Birthday Special: આ ક્રિકેટરની દિવાની હતી માધુરી, બે અભિનેતા સાથે જોડાયું હતું નામ

માધુરી દીક્ષિત આજે કોઇ ઓળખની મોહતાજ નથી. ભારત જ નહી પરંતુ વિશ્વભરમાં લોકો માધુરી દીક્ષિતને ઓળખે છે. માધુરી દીક્ષિતને લોકો ધક ધક ગર્લ તરીકે પણ ઓળખે છે. ભારતમાં ધક ધક ગર્લના નામથી જાણીતિ બનેલી માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઇમાં થયો હતો. 

Birthday Special: આ ક્રિકેટરની દિવાની હતી માધુરી, બે અભિનેતા સાથે જોડાયું હતું નામ

મુંબઇ: માધુરી દીક્ષિત આજે કોઇ ઓળખની મોહતાજ નથી. ભારત જ નહી પરંતુ વિશ્વભરમાં લોકો માધુરી દીક્ષિતને ઓળખે છે. માધુરી દીક્ષિતને લોકો ધક ધક ગર્લ તરીકે પણ ઓળખે છે. ભારતમાં ધક ધક ગર્લના નામથી જાણીતિ બનેલી માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઇમાં થયો હતો. તેમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે તેમને એક ફિલ્મમાં કામ કરવા માટે એક મહિલા કલાકાર તરીકે સૌથી વધુ પૈસા મળતા હતા.  

માધુરી દીક્ષિતનું નામ ઘણા ફિલ્મ સ્ટાર અને સેલેબ્રિટી સાથે જોડાયું. 80 અને 90ના દાયકામાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી એકદમ હીટ રહી હતી. બંને પુકાર, પરિંદા, રામ-લખન, બેટા, જમાઇ રાજા, તેજાબ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મીદિયા રિપોર્ટ્સ અનુસાર ધીરે-ધીરે માધુરી અને અનિલ કપૂર નજીક આવવા લાગ્યા. માધુરી તેમના સેટ પર વધુ સમય પસાર કરવા લાગી. 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

90ના દાયકામાં એક્ટર સંજય દત્ત અને માધુરી દીક્ષિતના પ્રેમના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા પરંતુ પછી 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ આવ્યું હતું. ત્યારબાદ માધુરી દીક્ષિતે સંજય દત્તથી અંતર બનાવી લીધું. ઘણા લોકોને એ ખબર કે છે માધુરી દીક્ષિત એક ક્રિકેટરની દીવાની હતી. 1992માં ઇંડીયા ટૂડેને આપેલા એક ઇન્ટરવ્યૂંમાં માધુરીએ ખુલાસો કર્યો કે તે ક્રિકેટર સુનિલ ગવાસ્કરની દિવાની હતી અને તેમને ખૂબ સેક્સી લાગતા હતા. 

માધુરી દીક્ષિતે એ પણ કહ્યું હતું કે સુનીલ ગાવસ્કર તેમના સપનામાં આવતા હતા અને તે તેમની પાછળ દોડવા માંગતી હતી. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે એકસમયે સુરેશ વાડેકર માટે ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત સાથે લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ સુરેશ વાડેકરે ના પાડી દીધી હતી. માધુરી દીક્ષિતે 17 ઓક્ટોબરના રોજ ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરી લીધા. માધુરીને બે બાળકો પણ છે. 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરી દીક્ષિત એકમાત્ર એક એવી અભિનેત્રી છે જેમને 14 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેત કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી પણ સંમાનિત કરવામાં આવી છે.

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

જ્યારે પણ તક મળે છે ત્યારે પરિવાર સાથે નિકળી પડે છે ફરવા
બે બાળકોની માત હોવાના લીધે માધુરી દીક્ષિત હંમેશા પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. વ્યસ્ત શિડ્યૂલમાંથી પરિવાર માટે સમય કાઢવાનો હોય કે પછી પોતાના બાળકો અને પરિવાર સાથે ફરવા જવાનું હોય માધુરી કોઇપણ બાબતે પાછળ નથી. તેમને જ્યારે પણ તક મળે છે ત્યારે તે પતિ અને બાળકો સાથે ફરવા નિકળી પડે છે. સમુદ્ર કિનારે જવાનું કે પછી બાળકો સાથે પેરાગ્લાઇડિંગ કરવાનું  હોય માધુરી કોઇ તક છોડતી નથી. પોતાની એક પોસ્ટમાં માધુરી લખે છે કે જો તમે ખુશીઓ મેળવવા માંગો છો તો તમે રોમાંચમાંથી પસાર થાવ.  

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

પૌંઆ અને પન્ના પસંદ છે
આમ તો પોતાના ફિગર અને હેલ્થને લઇને માધુરી દીક્ષિત હંમેશા સજાગ રહે છે પરંતુ જ્યારે પણ તક મળે છે તે પોતાના ડાઇટ સાથે ચીટિંગ કરી લે છે. જ્યારે જ્યારે તક મળે છે ત્યારે તે પોતાના મનપસંદ પૌંઆ ખાઇ લે છે. તેમને પન્ના કેરી ખૂબ પસંદ છે. માધુરી દીક્ષિત ફક્ત ખાવાની જ નહી પરંતુ બનાવવાની પણ શોખીન છે. માટે જ્યારે પણ તક મળે છે ત્યારે તે ભોજન બનાવી લે છે. ક્યાંક બહાર જાય છે તો પોતાના આ શોખને પુરો કરવામાં કસર છોડતી નથી. 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

પેટ્સનો પણ શોખ છે
આ બધીઓ વસ્તુઓ ઉપરાંત માધુરી દીક્ષિતને પેટ્સનો પણ શોખ છે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો માધુરી દીક્ષિતના ઘણા બધા ફોટા પેટ્સ સાથે જોવા મળશે. જેમાં તે પોતાના અનકંડિશનલ પ્રેમને વ્યક્ત કરે છે. પોતાની જવાબદારીઓ માફક્ત પેટ્સ પ્રત્યે પણ પોતાની જવાબદારી નિભાવે છે. 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

બકેટ લિસ્ટમાં જોવા મળશે
માધુરી દીક્ષિત જલદી જ કરણ જોહરની એએ ફિલ્મ્સની મરાઠી ફિલ્મ 'બકેટ લિસ્ટ'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ તેજસ દેઓસ્કર કરી રહ્યા છે અને સાથે ડાર્ક હોર્સ સિનેમાઝ, ડર મોશન અને બ્લૂ મુસ્તાંગ ક્રિએશન્સ મળીને તેને પ્રોડ્યૂસર કરી રહ્યા છે. ફિલ્મના આ પોસ્ટરમાં માધુરી દીક્ષિત સુંદર લાગી રહી છે. સાથે જ તે બિલકુલ ટીએનએજ ગર્લ દેખાઇ છે. આ ફિલ્મ સામાન્ય માણસના જીવન પર આધારિત છે જેના કેટલાક સપના અધૂરા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news