Sitaare Zameen Par: દમદાર છે સિતારેં ઝમીન પર ફિલ્મનું ટ્રેલર, આમિર ખાન બનશે બાસ્કેટ બોલ કોચ, જુઓ Video

Sitaare Zameen Par Trailer: આમિર ખાનની ફિલ્મ તારે ઝમીન પર આજે પણ લોકપ્રિય છે. આ ફિલ્મ પછી ફરી એકવાર આમિર ખાન સિતારે ઝમીન પર ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે.
 

Sitaare Zameen Par: દમદાર છે સિતારેં ઝમીન પર ફિલ્મનું ટ્રેલર, આમિર ખાન બનશે બાસ્કેટ બોલ કોચ, જુઓ Video

Sitaare Zameen Par Trailer: બોલીવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન ફરી એકવાર ઈમોશનલ કરી દે તેવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. સિતારે ઝમીન પર ફિલ્મ આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મની એક ઝલર ટ્રેલર તરીકે જોવા મળી છે. આ ફિલ્મ 2007 માં આવેલી ફિલ્મ તારે ઝમીન પરની સીક્વલ છે તેવું કહેવાય છે. 

ફિલ્મની ટેગલાઈન સબકા અપના અપના નોર્મલ... છે જે દર્શકોના હૃદયને સ્પર્શી જાય તેવી છે. ટ્રેલરમાં આમિર ખાન એક એન્ગ્રી બાસ્કેટબોલ કોચની ભુમિકામાં જોવા મળે છે. જેને કોર્ટ સજા તરીકે દિવ્યાંગ બાળકોને બાસ્કેટબોલની ટ્રેનિંગ આપવાની જવાબદારી આપે છે. 

ફિલ્મમાં બાળકોની માસૂમિયત અને તેમના સંઘર્ષને દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાળકોની શાનદાર એક્ટિંગ તમારું દિલ જીતી લેશે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા દેશમુખ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મના નિર્માતા આમિર ખાન, અપર્ણા પુરોહિત, રવિ ભગચંદના છે. 

આમિર ખાનની નવી ફિલ્મના ટ્રેલર સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 20 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આમિર ખાનના પ્રોડક્શન દ્વારા ફિલ્મનું ટ્રેલર ઈંસ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યું છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 1 ટિંગૂ બાસ્કેટ બોલ કોચ અને 10 તોફાની સ્ટાર્સ અને તેની યાત્રા...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news