'ધુરંધર' ફેમ અક્ષય ખન્નાએ હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન? કારણ વિચારવા માટે કરી દેશે મજબૂર!
Akshaye Khanna Wedding Secret: 'ધુરંધર'માં રહેમાન ડકૈતની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્નાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, તે તો તમે પણ જોઈ જ હશે. પરંતું શું તમે જાણો છો કે, અક્ષય ખન્ના રિયલ લાઈફમાં હજુ પણ સિંગલ છે અને તેમણે એક ઇન્ટરવ્યુમાં તેનું કારણ પણ જણાવ્યું હતું?
Trending Photos
)
Akshaye Khanna Wedding Secret: આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રહેમાન ડકૈતની ભૂમિકામાં અક્ષય ખન્ના ખૂબ જ કમાલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી દરેક જગ્યાએ તેના કામની ચર્ચા થઈ રહી છે. માર્ચ 1975માં જન્મેલા અક્ષય ખન્ના 50 વર્ષ થઈ ચૂક્યા છે અને હજુ પણ કુંવારા છે.
અક્ષય ખન્નાએ હજુ સુધી લગ્ન કેમ ન કર્યા તે પ્રશ્ન ઘણી વખત ઉઠ્યો છે. પરંતુ અક્ષય ખન્નાના મતે તેઓ પોતાને સિંગલ હોવાનો ઈન્જોય કરે છે અને આવી જ રીતે રહેવા માંગે છે. જ્યારે એક ઇન્ટરવ્યુમાં અક્ષય ખન્નાને તેના સિંગલ રહેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે, જે પરિણીત છે તેઓ પણ વિચારવા માટે મજબૂર થઈ જશે.
અક્ષય ખન્નાએ જણાવ્યું હતું લગ્ન ન કરવાનું કારણ
અક્ષય ખન્ના તેની એક ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે. જવાબમાં અક્ષય ખન્નાએ કહ્યું કે, "જુઓ, મને મારી જિંદગીમાં જવાબદારીઓ પસંદ નથી. હું એકલો ખુશ છું, કોઈ જવાબદારીઓ વિના. મારે કોઈની સંભાળ લેવાની જરૂર નથી, મારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી, મારે ફક્ત મારી જાતની ચિંતા કરવાની છે. ખૂબ જ શાનદાર જિંગદી છે મારી. ખૂબ જ સારી. આખરે હું આ જિંદગી કેમ બરબાદ કરું? મારી લાઈફને કેમ બરબાદ કરવા માંગો છો તમે લોકો?"
છાવામાં કર્યો હતો ઔરંગઝેબનો રોલ
અક્ષય ખન્નાના આ પ્રશ્ન પર માત્ર ઓડિયન્સ જ નહીં, પરંતુ પ્રશ્ન પુછનાર હોસ્ટ પણ હસવા લાગ્યા હતા. નોંધનીય છે કે, અક્ષય ખન્નાએ અગાઉ 'છાવા' ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલે સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી, જ્યારે અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની કહાનીથી લઈને અક્ષય ખન્નાના પાત્રને વ્યાપક પ્રશંસા મળી હતી. હવે અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે રહેમાન ડકૈતના પાત્ર માટે. તેમણે આ ભૂમિકા જેટલી ખૂબસુરતીથી નિભાવ્યું છે તે ખરેખર કમાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














