આ કંટેસ્ટેંટે જીત્યો Big Boss OTT નો ખિતાબ, ટ્રોફીની સાથે જીતી આટલી રકમ

ટીવીના સૌથી કંટ્રોવર્શિયલ શો 'બિગ બોસ' ના નવા વર્જન બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ને પ્રથમ વિનર મળી ગયો છે. શોના દર્શકોને લાંબી આતુરતાનો અંત આવી ગયો છે. દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) એ આ શોની પહેલી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

Updated By: Sep 18, 2021, 11:52 PM IST
આ કંટેસ્ટેંટે જીત્યો Big Boss OTT નો ખિતાબ, ટ્રોફીની સાથે જીતી આટલી રકમ

નવી દિલ્હી: ટીવીના સૌથી કંટ્રોવર્શિયલ શો 'બિગ બોસ' ના નવા વર્જન બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ને પ્રથમ વિનર મળી ગયો છે. શોના દર્શકોને લાંબી આતુરતાનો અંત આવી ગયો છે. દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) એ આ શોની પહેલી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. સોશિયલ મીડિયા પર ટ્રોફીની સાથે તેમનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ ઇંડસ્ટ્રીના તેમના મિત્રો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

કરણ જોહરે નિકાળી દીધો જીવ
આ શોના હોસ્ટ કરણ જોહર (Karan Johar) એ પોતાના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આ પહેલો મોકો હતો જ્યારે કરણે 'બિગ બોસ' ને હોસ્ટ કર્યો. જ્યાં આખી સિઝન કરણને શો પર પકડ બનાવી રાખી. તો બીજી તરફ શોના વિજેતાના નામ જાહેર કરતાં તેમણે કંટેસ્ટેંટે સાથે જોનારાઓના શ્વાસ અટકાવી દીધા. તેમણે ઘણીવાર પછી વિજેતાના નામ પરથી પડદો ઉઠાવતા ખૂબ અલગ અંદાજમાં વિનરના નામની જાહેરાત કરી. 

Guess Who: બાળપણથી જ ફાસ્ટ દોડતી હતી આ અભિનેત્રી, બોલીવુડની રેસમાં પણ બધાને આપી માત

આ હતા ફાઇનલિસ્ટ 
છ અઠવાડિયા સુધી સંઘર્ષ કરનાર અને દર્શકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડ્યા બાદ અંતિમ પાંચ ઘરવાળા 'બિગ બોસ ઓટીટી' ના ગ્રાંડ ફિનાલેનો ભાગ બન્યા. તેમાં દિવ્યા અગ્રવાલ (Divya Agarwal), નિશાંત ભટ (Nishant Bhat), પ્રતીક સહજપાલ (Pratik Sehajpal), રાકેશ બાપટ (Raqesh Bapat), અને શમિતા શેટ્ટી (Shamita Shetty) સામેલ હતા. પરંતુ બધાને પછાડતાં દિવ્યાએ આ ટ્રોફીને પોતાના નામે કરી દીધી છે. 

સોશિયલ મીડિયા પર પહેલાંથી જ અનુમાન
તમને જણાવી દઇએ કે શમિતાના નામને લઇને પહેલાં જ સોશિયલ મીડીયા પર અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ઘણી પોસ્ટ એવી સામે આવી હતી જેમાં શમિતાને શોની વિજેતા બતાવવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube