છે અને 8 માર્ચ 2019ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.