Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને ઓનસ્ક્રીન અનેક અભિનેત્રી સાથે રોમાન્સ કર્યો, પણ એક જ અભિનેત્રીને Kiss કરવા રાજી થયા

Amitabh Bachchan kissing scene: અમિતાભ બચ્ચને તેના લાંબા ફિલ્મી કરિયરમાં અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો છે પરંતુ તેમણે શરુઆતી ફિલ્મોમાં કિસિંગ સીન કર્યો ન હતો. આ રુલને તેમણે એક ફિલ્મ માટે તોડી નાખ્યો હતો. આજે તમને આ ફિલ્મ વિશે જણાવીએ.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને ઓનસ્ક્રીન અનેક અભિનેત્રી સાથે રોમાન્સ કર્યો, પણ એક જ અભિનેત્રીને Kiss કરવા રાજી થયા

Amitabh Bachchan kissing scene: અમિતાભ બચ્ચનને પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અલગ-અલગ અભિનેત્રીઓ સાથે તેમણે ઓન સ્ક્રીન રોમાન્સ પણ કર્યો છે. જોકે અમિતાભ બચ્ચનનો એક રેકોર્ડ રહ્યો છે કે તેમણે ક્યારેય પણ કોઈ અભિનેત્રી સાથે ઓન સ્ક્રીન કિસિંગ સીન કર્યો નથી. અમિતાભ બચ્ચનની શરૂઆતથી ફિલ્મોમાં એક પણ કિસિંગ સીન જોવા નહીં મળે. પરંતુ વર્ષો પછી એક ફિલ્મમાં તેણે આ નિયમ તોડી નાખ્યો હતો. 

અમિતાભ બચ્ચન જ્યારે સદીના મહાનાયક તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે તેમણે પોતાનાથી 36 વર્ષ નાની અભિનેત્રી સાથે એક ફિલ્મ કરી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે તે વર્ષમાં 50થી વધારે એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તે અભિનેત્રીનો એક કિસિંગ સીન પણ હતો. અમિતાભ બચ્ચન અને યુવા અભિનેત્રી વચ્ચેના કિસિંગ સીનને લઈને તે સમયે ભારે વિવાદ પણ થયો હતો. 

જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે ફિલ્મ છે બ્લેક. સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેકમાં રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતી. રાની મુખર્જી એવી યુવતિનું પાત્ર ભજવ્યું હતું જે જોઈ શકતી નથી, સાંભળી શકતી નથી અને બોલી પણ શકતી નથી. આવી યુવતીની જિંદગીમાં ટીચર બનીને અમિતાભ બચ્ચન આવે છે. અમિતાભ બચ્ચન તેને અભ્યાસથી લઈને જીવન જીવવાનું શીખવાડે છે. રાની મુખર્જીને સફળ વ્યક્તિ બનાવ્યા પછી અમિતાભ બચ્ચન પોતાની યાદશક્તિ ગુમાવી દે છે. 

આ ફિલ્મના એક સીન દરમિયાન રાની મુખર્જી અમિતાભ બચ્ચનને પૂછે છે કે કિસ કરવાનો અનુભવ કેવો હોય છે ? તે સમયે અમિતાભ બચ્ચન તેને કિસ કરીને તે અનુભવ કરાવે છે. જે સમયે અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ આ ફિલ્મ કરી હતી ત્યારે તેમની વચ્ચે ઉંમરનું અંતર 36 વર્ષનું હતું. 

એક રિપોર્ટ અનુસાર જ્યારે બ્લેક ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી તો કરી ન હતી પરંતુ ફિલ્મને અલગ અલગ એવોર્ડ શોમાં તે વર્ષે 57 એવોર્ડ મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news