સંજય લીલા ભણસાલીની 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આલિયા ભટ્ટ

અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની (sanjay leela bhansali) આવનારી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં (Gangubai Kathiawadi) જોવા મળશે. 

Updated By: Oct 16, 2019, 05:51 PM IST
સંજય લીલા ભણસાલીની 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આલિયા ભટ્ટ

નવી દિલ્હીઃ બોલીવુડમાં દરેક અભિનેત્રી અને અભિનેતા સંજય લીલા ભણસાલીની સાથે કામ કરવા ઈચ્છે છે. આ યાદીમાં સામેલ છે આલિયા ભટ્ટનું નામ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટૂંક સમયમાં તે ભલસાણીની આગામી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં જોવા મળશે. તેની ઓપોઝિટમાં ક્યો કલાકાર બશે, આ વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

રિપોર્ટ્સ પ્રમાણે ભણસાલીની આગનારી આ ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' 11 સપ્ટેમ્બર 2020ના રિલીઝ થશે. આલિયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

क्लोज़ अप तो बनता है !! 🙃

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

અભિનેતા વિશે માહિતી મળી રહી છે કે કાર્તિક આર્યનને લેવામાં આવી શકે છે. પરંતુ હાલમાં તે વાત પણ સામે આવી કે કાર્તિક સંજય લીલા ભણસાલીના પ્રોડક્શનમાં કામ જરૂર કરશે. પરંતુ હાલમાં તે 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નો ભાગ નથી. 

વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા અયાન મુખર્જીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને મૌની રોય જોવા મળશે અને આ ફિલ્મ વર્ષના અંત સુધી રિલીઝ થશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🖤

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આ સિવાય તે કરણ જૌહરના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મ 'તખ્ત'માં પણ જોવા મળશે. તેમાં આલિયા સિવાય રણવીર સિંહ, કરીના કપૂર સહિત અન્ય કલાકાર હશે. 

VIDEO: આલિયા ભટ્ટે ફરીથી જાહેરમાં કર્યું અક્કલનું પ્રદર્શન, ન બોલવાનું બોલી ગઈ