બંગલા, ગાડી, રૂપિયા... ધુરંધરના રહેમાન ડકૈતથી પણ તૂફાની છે અક્ષય ખન્નાની લાઈફસ્ટાઈલ; કરોડોની સંપત્તિના છે માલિક
Akshaye Khanna Net Worth: 'ધુરંધર'માં અક્ષય ખન્ના પોતાના પરફોર્મન્સ ખૂબ જ ચર્ચામાં છે. રહેમાન ડકૈતની ભૂમિકામાં તેઓ શાનદાર ભૂમિકા ભજવી છે. હંમેશા લાઈમલાઈટથી દૂર રહેનાર આ અભિનેતા હવે તેમની લાઈફસ્ટાઈલ માટે ચર્ચામાં છે.
Trending Photos
)
Akshaye Khanna Net Worth: અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં છે અને હાલમાં આવેલી ફિલ્મ "ધુરંધર"માં રહેમાન ડકૈતની તેમની ભૂમિકાને લઈ દર્શકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. તેમનો એન્ટ્રી સીન કૂલ, સ્ટાઇલિશ અને ખતરનાક છે, સોશિયલ મીડિયા પર આ સીન ખૂબ જ વાયરલ થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમની આ મોમેન્ટની ક્લિપ્સ અને રીલ્સ ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. ફેન્સ અને ક્રિટિક્સ બન્ માની રહ્યા છે કે, અક્ષયે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તેઓ બોલિવૂડના સૌથી અન્ડરરેટેડ પરંતુ દમદાર અભિનેતાઓમાંથી એક છે. આવી સ્થિતિમાં લોકોનું ધ્યાન સ્વાભાવિક રીતે તેની નેટવર્થ, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મિલકત તરફ ગયું છે.
અક્ષય ખન્નાના કરિયરની શરૂઆત
અક્ષય ખન્નાએ 1997માં 'હિમાલય પુત્ર'થી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી, પરંતુ તે જ વર્ષે રિલીઝ થયેલી જેપી દત્તાની "બોર્ડર" ફિલ્મે તેમને એક મજબૂત ઓળખ આપી. તેમના પરફોર્મન્સને ક્રિટિક્સ અને દર્શકો બન્ને દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું અને તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિનોદ ખન્ના જેવા દિગ્ગજ અભિનેતાના પુત્ર હોવા છતાં અક્ષયે હંમેશા પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ એક એવો કલાકાર છે જે ઈન્ડસ્ટ્રીના સામાન્ય ગ્લેમર અને પબ્લિસિટીથી દૂર રહે છે અને માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દિલ ચાહતા હૈ, હમરાઝ, હંગામા, હલચલ, દ્રશ્યમ 2, ચાવા, અને તાલ જેવી ફિલ્મોમાં તેમના અભિનયથી તેમણે સાબિત કર્યું કે, તેઓ વર્સટાઇલ અભિનેતા છે. 2025માં તેઓ વિકી કૌશલની ફિલ્મ "છાવા"માં ઔરંગઝેબના રોલમાં જોવા મળ્યા હતા.
'ધુરંધર'માં અક્ષયની એન્ટ્રી થઈ વાયરલ
'ધુરંધર'માં તેમનો એન્ટ્રી સીન ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. કાળા ચશ્મા, ડસ્ટર કોટ અને રણની ધૂળ વચ્ચે તેમની શાંત પરંતુ ખતરનાક સ્ક્રીન પ્રેજેન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમના એન્ટ્રી સીનમાં બહેરીની રેપર ફ્લિપેરાચીનું ટ્રેક FA9LA ઉપયોગ કરાયું છે. જેણે આ ક્ષણને વધુ શક્તિશાળી બનાવી દીધી. આ ગીત પણ અક્ષયની સાથે-સાથે વાયરલ થઈ ગયું, જેનાથી ભારતમાં એક નવો ફેન્સ વર્ગ ઉભો થયો. લોકો આ સીનને વારંવાર જોઈને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી રહ્યા છે, આટલું જ નહીં ઘણા લોકો તેને બોલીવુડની સૌથી સ્ટાઇલિશ એન્ટ્રીઓમાંથી એક માને છે.
અક્ષય ખન્નાની નેટવર્થ
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, અક્ષય ખન્નાની નેટવર્થ આશરે 167 કરોડ રૂપિયા છે. આ અંદાજ તેમની કેટલીક ફિલ્મોમાંથી થયેલી કમાણી, વર્ષોથી તેમના સમજદાર રોકાણો અને તેમની મોંઘી મિલકતો પર આધારિત છે. અક્ષય સોશિયલ મીડિયાથી સપૂર્ણ રીતે દૂર રહે છે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામથી પરંતુ તેમની કમાણી એ વાતનો પુરાવો છે કે તેઓ લોકપ્રિયતાથી પાછળ નથી, ક્વોલિટી વર્કને અનુસરે છે.
રિપોર્ટ અનુસાર, અક્ષય પાસે મુંબઈના પ્રીમિયમ વિસ્તાર જુહુ, માલાબાર હિલ અને તાડદેવમાં ઘણી પ્રોપર્ટી છે. તેમના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોની અંદાજિત કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના સૌથી મોંઘા વિસ્તારોમાં પ્રોપર્ટી હોવી એ બોલીવુડ સેલિબ્રિટીઓ માટે નાણાકીય સ્થિરતા અને સફળતાની નિશાની માનવામાં આવે છે.
અક્ષય ખન્નાનું કાર કલેક્શન
અક્ષયનું કાર કલેક્શન તેમની પસંદ અને ક્લાસ બન્નેને પ્રતિબિંબિત કરે છે. તેમના ગેરેજમાં મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, બીએમડબ્લ્યુ 5 સિરીઝ અને ફોર્ચ્યુનર સામેલ છે. ભલે તેમની પાસે મોંઘી ગાડીઓ હોય, પરંતુ તેઓ હંમેશા પોતાની લાઈફસ્ટાઈલને ખાનગી રાખે છે. જ્યારે આજકાલ સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર બધું બતાવવાનું પસંદ કરે છે, ત્યારે અક્ષય હંમેશા શાંત અને ખાનગી જીવન પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














