નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનના સૌથી પહેલા સમાચાર આપનારા અમિતાભ બચ્ચને પોતાની ટ્વીટ ટ્વીટર એકાઉન્ટ પરથી ડિલિટ કરી નાખી છે. અમિતાભ બચ્ચને આખરે આવું કેમ કર્યું લોકો સોશિયલ મીડિયા પર તેના જવાબ શોધી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે અમિતાભ બચ્ચને આજે સવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, તેમના ગયા પછી તેઓ તૂટી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરફાન ખાન બાદ ઋષિ કપૂરે પણ દુનિયાને કરી અલવિદા, અમિતાભે કહ્યું-'હું તૂટી ગયો'


હવે અમિતાભ બચ્ચના ટ્વીટર એકાઉન્ટ વોલ પર છેલ્લી ટ્વીટ ઈરફાન ખાન સંલગ્ન જોવા મળી રહી છે. આખરે અમિતાભે ઋષિ કપૂરવાળી ટ્વીટ ડિલિટ કેમ કરી તે સવાલ લોકોના મનમાં વારંવાર ઉઠી રહ્યો છે. કારણ કે અમિતાભની ટ્વીટ બાદ અનેક બોલિવૂડ હસ્તીઓએ પણ ઋષિ કપૂરના નિધનને લઈને ટ્વીટ કરી હતી. 



સવારે 8:45 વાગે લીધા છેલ્લા શ્વાસ
કપૂર પરિવાર તરફથી જારી કરાયેલા એક સંદેશ મુજબ ગુરુવારે સવારે 8:45 વાગે ઋષિ કપૂરે છેલ્લા શ્વાસ લીધા. તેઓ લ્યુકેમિયા નામની બીમારીથી છેલ્લા 2 વર્ષથી પીડાતા હતાં. હોસ્પિટલમાં તેમને બચાવવાની ભરપૂર કોશિશ કરાઈ હતી. ગત વર્ષે જ્યારે તેઓ વિદેશથી સારવાર કરીને પાછા ફર્યા હતાં ત્યારે ખુબ ખુશ હતાં. દરેકને મળવા માંગતા હતાં. પરંતુ આ બીમારીએ તેમનો પીછો છોડ્યો નહીં. 


અત્રે જણાવવાનું કે ઋષિ કપૂર ગત વર્ષ અમેરિકાથી કેન્સરની સારવાર કરાવીને ભારત પાછા ફર્યા હતાં. લગભગ એક વર્ષ સુધી તેમની સારવાર ચાલી હતી. ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ અગાઉ પણ તેમની તબિયત બગડી હતી. ઋષિ કપૂરની પત્ની નીતુ સિંહ માંદગી દરમિયાન સતત તેમની પડખે હતાં. તેમને એક પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર છે. 



અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપી જાણકારી
ઋષિ કપૂરના મિત્ર, સંબંધી, અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે ટ્વીટ કરીને ઋષિ કપૂરના નિધનની જાણકારી આપ હતી. તેમણે લખ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હું તૂટી ગયો છું. બોલિવૂડમાં ઋષિ કપૂરના નિધનથી મોટો આંચકો લાગ્યો છે કારણ કે હજુ ગઈ કાલે જ બોલિવૂડે દિગ્ગજ નેતા ઈરફાન ખાનને ગુમાવ્યાં. આ આઘાતની હજુ તો કળ નહતી વળી કે ત્યાં ઋષિ કપૂરના નિધનના સમાચાર આવ્યાં. 


જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube