અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું Trailer રિલીજ, ડરના માર્યા પાડી જશો બૂમ

અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. અનુષ્કા આ પહેલાં પોતાની ફિલ્મના ટીજરમાં ખૂબ જ ડરામણી ઝલક દેખાડી ચૂકી છે. પરંતુ તેના ટ્રેલરમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ફિલ્મ નબળા દિલવાળા લોકો માટે નથી. ટ્રેલરમાં અનુષ્કા શર્મા એકદમ ડરામણા અવતારમાં જોવા મળી રહી છે. તેમાં અનુષ્કા સહ્ર્મા ભૂતિયા અવતારથી માંડીને એક ડરેલી છોકરી જેવી દેખાઇ રહી છે. 'પરી'માં પ્રસિદ્ધ બંગાળી એકટર પરમબ્રત ચેટર્જી પણ નજરે પડે છે. યાદ અપાવી દઇએ કે પરમબ્રત ચેટર્જી આ પહેલાં ફિલ્મ 'કહાની'માં એક બંગાળી પોલીસનું પાત્ર ભજવતી જોવા મળી હતી.
અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું Trailer રિલીજ, ડરના માર્યા પાડી જશો બૂમ

નવી દિલ્હી: અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. અનુષ્કા આ પહેલાં પોતાની ફિલ્મના ટીજરમાં ખૂબ જ ડરામણી ઝલક દેખાડી ચૂકી છે. પરંતુ તેના ટ્રેલરમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ફિલ્મ નબળા દિલવાળા લોકો માટે નથી. ટ્રેલરમાં અનુષ્કા શર્મા એકદમ ડરામણા અવતારમાં જોવા મળી રહી છે. તેમાં અનુષ્કા સહ્ર્મા ભૂતિયા અવતારથી માંડીને એક ડરેલી છોકરી જેવી દેખાઇ રહી છે. 'પરી'માં પ્રસિદ્ધ બંગાળી એકટર પરમબ્રત ચેટર્જી પણ નજરે પડે છે. યાદ અપાવી દઇએ કે પરમબ્રત ચેટર્જી આ પહેલાં ફિલ્મ 'કહાની'માં એક બંગાળી પોલીસનું પાત્ર ભજવતી જોવા મળી હતી.

'પરે' એક હોરર ફિલ્મ છે, જેનું પુરૂ નામ આપવામાં આવ્યું છે 'પરી: નોટ અ ફેરી ટેલ'. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ 'ક્લીન સ્ટેટ ફિલ્મસ'ની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં તે 'એનએચ 10' અને ''ફિલ્લોરી' જેવી ફિલ્મો બનાવી ચૂકી છે. તમે પણ જુઓ આ ફિલ્મનું ટ્રેલર.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ 9 ફ્રેબુઆરીના રિલીઝ થવાની હતી. પરંતુ પદ્માવતના લીધે આગળ ધકેલાયેલી 'પેડમેન' અને 'અય્યારી'ની ટક્કરથી બચવા માટે અનુષ્કાએ 'પરી'ની રિલીઝ ડેટ આગળ વધારી દીધી. હવે આ ફિલ્મ 2 માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news