Aishwarya Rai Car Accident : ઐશ્વર્યા રાયની કારને બસે મારી ટક્કર, અકસ્માતનો Video આવ્યો સામે

Aishwarya Rai Car Accident : બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેની લક્ઝરી કાર ટોયોટા વેલફાયરને મુંબઈના રસ્તા પર કથિત રીતે બસે ટક્કર મારી હતી. બસે અભિનેત્રીની કારને પાછળથી ટક્કર મારી હતી.

Aishwarya Rai Car Accident : ઐશ્વર્યા રાયની કારને બસે મારી ટક્કર, અકસ્માતનો Video આવ્યો સામે

Aishwarya Rai Car Accident : બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની લક્ઝરી કાર ટોયોટા વેલફાયર બુધવારે રોડ અકસ્માતનો ભોગ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસે અભિનેત્રીની કારને પાછળથી ટક્કર મારી હતી, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત સમયે ઐશ્વર્યા કારમાં હતી કે નહીં.  અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં MSRTC બસ ટોયોટા વેલફાયરની પાછળ ફસાયેલી જોવા મળે છે. 

કેટલી મોંઘી છે ઐશ્વર્યાની કાર ?

ઐશ્વર્યા રાય તેની કાર ટોયોટા વેલફાયરમાં ઘણી વખત જોવા મળી છે. તેણે ગયા વર્ષે જ પોતાના કાર કલેક્શનમાં આ કારનો સમાવેશ કર્યો હતો. ટોયોટાની આ એમપીવી બહારથી એક બોક્સ જેવી લાગે છે, પરંતુ અંદરથી તે ખૂબ જ આરામદાયક કાર છે. ઐશ્વર્યા સિવાય બોલિવૂડના બીજા ઘણા સ્ટાર્સ પણ આ કારમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. Toyota Vellfire MPVના VIP એક્ઝિક્યુટિવ લાઉન્જની એક્સ-શોરૂમ કિંમત લગભગ 1.30 કરોડ રૂપિયા છે. કારમાં કેપ્ટન સીટો વેન્ટિલેટેડ છે અને તેમાં હીટેડ ફંક્શનની સુવિધા પણ છે.

 

સોનુ સૂદની પત્નીનો પણ ખતરનાક અકસ્માત થયો હતો

24 માર્ચે બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્ની સોનાલી સૂદની કારને નાગપુરમાં અકસ્માત થયો હતો. તેની કાર ટ્રક સાથે અથડાઈ હતી, પરંતુ રાહતની વાત એ છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. સોનાલીની સાથે તેની બહેનનો પુત્ર અને એક મહિલા પણ કારમાં હતી. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ સોનુ સૂદ તરત જ તેની પત્ની પાસે પહોંચ્યો હતો. હાલ સોનાલી સૂદ, તેની બહેન અને ભત્રીજાની નાગપુરની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે સોનાલી અને તેની બહેન ડોકટરોની દેખરેખ હેઠળ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહી છે. બંનેની હાલત સ્થિર છે. સોનુ સૂદ પણ સતત તેની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news