)
Akshaye Khanna: ફિલ્મ નિર્માતા પ્રશાંત વર્માએ મંગળવારે તેમની આગામી તેલુગુ ફિલ્મ "મહાકાલી"માંથી અભિનેતા અક્ષય ખન્નાનો પહેલો લુક રિલીઝ કર્યો છે. આ પોસ્ટરમાં અક્ષય એક રહસ્યમય અને શક્તિશાળી અવતારમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે તે ઓળખી શકાતો નથી. તે ફિલ્મમાં "અસુરગુરુ શુક્રાચાર્ય"ની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મ અક્ષય ખન્નાની તેલુગુ સિનેમામાં પહેલી એન્ટ્રી છે. આ અગાઉ તેમણે લક્ષ્મણ ઉતેકરની ઐતિહાસિક એક્શન ફિલ્મ "છાવા" માં જોવા મળ્યો હતો, જ્યાં તેમણે વિકી કૌશલ સાથે મુઘલ શાસક ઔરંગઝેબની ભૂમિકા ભજવી હતી.
ફસ્ટ લુક આવ્યો સામે
નિર્માતાઓએ અક્ષયનો પહેલો લુક સોશિયલ મીડિયા પર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, "દેવતાઓની છાયામાં વિદ્રોહની સૌથી તીવ્ર જ્વાળા ઉઠી. મહાકાળીના શાશ્વત 'અસુરગુરુ શુક્રાચાર્ય' તરીકે રહસ્યમય અક્ષય ખન્નાને રજૂ કરી રહ્યા છીએ." આ પોસ્ટને અત્યાર સુધીમાં 30,000થી વધુ લાઈક્સ અને સેંકડો પ્રતિક્રિયાઓ મળી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર મળી મિશ્ર પ્રતિક્રિયાઓ
પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. ઘણા લોકોએ અક્ષય ખન્નાના લુકની તુલના અમિતાભ બચ્ચનના "કલ્કી 2898 એડી"ના પાત્ર અશ્વત્થામા સાથે કરી. એક યુઝરે લખ્યું કે, "અશ્વત્થામા લુક અમિતાભ બચ્ચન," જ્યારે બીજા યુઝરે લખ્યું કે, "મને લાગ્યું કે અશ્વત્થામા પણ કંઈક આવો જ જોવા મળે છે." અન્ય એક યુઝરે લખ્યું કે, "આ તો ઓળખાતો જ નથી!" જ્યારે એક યુઝરે લખ્યું કે, "કોણ કહેશે કે આ અક્ષય છે?"
'મહાકાલી' ફિલ્મ
'મહાકાલી' એક તેલુગુ ભાષાની પૌરાણિક કાલ્પનિક ફિલ્મ છે જેનું નિર્માણ રિવાજ રમેશ દુગ્ગલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પ્રશાંત વર્મા દ્વારા લખવામાં આવી છે અને પૂજા અપર્ણા કોલ્લુરુ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU)નો ભાગ છે, જેમાં પહેલાથી જ ઘણી ફિલ્મોની ચર્ચા થઈ રહી છે, જેમાં ઋષભ શેટ્ટીની 'હનુમાન', 'જય હનુમાન', દસરી કલ્યાણની 'અધીરા' અને મોક્ષજ્ઞ તેજા અભિનીત આગામી અનટાઇટલ્ડ ફિલ્મ છે. 'મહાકાલી'માં અક્ષય ખન્નાની એન્ટ્રી PVCUને વધુ વિસ્તૃત કરવા માટે તૈયાર છે, અને દર્શકો પહેલેથી જ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે.