Gauri Spratt: આ કારણે 60 વર્ષના આમિર પર ફિદા થઈ ગઈ ગૌરી, બધા વચ્ચે બિંદાસ જણાવી દીધી સીક્રેટ વાત

Gauri Spratt:  જ્યારથી આમિર ખાને તેના અને ગૌરી સ્પ્રૈટના અફેરનો ખુલાસો કર્યો છે ત્યારથી લોકો ગૌરી વિશે વધુને વધુ જાણવા માંગે છે. હોલીવુડ અભિનેત્રી જેવી સુંદર ગૌરી 60 વર્ષના આમિર ખાનના પ્રેમમાં કેવી રીતે પડે તેના વિશે તેણે ખુલાસો કર્યો છે. 
 

Gauri Spratt: આ કારણે 60 વર્ષના આમિર પર ફિદા થઈ ગઈ ગૌરી, બધા વચ્ચે બિંદાસ જણાવી દીધી સીક્રેટ વાત

Gauri Spratt: આમિર ખાને તેના જન્મદિવસે લોકોને સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે. આમિરે પોતાના અને ગૌરીના અફેર વિશે પુષ્ટી કરી દીધી હતી. આમ તો ઘણા સમયથી ચર્ચા હતી કે આમિર ખાનના જીવનમાં કોઈ છે. પરંતુ આમિરે તેના બર્થ ડે પર જણાવ્યું કે તે ગૌરી નામની એક મહિલાને ડેટ કરે છે. 

ગૌરી અને આમિર એક બીજાને 25 વર્ષથી ઓળખે છે. જ્યારે આમિરે આ વાત જણાવી ત્યારે ગૌરી તેની પાસે જ હતી પરંતુ તેમણે મીડિયાને અનુરોધ કર્યો હતો કે તેની તસવીરો ક્લીક કરવામાં ન આવે. આ સમયે મીડિયાએ પુછેલા પ્રશ્નોનો જવાબ પણ ગૌરીએ આપ્યો હતો. 

એક રીપોર્ટ અનુસાર જ્યારે ગૌરીને પુછવામાં આવ્યું કે આમિરની કઈ વાત તેને સૌથી વધુ રોમાંટિક લાગે છે ? તો ગૌરીએ જણાવ્યું કે આમિર અકદમ રોમાંટિક માણસ છે. તે રોજ તેના માટે કંઈ ને કંઈ રોમાંટિક કરે રાખે છે. આમિર ખાને જણાવ્યું હતું કે તેણે ગૌરીની મુલાકાત તેના પરિવાર અને તેના મિત્ર સલમાન અને શાહરુખ સાથે પણ કરાવી છે. 

કોણ છે ગૌરી સ્પ્રૈટ ?

ગૌરી સ્પ્રૈટ રીતા સ્પ્રૈટની દીકરી છે. જે બૈંગલોરમાં એક સલૂનની માલિક છે. તેની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર તે મુંબઈમાં બીબ્લંટ સલુન ચલાવે છે. ગૌરીનો એક દીકરો પણ છે જેની ઉંમર 6 વર્ષની છે. આમિર અને ગૌરી એકબીજાને 25 વર્ષથી ઓળખે છે પરંતુ બંનેએ 18 મહિનાથી ડેટિંગ શરુ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news