'પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકે બોલિવૂડ'; કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો

કેન્દ્રિય રાજ્ય મંત્રીએ યાદ કરા્વ્યું કે 'એ દિલ હૈ મુશ્કિલ'ની રિલીઝ વખતે કહેવામાં આવ્યં હતું કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ નહીં આપવામાં આવે 

'પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકે બોલિવૂડ'; કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો

નવી દિલ્હી :  ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને કેન્દ્રિય રાજ્ય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે 'એ દિલ હૈ મુશ્કિલ'ની રિલીઝ વખતે કહેવામાં આવ્યં હતું કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ નહીં આપવામાં આવે, પણ આ વાયદા પર અમલ નથી કરવામાં આવ્યો. બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે હવે એક ચોક્કસ વલણ અપનાવાનો સમય આવી ગયો છે અને પાકિસ્તાની કલાકારોને બોલિવૂડમાં કામ કરવાની તક ન આપવી જોઈએ. 

'વેલકમ ટૂ ન્યૂયોર્ક'માંથી હટે રાહતનો અવાજ
મીડિયા રિપોર્ટસ પ્રમાણે બાબુલ સુપ્રિયોએ ફિલ્મ 'વેલકમ ટૂ ન્યૂયોર્ક'માંથી રાહત ફતેહ અલી ખાનનો અવાજ હટાવવાની ડિમાન્ડ કરી છે. તેમણે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને કહ્યું છે કે, 'હું એ સમજી નથી શકતો કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમસ્યાઓ વધી રહી છે ત્યારે સીમાપાર પ્રતિભા અને કૌશલની શોધ શું કામ થઈ રહી છે? એવી પરિસ્થિતિ ન થવી જોઈએ જ્યારે એક તરફ એફએમ ચેનલ પર પાકિસ્તાની ગાયકોના ગીત વાગતા હોય અને બીજી તરફ ન્યૂઝ ચેનલ્સ પર પાકિસ્તાની હુમલામાં શહીદ થયેલા જવાનોના સમાચાર આવતા હોય.'

— ANI (@ANI) February 19, 2018

નાગરિકત્વના કારણે સમસ્યા
બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે મને રાહત ફતેહ અલી ખાન તેમજ આતિફ અસલમ સામે કોઈ સમસ્યા નથી પણ તેમના નાગરિકત્વ સાથે સમસ્યા છે. બોલિવૂડ વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતે હવે પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ મૂકીને દુનિયામાં પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા આતંકવાદનો વિરોધ કરવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news