મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું... 14 વર્ષની ઉંમરે જ શરાબી બની ગયો હતો આ સુપરસ્ટાર, હવે રોજ પીવે છે આટલો દારૂ

Ajay devgan on Alcohol: બોલિવૂડના ઘણા કલાકારો એવા રહ્યા છે જેઓ દારૂના વ્યસની હતા, પરંતુ બહુ ઓછા લોકોએ તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને જાહેર કર્યું છે કે તેઓએ આ ખરાબ આદતને કેવી રીતે દૂર કરી. આજે અમે તમને આવા જ એક સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું... 14 વર્ષની ઉંમરે જ શરાબી બની ગયો હતો આ સુપરસ્ટાર, હવે રોજ પીવે છે આટલો દારૂ

Ajay devgan on Alcohol: બોલીવુડના ગંભીર અને સંયમિત અભિનેતાઓમાંથી એક તરીકે ઓળખાતા અજય દેવગણ પોતાની આંખો અને સંયમિત અભિનયથી દરેક પાત્રને જીવંત બનાવે છે. સ્ક્રીન પર જેટલા સંયમિત અને રહસ્યમય દેખાય છે, વાસ્તવિક જિંદગીમાં પણ તેટલા જ શાંત, શિસ્તબદ્ધ અને સમજી-વિચારીને બોલનારા વ્યક્તિ છે. જો કે, હાલમાં જ અજયે પોતાના અંગત જીવનનો એક એવો પાસાનો ખુલાસો કર્યો જેણે તેના ફેન્સને હેરાન કરી દીધા. અભિનેતાએ ખુલાસો કર્યો કે, એક સમયે તેઓ ખૂબ જ દારૂ પીતા હતા અને આ વ્યસન તેમની જિંદગીમાં ફક્ત 14 વર્ષની ઉંમરે શરૂ થયો હતો.

14 વર્ષની ઉંમરે શરૂ થઈ સફર
અજય દેવગણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, તેમણે પહેલી વાર દારૂ ત્યારે પીધો હતો, જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા. મિત્રોની વચ્ચે મસ્તી-મજાકમાં તેમણે એક ચુસ્કી લીધી, અને તેમને લાગ્યું કે આ તો બસ એક વખતની વાત હશે. પરંતુ ધીમે-ધીમે તે આદતમાં બદલાઈ ગઈ. અજયના શબ્દોમાં, "શરૂઆતમાં તો મેં ફક્ત ટ્રાય કર્યો, પરંતુ પછી તે એક રૂટિન બની ગયું. ઘણી વખત છોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સરળ નહોતું." તે સમયે તેમને અહેસાસ થયો કે, લત લાગવી ખૂબ જ સરળ છે, પરંતુ તેમાંથી બહાર નિકળવું ખૂબ જ મુશ્કેલ.

Add Zee News as a Preferred Source

જ્યારે અજયે કબૂલ્યું કે તેમને લત લાગી ગઈ હતી
અજય દેવગણે નિખાલસતાથી સ્વીકાર્યું કે, એક સમય હતો જ્યારે તે ખૂબ જ દારૂ પીતો હતો. તેમણે કહ્યું કે, "હું તેને ક્યારેય છુપાવતો નથી. હું ખૂબ જ દારૂ પીતો હતો. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મને મહેસૂસ થયું કે હવે બંધ કરવું જરૂરી છે." આ નિર્ણય પછી અજય પોતાની સંભાળ રાખવા માટે એક વેલનેસ સ્પામાં જોડાયો, જ્યાં તેમણે દારૂ સંપૂર્ણપણે છોડી દીધો. આ પગલું તેના જીવનમાં એક વળાંક સાબિત થયું. તેમણે સમજાયું કે દારૂ તેના નિયંત્રણમાં હોવો જોઈએ, ન કે દારૂના નિયંત્રણ.

હવે કેવી છે તેમની આદત?
આજનો અજય દેવગન પહેલા જેવો નથી રહ્યો. હવે તેઓ સંપૂર્ણપણે આત્મ-નિયંત્રિત વ્યક્તિ છે. તેઓ કહે છે કે, "મારા માટે દારૂ પીવો હવે વ્યસન નથી, ફક્ત એક રૂટીન છે. હું ફક્ત 30 મિલી માલ્ટ લઉં છું, ક્યારેક-ક્યારેક બે. તેનાથી મને આરામ મળે છે, નશો નહી." પહેલા તેઓ વોડકા પસંદ કરતા હતા, પરંતુ હવે તેને પ્રીમિયમ માલ્ટ વ્હિસ્કીમાં સુકૂન મળે છે. રસપ્રદ વાત એ છે કે, અજય ફક્ત લિમિટેડ એડિશન પ્રીમિયમ માલ્ટ પીવે છે, જેની એક બોટલની કિંમત લગભગ 60,000 રૂપિયા હોય છે.

આત્મ-નિયંત્રણ 
અજય દેવગણ માને છે કે, દારૂ વ્યક્તિના મૂડને પ્રતિબિંબિત કરે છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી ખુશ ન અનુભવી શકે, તો તેણે બિલકુલ દારૂ ન પીવો જોઈએ. તે કહે છે, "જે કોઈ દારૂ પીવે છે તેણે સ્મિત સાથે પીવું જોઈએ. જો દારૂ પીધા પછી તમે ચીડિયા કે કંટાળી જાઓ છો, તો બિલકુલ દારૂ ન પીવો તે વધુ સારું છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news