)
Tahira Kashyap Breast Cancer: અભિનેતા આયુષ્માન ખુરાનાના પત્ની અને ફિલ્મમેકર-ઓથર તાહિરા કશ્યપે બહાદુરી અને હિંમતથી 2018મા બ્રેસ્ટ કેન્સર સામે લાંબી લડાઈ લડી હતી. હવે તેને બીજીવાર બ્રેસ્ટ કેન્સર થયું છે. તાહિરાએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર તેને આ મુશ્કેલ સમયમાં ફેન્સ પ્રેમ અને સપોર્ટ આપી રહ્યાં છે.
તાહિરા કશ્યપે કરી પોસ્ટ
તાહિરા કશ્યપે પોસ્ટમાં લખ્યું- સાત વર્ષની નિયમિત તપાસ બાદ. આ એક દ્રષ્ટિકોણ છે. હું બધાને તે સલાહ આપવા ઈચ્છું છું કે જેને દરરોજ મેમોગ્રામ કરાવવાની જરૂર છે. મારા માટે રાઉન્ડ 2... મને આ બીજીવાર થઈ ગયું છે.
તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું- 'જ્યારે જીવન તમને લીંબુ આપે તો લીંબુ પાણી બનાવી લો. જ્યારે જીવન ઉદાર હોય છે અને બીજીવાર તમારી સામે ફેંકે છે તો તમે તેને શાંતિથી તમારા ફેવરેટ કાલા ખટ્ટામાં મિક્સ કરી લો. અને સારા ઈરાદા સાથે તેનો પીવો. કારણ કે આ એક સારૂ છે અને બીજું તમે જાણો છો કે તમે ફરી એકવાર તમારૂ શ્રેષ્ઠ આપશો. નિયમિત સ્ક્રીનિંગ કરાવો. મેમોગ્રામથી ડરો નહીં. બ્રેસ્ટ કેન્સર ફરી એકવાર. આપણા હાથમાં જેટલો ખ્યાલ રાખી શકો એટલો રાખો.'
નોંધનીય છે કે 2018મા તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું હતું. તાહિરાએ આ વિશે જાગરૂકતા ફેલાવી અને પોતાની યાત્રા વિશે વાત કરી. તેણે બ્રેસ્ટ કેન્સરના નિશાન પણ દેખાડ્યા હતા. તાહિરાએ વર્લ્ડ કેન્સર ડે પર પોતાના વાળના ફોટો શેર કર્યાં હતા અને પાવરફુલ મેસેજ લખ્યો હતો. તેણે ટ્રીટમેન્ટ દરમિયાનની મોમેન્ટ્સ પણ શેર કરી હતી.
મહત્વનું છે કે તાહિરા કશ્યપે શોર્ટ ફિલ્મ પિન્ની અને ટોફી ડાયરેક્ટ કરી હતી. આ સિવાય 2024મા તેણે ફિલ્મ શર્મા જી કી બેટી ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, શયામી ખેર જેવી અભિનેત્રી જોવા મળી હતી.