Viral Video: આમિર ખાનને મળ્યા બાદ રડતી જોવા મળી દીકરી આયરા ખાન! યૂઝર્સે પ્રાઈવસીની કરી અપીલ

એકબાજુ જ્યાં આમિર ખાન 60 વર્ષે પણ પોતાના જીવનમાં નવા પ્રેમ ગૌરી સ્પ્રેટના કારણે ચર્ચામાં છે ત્યાં બીજી બાજુ દીકરી આયરા ખાનનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે ચાહકોને હચમચાવી દીધા છે. આખરે શું થયું આયરાને?

Viral Video: આમિર ખાનને મળ્યા બાદ રડતી જોવા મળી દીકરી આયરા ખાન! યૂઝર્સે પ્રાઈવસીની કરી અપીલ

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનના નવા લવ અફેરના સમાચારો વચ્ચે અચાનક દીકરી આયરા ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આયરા રોતી જોવા મળી રહી છે. તેના રડવાનું કારણ તો સામે આવ્યું નથી. પરંતુ પિતા આમિર ખાનને મળ્યા બાદનો આ વીડિયો હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ સોમવારે સાંજે આયરા તેના પિતાને મળવા માટે તેમના ઘરે પહોંચી હતી. બંનેની મુલાકાત બાદ આમિર તેને બહાર છોડવા માટે પણ આવ્યા. ભેટ્યા અને ગાડીમાં બેસાડી. આ દરમિયાન આયરા ખાનની આંખો ભીની હતી જે પાપરાઝીઓના કેમેરામાં કેદ થઈ ગઈ. 

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આયરા ખાન ગાડીમાં બેઠી છે અને ખુબ ભાવુક જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના સપોર્ટમાં પણ જોવા મળી રહ્યા છે. આયરાને રોતી જોઈને યૂઝર્સ તેને પ્રાઈવસી આપવાની વાત કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે મને લાગે છે કે આની સાથે તમારે કોઈ લેવાદેવા નથી. એક અન્ય યૂઝરે લખ્યું કે તેને એકલતામાં રડી લેવા દો. એક અન્ય યૂઝરે લખ્યું કે તેને તેના હાલ પર છોડી દો. તે પોતાની પરેશાનીઓનો સામનો કરી રહી છે. અન્ય એક યૂઝરે કમેન્ટ કરી કે તેઓ પ્રાઈવસીનો અર્થ નથી સમજતા કે શું? એક અન્ય યૂઝરે તો મીડિયા પર આયરાને સતાવવાનો અને પરેશાન કરવાનો આરોપ સુદ્ધા લગાવી દીધો. 

અત્રે જણાવવાનું કે આયરા ખાને પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થ વિશે વાત કરેલી છે. તેણે જણાવ્યું હતું કે બહુ નાની ઉંમરમાં તે ડિપ્રેશનનો ભોગ બની હતી. તેણે પોતાની મેન્ટલ હેલ્થ પર કામ કરવા માટે ખુબ કોશિશ કરી. આયરાએ ગત વર્ષે ગ્રાન્ડ સેરેમનીમાં પોતાના ફિટનેસ કોચ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા. બીજી બાજુ આમિર ખાન હાલ પોતાના જીવનમાં નવા પ્રેમ ગૌરી સ્પ્રેટને લઈને ચર્ચામાં છે. હાલમાં જ અભિનેતાએ ગૌરી સાથે પોતાના લવ અફેરની વાતને સ્વીકારી છે. બંને લગભગ દોઢ વર્ષથી સાથે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news