'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા': અજયે 3 નવા પોસ્ટર્સ રિલીઝ કર્યા, ઓટીટી રિલીઝની પણ કરી જાહેરાત

બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. 29 જૂનના રોજ અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પરથી ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર રિલીઝ કરીને ફેન્સને આ ખુશખબર આપી દીધા છે. 

Updated By: Jun 30, 2020, 09:55 AM IST
'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા': અજયે 3 નવા પોસ્ટર્સ રિલીઝ કર્યા, ઓટીટી રિલીઝની પણ કરી જાહેરાત

મુંબઇ: બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. 29 જૂનના રોજ અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પરથી ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર રિલીઝ કરીને ફેન્સને આ ખુશખબર આપી દીધા છે. 

અજય દેવગણે પોતાના નવા પોસ્ટર સાથે સંજય દત્તનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે. જેમાં સંજય દત્ત મોટી મોટી મૂછોમાં જોવા મળે છે. અજય દેવગણે સંજય દત્તનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે કે ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનો સંજય દત્તનો ફર્સ્ટ લૂક આ રહ્યો. તૈયાર રહો મિત્રો, ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોની હોમ ડિલિવરી માટે....

કોરોના વાયરસના કારણે થિયેટરોમાં રિલીઝ નહીં થાય ફિલ્મ
અજય દેવગણે કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનને લીધે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 3 મહિનાથી ભારત દેશના તમામ થિયેટરો બંધ પડ્યા છે. જેના કારણે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના મેકર્સે પોતાની ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.