)
Badshah met Premanand Maharaj: રૈપર અને સિંગર બાદશાહ તેના ગીતો માટે પ્રખ્યાત છે. તાજેતરમાં જ બાદશાહ તેના ભાઈ સાથે વૃંદાવન પ્રેમાનંદજી મહારાજના આશ્રમ પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર બાદશાહનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા પહોંચેલો બાદશાહ ચૂપચાપ હાથ જોડીને બેઠેલો દેખાય છે. તેની સાથે ભાઈ પણ છે જે પ્રેમાનંદજી મહારાજને જીવન સંબંધો અને સત્ય વિશે પ્રશ્ન પૂછે છે. તેનો જવાબ બાદશાહ ધ્યાનપૂર્વક સાંભળતો જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રૈપર અને સિંગર બાદશાહ ચૂપચાપ પ્રેમાનંદજી મહારાજની સામે બેઠો છે અને તેનો ભાઈ મહારાજને પ્રશ્ન પૂછે છે, જેમાં તે એવું પૂછે કે છે કે સાચું સાંભળવાનો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ જ્યારે સત્ય બોલો તો સંબંધો માં અને લોકો વચ્ચે દૂરી આવી જાય છે. જાણે જીવનને શ્રાપ લાગી ગયો હોય તેમ માણસ ખતમ થઈ જાય છે. સાચું બોલવાથી બધા જ દૂર થઈ જાય છે અને વ્યક્તિ કામ પણ કરી શકતો નથી..
આ સાંભળીને પ્રેમાનંદજી મહારાજ કહે છે કે, જો હૃદય મજબૂત રહે તો સત્ય બોલનારનો સાથ ભગવાન આપે છે. આજે સંસાર અસત્યમાં લાગેલો છે તેથી સત્યના માર્ગે ચાલો તો તમારો પક્ષ કોઈ ન લે પરંતુ સત્ય બોલનારના પક્ષમાં ભગવાન હંમેશા રહે છે. સત્ય બોલવાથી વ્યવહારમાં તમને કટુતા મળશે. પરંતુ સત્ય બોલવાથી જો પરમાત્મા પ્રસન્ન થઈ ગયા તો બધા જ લોકો તમને નમન કરશે.
મિત્રોની વાતમાં પણ પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે જે અસત્યને પ્રધાનતા આપે છે તે તમારા મિત્રો હોઈ શકે નહીં. સત્ય નારાયણ છે અને ભગવાન છે જો તમે સત્યનો સાથ ન છોડો તો એક સમયે બધાને તમારી સામે ઝુકવું પડે તેથી નિરાશ થવું નહીં અને સત્યના માર્ગ પર દ્રઢતાથી બન્યા રહેવું.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા પણ પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા હતા. જ્યારે તમને ખબર પડી કે મહારાજજીની કિડની ખરાબ છે અને તે બીમાર છે તો રાજ કુંદ્રા એ પોતાની એક કિડની દાન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને રાજ કુંદ્રાને લોકોએ ટ્રોલ કર્યો હતો. ત્યાર પછી હવે બાદશાહ પણ પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા પહોંચ્યો હતો. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મહત્વનું છે કે પ્રેમાનંદજી મહારાજ ભારતના લોકપ્રિય અને સન્માનિત આધ્યાત્મિક ગુરુ તરીકે પ્રખ્યાત થયા છે. તેમણે પોતાનું જીવન રાધાકૃષ્ણની ભક્તિ અને ઈશ્વરના નામ સ્મરણને સમર્પિત કરેલું છે. તેમના પ્રવચનને લાખો લોકો ઓનલાઈન સાંભળતા હોય છે. પ્રેમાનંદજી મહારાજ ડિજિટલ યુગના એક પ્રભાવી આધ્યાત્મિક માર્ગદર્શક બની ગયા છે. જેમને સાંભળનાર લોકોમાં યુવાનો મોટી સંખ્યામાં હોય છે.. સૌથી મહત્વનું છે કે વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, મિકા સિંગ, આશુતોષ રાણા, રવિ કિશન જેવી જાણીતી હસ્તીઓ પણ અવારનવાર તેમના દર્શન કરવા વૃંદાવન પહોંચે છે.