અલ્લૂ અર્જુનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 'બાહુબલી'ને આપી માત, બનાવ્યો આ રેકોર્ડ

સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન (Allu Arjun) અને પૂજા હેગડે (Pooja Hegde)ની ફિલ્મ 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)' શનિવારે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે તેણે પહેલાં જ દિવસે 'બાહુબલી (Baahubali)'ના રેકોર્ડ ચકનાચૂર કરી દીધો છે. જી હાં! બોક્સ ઓફિસ રિપોર્ટનું માનીએ તો હવે આ ફિલ્મ સૌથી મોટી ઇન્ડીયન ઓપનર બની ચૂકી છે. 

અલ્લૂ અર્જુનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 'બાહુબલી'ને આપી માત, બનાવ્યો આ રેકોર્ડ

નવી દિલ્હી: સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન (Allu Arjun) અને પૂજા હેગડે (Pooja Hegde)ની ફિલ્મ 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)' શનિવારે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે તેણે પહેલાં જ દિવસે 'બાહુબલી (Baahubali)'ના રેકોર્ડ ચકનાચૂર કરી દીધો છે. જી હાં! બોક્સ ઓફિસ રિપોર્ટનું માનીએ તો હવે આ ફિલ્મ સૌથી મોટી ઇન્ડીયન ઓપનર બની ચૂકી છે. 

ફિલ્મે ઘરેલુ બજાર ઉપરાંત USA બોક્સ ઓફિસ પર જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. આ પારિવારિક ફિલ્મે સંયુક્ત રાજ્ય અમેરિકામાં 'બાહુબલી'ના રેકોર્ડ તોડતાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર ફિલ્મના પ્રીમિયરના 60,000થી વધુ ટિકીટ વેચવામાં આવી હતી. જોકે ફિલ્મ માટે સકારાત્મક સમીક્ષા કરવામાં આવી રહી છે, અમે આશા કરી રહ્યા છીએ કે બોક્સ ઓફિસ પર પોતાના વર્ચસ્વ યથાવત 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)'  રાખશે. 

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમના અનુસાર તાજેતરમાં જ એક વાતચીતમાં જ્યારે અલ્લૂ અર્જુનને પૂછવામાં આવ્યું કે 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)'માં ઘણા બોલીવુડના જાણીતા ચહેરા છે જેમ કે તબ્બૂ અને પૂજા હેગડે, સાથે જ અરમાન મલિક અને શ્રેયા ઘોષાલના ગીત. શું આ બોલીવુડની નજીક આવવાની રીત છે. 

Stylishstar @alluarjun #Trivikram's Hat trick venture creating new records on this #Sankranthi season @hegdepooja pic.twitter.com/H75VSpMalF

— Ramesh Bala (@rameshlaus) January 13, 2020

તેમણે જવાબ આપ્યો કે ક્યારેક-ક્યારેક અમને લાગે છે કે બોલીવુડના કેટલાક કલાકાર ગજબની ભૂમિકા ભજવે છે. મુરલી શર્મા અને સચિન ખેડેકર જેવા બોલીવુડ અભિનેતાઓએ પણ ફિલ્મમાં કામ કર્યું છે. એટલું જ નહી અમને લાગે છે કે આપણે તાજગી લાવવા માટે બહારથી કોઇની જરૂર છે.''

તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે બોલીવુડ ફિલ્મ કરવા વિશે વિચાર્યું છે, અર્જુને જવાબ આપ્યો કે 'હાં હિન્દી ફિલ્મ એવી વસ્તુ છે જેમાં મને રસ છે. મને લાગે છે કે કોઇપણ દક્ષિણ ભારતીય અભિનેતાને રસ રહેશે કારણ કે આ (બોલીવુડ) એટલો મોટો ઉદ્યોગ છે. કે કોઇપણ પોતાનું કેરિયર બનાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news