Taarak Mehta પહેલા આ કામ કરતો હતો 'બાઘા', કમાણી જાણીને આવી જશે દયા!

ટીવીનો સૌથી પ્રીય અને જાણીતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી અને છેલ્લા 13 વર્ષથી વધારે સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે

Taarak Mehta પહેલા આ કામ કરતો હતો 'બાઘા', કમાણી જાણીને આવી જશે દયા!

નવી દિલ્હી: ટીવીનો સૌથી પ્રીય અને જાણીતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી અને છેલ્લા 13 વર્ષથી વધારે સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં લોકોને બાઘાનો રોલ ખુબ જ હસાવે છે. પરંતુ બાઘાનું આ પાત્ર મેળવવાની વાસ્તવિક કહાની ખૂબ જ મુશ્કેલ હતી. કેમ કે, એક્ટર તન્મય વેકારિયા (Tanmay Vekaria) ને બાઘા બનવા માટે ઘણા પાપડ સેકવા પડ્યા હતા. આવો જાણીએ બાઘા ઉર્ફ તન્મય વેકરિયા વિશે કેટલીક અજાણી વાતો.

જેઠાલાલનો ખાસ છે બાઘા
બાય ધ વે, આ કોમેડી શોમાં જોવા મળતું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે અને તેમાંથી એક છે 'બાઘા', જે જેઠાલાલ ચંપકલાલ ગઢાની દુકાન પર કામ કરે છે. બાઘા એક ભોળો વ્યક્તિ છે જે દરેક કામને પોતાની નિર્દોષતાને કારણે કંઈક અંશે ગૂંચવણમાં મૂકે છે. બાઘાની ભૂમિકા ભજવનાર અભિનેતાનું સાચું નામ તન્મય વેકરિયા (Tanmay Vekaria) છે. શોમાં બાઘાનો રોલ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

જેકલીન ફર્નાન્ડીઝે કર્યો તેના પહેલા ક્રશનો ખુલાસો, બ્લાઇન્ડ ડેટ અંગે કહી આ વાત

15 વર્ષ સુધી થિયેટરમાં કર્યું કામ
તન્મય વેકરિયા (Tanmay Vekaria) ગુજરાતનો રહેવાસી છે. તેમના પિતા અરવિંદ વેકરિયા પણ એક અભિનેતા રહ્યા છે અને તેમણે ઘણા ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. મળતી માહિતી મુજબ, તન્મયે લગભગ 15 વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિમાં કામ કર્યું છે. તેથી જ્યારે પણ તે કોઈ ભૂમિકા ભજવે છે, ત્યારે તે તેમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે.

'તારક મહેતા'માં ઘણા પાત્રો ભજવ્યા
તમને જાણીને આશ્ચર્ય થશે કે તન્મય વેકરિયા (Tanmay Vekaria) ને શોમાં બાઘાનો રોલ સહેલાઈથી મળ્યો નથી, પરંતુ તે પહેલા તેણે શોમાં વધુ ચાર પાત્રો ભજવ્યા છે જેમાં ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ઈન્સ્પેક્ટર અને શિક્ષકની ભૂમિકા સામેલ છે. આ પછી, બાઘાનું પાત્ર વર્ષ 2010 માં બનાવવામાં આવ્યું હતું, ત્યારથી તેને સતત દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે.

SCO Summit માં અફઘાનિસ્તાન પર બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી, કહ્યું- વધતો કટ્ટરવાદ એક મોટો પડકાર

પહેલા બેન્કર હતા 'બાઘા', 4000 હતો પગાર
આ શોમાં કામ મળતા પહેલા તન્મય એક બેંકમાં કામ કરતો હતો, જ્યાં તે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો, જ્યાં તેને માસિક 4,000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. પરંતુ તન્મયના પિતા એક અભિનેતા હતા, તેથી તેઓ પોતે હંમેશા અભિનેતા બનવા માંગતા હતા અને તેથી જ તેણે અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું અને આજે તેઓ એક જાણીતું નામ છે.

ફિલ્મમાં પણ કર્યું કામ
તન્મયે (Tanmay Vekaria) અગાઉ ગુજરાતી કોમેડી નાટક 'ઘર ઘર ની વાત' માં કામ કર્યું હતું. આ સિવાય તે વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ સમય ચક્ર ટાઇમ સ્લોટમાં પણ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news