ગુજરાતી ન્યૂઝEntertainmentActor Manoj Kumar Death: એકમાત્ર એક્ટર જેણે સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને વટથી જીતી પણ ગયા

Actor Manoj Kumar Death: એકમાત્ર એક્ટર જેણે સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને વટથી જીતી પણ ગયા

Manoj Kumar Passes Away: બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન થઈ ગયું છે. જે પોતાની દેશભક્તિ માટે પ્રખ્યાત હતા તેવા એક્ટરે દેશની સરકારનો પરસેવો છોડાવી દીધો હતો. મનોજ કુમારે આવું શા માટે કર્યું ચાલો તમને જણાવીએ.
 

Actor Manoj Kumar Death: એકમાત્ર એક્ટર જેણે સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને વટથી જીતી પણ ગયા

Manoj Kumar Passes Away: બોલીવુડ ફિલ્મ અભિનેતા મનોજકુમારનું આજે નિધન થયું છે તેઓ 87 વર્ષના હતા. મનોજકુમાર બોલીવુડ ફિલ્મોમાં દેશભક્તિની અલખ જગાડવા માટે પ્રખ્યાત છે. દેશભક્તિની ફિલ્મોના કારણે તેને ભારત કુમાર ઉપનામ આપવામાં આવ્યું હતું. જોકે એક સમયે એવો પણ હતો જ્યારે મનોજકુમાર ભારત સરકાર સામે જ કોર્ટે ચઢ્યા હતા. મનોજ કુમારે ભારત સરકાર વિરુદ્ધ કેસ કર્યો હતો અને આ કેસ તેઓ જીતી પણ ગયા હતા. આ કેસ પરથી સાબિત થઈ ગયું કે મનોજકુમાર શાનદાર એક્ટર હોવાની સાથે બહાદુર અને દિલેર ઇન્સાન પણ હતા.

Add Zee News as a Preferred Source

મનોજકુમાર વિશે કહેવાય છે કે તે એકમાત્ર એવા એક્ટર છે જેણે સરકાર વિરુદ્ધ કેસ કરવાની હિંમત કરી હતી. જ્યારે દેશમાં ઇમર્જન્સી લાગુ થઈ હતી ત્યારે આ ઘટના બની હતી. 1975 માં ઇન્દિરા ગાંધીની સરકારે દેશમાં ઇમર્જન્સી લાગુ કરી તે વાતનો મનોજકુમાર એ વિરોધ કર્યો હતો. જેના કારણે સરકાર નારાજ થઈ ગઈ અને તેમણે મનોજકુમાર સહિત એ દરેક એક્ટરની ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધા જેમણે ઇમર્જન્સી નો વિરોધ કર્યો હતો. 

સુચના એવં પ્રસારણ મંત્રાલયે મનોજકુમારની ફિલ્મ 10 નંબરી પર પ્રતિબંધ મુકી દીધઓ. સાથે જ તેની બીજી ફિલ્મ શોર સાથે પણ આવું જ કંઈક કર્યું. શોર ફિલ્મ ને તો થિયેટરમાં રિલીઝ થાય તે પહેલા જ સરકારે દૂરદર્શન પર દેખાડી દીધી જેના કારણે લોકો સિનેમા ઘર સુધી ગયા જ નહીં અને દિલીપકુમારને ભારે નુકસાન થયું.

આ વાતથી નારાજ અભિનેતાએ ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ કેસ કરી દીધો. સૌથી મહત્વની વાત એ રહી કે આ કેસ મનોજકુમાર જીતી ગયા અને સરકારને જબરદસ્ત મેસેજ મળ્યો. કેસ હાર્યા પછી સૂચના એવં પ્રસારણ મંત્રાલયે મનોજકુમારનો સંપર્ક કર્યો અને તેમને ઇમર્જન્સી પર એક ફિલ્મ બનાવવાની ઓફર કરી પરંતુ મનોજકુમાર એ તેમની ઓફર ઠુકરાવી દીધી અને તેઓ ક્યારેય સરકાર માટે કામ કરવા માન્ય નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news