VIDEO: અનુષ્કાની 'પરી'નું ટીઝર જોઈને ચોક્કસ થથરી જશો, ઊંઘ હરામ થઈ જશે

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'પરી'નું નવું ટીઝર લોન્ચ રિલીઝ થઈ ગયું છે. 

Updated By: Feb 7, 2018, 03:04 PM IST
VIDEO: અનુષ્કાની 'પરી'નું ટીઝર જોઈને ચોક્કસ થથરી જશો, ઊંઘ હરામ થઈ જશે
તસવીર- સાભાર @CleanSlateFilms/Youtube

નવી દિલ્હી: અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'પરી'નું નવું ટીઝર લોન્ચ રિલીઝ થઈ ગયું છે. અનુષ્કા છેલ્લા કેટલાક સમયથી પોતાની આ ફિલ્મના ટીઝર લઈને આવી રહી છે અને આજે આખરે જે ટીઝર રિલીઝ થયું તે ખરેખર ખુબ જ ડરામણું છે. અનુષ્કાની આ હોરર ફિલ્મના નવા ટીઝરના એક સીનમાં અનુષ્કા એક માણસને એક હાથથી ઉઠાવે છે. જ્યારે અન્ય એક સીનમાં તેના મોંઢું લોહીથી ભરેલુ છે. ટીઝર જોઈને દેખાય છે કે ફિલ્મમાં તેના ઉપર આત્માની અસર થાય છે. 

પરી ફિલ્મમાં બંગાળી અભિનેતા પરમબ્રત ચેટર્જી પણ જોવા મળશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મનું શુટિંગ મુંબઈ અને કોલકાતામાં થયું છે. અનુષ્કાનો આ લુક ટીઝર અને પોસ્ટરમાં ખુબ ડરામણો લાગી રહ્યો છે. જેને જોઈને એકવાર તો તમારા રૂવાંડા ઊભા થઈ જશે. 

અનુષ્કાના પ્રોડક્શન હાઉસમાં બની છે પરી
પરી ફિલ્મ અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સની ત્રીજી ફિલ્મ છે. પહેલા તે 2 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ ત્યારબાદ અનુષ્કાએ તેની રિલીઝ ડેટ 2 માર્ચ કરી દીધી છે. આ ફિલ્મ હોળીની રજાઓ દરમિયાન રિલીઝ થશે. અનુષ્કાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ NH 10 હતી. જેમાં તેની ભૂમિકાને પતિ વિરાટ કોહલીએ પણ બિરદાવી હતી. બીજી ફિલ્મ ફિલ્લૌરી હતી. જેમાં અનુષ્કાએ એક સારા ભૂતની ભૂમિકા નિભાવી હતી. જો કે દર્શકો તરફથી કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહતો.