આશ્રમ: પ્રકાશ ઝા વિરૂદ્ધ વિરોધ થયો તેજ, ટ્રેંડ કરી રહ્યો છે આ હેશટેગ

ફિલ્મ નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha) વિરૂદ્ધ હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર પ્રકાશ ઝા વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નારાજ લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

Updated By: Oct 28, 2020, 12:46 PM IST
આશ્રમ: પ્રકાશ ઝા વિરૂદ્ધ વિરોધ થયો તેજ, ટ્રેંડ કરી રહ્યો છે આ હેશટેગ

મુંબઇ: ફિલ્મ નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha) વિરૂદ્ધ હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર પ્રકાશ ઝા વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નારાજ લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. જોકે પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'આશ્રમ' (Aashram)માં સાધુઓનું કંઇક આવું ચિત્રણ કરવામાં આવ્યું છે, જેથી હિંદુ આસ્થાને ઠેસ પહોંચી છે.

બીજી સીઝનની તૈયારી
પ્રકાશ ઝા 'આશ્રમ'ની બીજી સીઝન લોન્ચ કરવાની તૈયારી છે. શુક્રવારે તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારબાદથી તેને લઇને ફરી એકવાર બબાલ શરૂ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર #PrakashJhaAttacksHinduFaith અને #Arrest_Prakash_Jha ટ્રેંડ કરી રહ્યું છે. 

હિંદુ ધર્મની બદનામી
સોશિયલ મીડિયા પર લોકો સતત પ્રકાશ ઝાની આશ્રમ વેબ સીરીઝને બેન કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વેબ સીરીઝથી હિંદુ ધર્મની બદનામી થઇ રહી છે. આ પ્રકારના કન્ટેંટથી હિંદુ ધર્મ વિશે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેને રોકવો જોઇએ. તો બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે પ્રકાશ ઝા સાથે -સાથે બોબી દેઓલ (bobby deol) પણ બરાબર દોષી છે. 

એવું છે આશ્રમમાં?
તમને જણાવી દઇએ કે બોબીના આશ્રમમાં કાશીપુરવાળા બાબા નિરાલાનું પાત્ર ભજવ્યું છે. માનવામાં આવી રહ્યું ચેહ કે બીજી સીઝન પહેલાંથી વધુ ધમાકેદાર રહેશે. 11 નવેમ્બર 2020થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં બતાવવામાં આવ્યું છે કે ઘણા એવા બાબા અને ધર્મ ગુરૂ છે જે લોકોની ભાવનાઓનો ખોટો ઉપયોગ કરે છે. સીધી રીતે કહીએ તો આશ્રમમાં આસ્થા, રાજકારણ અને ક્રાઇમ ત્રણેયનું કોમ્બિનિકેશન જોવા મળે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube