અમિતાભ બચ્ચને પુલવામાના શહીદો માટે ખોલી દીધી તિજોરી, કરી મોટી જાહેરાત

14 ફેબ્રુઆરીએ સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં 40 જવાનોએ જીવ ગુમાવ્યા

Updated By: Feb 17, 2019, 11:24 AM IST
અમિતાભ બચ્ચને પુલવામાના શહીદો માટે ખોલી દીધી તિજોરી, કરી મોટી જાહેરાત

મુંબઈ : 14 ફેબ્રુઆરીએ સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં 40 જવાનોએ જીવ ગુમાવ્યા. આ ઘટનાથી આખા દેશમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સરકારને કડકમાં કડક પગલાં લેવાની અપીલ કરાઈ છે. આ ઘટના પછી બોલિવૂડના એક્ટર્સે પણ રોષ વ્યક્ત કર્યો છે. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનારા 40 શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ દરેક શહીદના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ કરશે. એટલે કે 2 કરોડ રૂપિયાની મદદ બિગ બી કરશે.

બિગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન આ આતંકી હુમલાથી ખૂબ દુઃખી છે. હવે અમિતાભ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. બોલિવુડ હંગામા રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ પુષ્ટી કરી છે કે, બિગ બી દરેક શહીદ જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયા આપશે. હાલ આ પ્રક્રિયા કેવી રીતે કરાશે તે અંગે વિચારણા ચાલી રહી છે. પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનાથી દુઃખી અમિતાભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશના 850થી વધુ ખેડૂતોનું દેવું ચૂકવવા માટે મદદ કરી હતી. ખેડૂતોનું દેવું ચૂકવવા તેમણે 5.5 કરોડ રૂપિયા આપ્યા હતા. અભિનેતાએ પોતાના બ્લોગ પર આ વિશે જાણકારી આપી હતી.

આ સિવાય પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના બાળકોના ભણવાનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી છે. સ્ટાર મુક્કેબાજ વિરેન્દ્ર સિંહે પોતાનું એક મહિનાનું વેતન શહીદોના પરિવારને દાન કર્યું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...