નવી દિલ્હી : માતાપિતાનો ઋણ બાળકો ક્યારેય નથી ફેડી શકતા પણ ક્યારેય તેમના માટે કંઈ કરવાની તક મળે તો એ છોડવી ન જોઈએ. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ને પણ હાલમાં આવું જ મહત્વનું કામ કર્યું. તેણે પોતાના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયના જન્મદિવસે યાદગાર બનાવવા એવું પગલું ભર્યું કે જેને જાણીને દરેક દિકરી ગર્વ અનુભવશે. ઐશ્વર્યાએ પોતાના પિતાની જયંતિના દિવસે એવા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો જેના માટે હસવાનું કામ તબીબી કારણોસર મુશ્કેલ છે. ઐશ્વર્યાએ ગયા વર્ષની જેમ આ આ વર્ષે પણ પિતાનો જન્મદિવસ સ્માઇલ ફાઉન્ડેશન સાથે સેલિબ્રેટ  કર્યો. આ સંસ્થા કપાયેલા હોઠ અને તાળવાવાળા બાળકોની સર્જરી અને ઇલાજના કરાવવાના ફિલ્ડમાં સક્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીર પણ શેયર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે 'અમારા સ્માઇલવાળો દિવસ'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...