‘બધાઇ હો’માં નીના ગુપ્તા નહીં, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી

આ ફિલ્મના હિરો અટેલ કે નીના ગુપ્તાના પુત્રના રોલ અદા કરનાર આયુષ્માન ખુરાનાએ ફિલ્મની કાસ્ટિંગ દરમિયાન મજાકમાં કહ્યું હતું કે તેઓ પિતા અને પુત્ર બન્નેની ભૂમિકા ભજવી શકે છે

‘બધાઇ હો’માં નીના ગુપ્તા નહીં, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી

નવી દિલ્હી: આ વાત કહેવી ખોટી નહીં હોય કે નીના ગુપ્તા અને ગજરાજ રાવ વગર સુપરહિટ ફિલ્મ ‘બધાઇ હો’ની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ શું તેમ જાણો છો કે આ બન્ને અભિનેતા ડાયરેક્ટર અમિત શર્માની પ્રથમ પસંદગી ન હતા. આ ફિલ્મમાં આયુષ્માનના માતા-પિતાની ભૂમિકા માટે તેમની પ્રથમ પસંદગી બીજી હતી. પરંતુ તે પણ ખોટુ નથી કે દરેક ફિલ્મ તેનું નસીબ અને સ્ટાર્સ જાતે જ નક્કી કરે છે, એટલા માટે જ ડાયરેક્ટરની પસંદના સ્ટાર્સે આ ફિલ્મ સાથે જોડાઇ શક્યા ન હતા.

તમને પણ લાગી રહ્યું હશે કે આ રોલ માટે ગજરાજ અને નીનાની જગ્યાએ સાર અભિનેતા કોણ હોય શકે છે. તો તમને જણાવી દઇએ કે અમિત શર્માની આ રોલ માટે પ્રથમ પસંદગી તબ્બુ અને ઇરફાન ખાન હતા. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અમિત શર્માએ આ વાત લોકોને જણાવી હતતી. અમતિએ જણાવ્યું હતું કે તેમની સૌથી પહેલા માની ભૂમિકા માટે તબ્બુને લેવા ઇચ્છતા હતા, પરંતુ તે પોસિબલ થઇ શક્યું ન હતું. કેમકે તબ્બુએ આ રોલની ઓફર નકારી હતી. ફિલ્મમાં નીના ગુપ્તાના રલો અને તેમની એક્ટિંગની થઇ રહેલી પ્રસંશા બાદ કદાચ જ તબબુ પણ તેના આ નિર્ણયને લઇ દિલગીર થઇ રહી હશે.

अभिनेत्री तब्बू ने किया चौंकाने वाला खुलासा, कहा- इसी की वजह से अब तक सिंगल हूं

પરંતુ તબ્બુએ આ કહીને રોલ કરવાની ના પાડી હતી કે તેઓ હાલ પોતે નાની દેખાઇ રહ્યા છે તો જવાન છોકરાની માની ભૂમિકામાં તેઓ સારી દેખાશે નહીં. ડાયરેકટરે આ પણ ખુલાસો કર્યો કે જો તબ્બુના હોત, તો નીના ગુપ્તા આ ફિલ્મનો ભાગ હોત નહીં. કેમકે તબ્બુએ જ નીના ગુપ્તાનું નામ આ ભૂમિકા માટે જણાવ્યું હતું. વાતચીત દરમિયા અમિતે જણાવ્યું હતું કે ‘અમે આ રોલ માટે તબ્બુ પાસે ગયા હતા. તે સમયે અમારી પાસે એક અલગ સ્ક્રિપ્ટ હતી અને અમે તબ્બુ અને ઇરફાન ખાનને લેવા માંગતા હતા. જ્યારે તેમણે સ્ક્રિપ્ટ સાંભળી, તો તેમણે જણાવ્યું કે નીના ગુપ્તા આ રોલ માટે પરફેક્ટ રહશે.

इरफान खान की इस फिल्म को बांग्लादेश ने ऑस्कर के लिए चुना, पहले लगाया था बैन

આયુષ્માન કરવા માંગતો હતો ડબલ રોલ
તેનાથી પણ વધારે મહત્વની વાત અમિત શર્માએ જણાવી કે આ ફિલ્મના હિરો અટેલ કે નીના ગુપ્તાના પુત્રના રોલ અદા કરનાર આયુષ્માન ખુરાનાએ ફિલ્મની કાસ્ટિંગ દરમિયાન મજાકમાં કહ્યું હતું કે તેઓ પિતા અને પુત્ર બન્નેની ભૂમિકા ભજવી શકે છે. અમિતે કહ્યું કે ‘આયુષ્માને મજાકમાં કહ્યું હતું કે તે પિતા અને પુત્ર બન્નેનો રોલ્સ કરવા માંગતો હતો. પરંતુ આ મજાક પછી આયુષ્માને જ ગજરાજ રાવનું નામ આપ્યું હતું. હું તેમને તે સમયથી ઓળખું છું જ્યારે અમે પ્રદીપ સરકાર માટે સાથે કામ કર્યું હતું.’

તમને જણાવી દઇએ કે ‘બધાઇ હો’ એક આધેડ ઉંમરની જોડીને છોકરો પેદા થવા પર આધારીત ફિલ્મ બની છે. આ ફિલ્મમાં પ્રેગ્નેટ મહિલાની ભૂમિકામાં નીના ગુપ્તા અને તેના પતિના રોલમાં ગજરાજ રાવ છે. ફિલ્મમાં સાનિયા મલહોત્રા, સુરેખા સીકરી અને શીબા ચડ્ડા પણ શામેલ છે આ ફિલ્મ એક અઠવાડીયામાં 61 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news