Bollywood ના એવા સિતારાઓની વાત, જેઓ માત્ર એક ગીતથી જ રાતોરાત બની ગયા સ્ટાર!

90ના દાયકામાં એવા ઘણા કલાકારો રહ્યા જેઓને આપણે મ્યુઝિકલી હિટ કલાકાર કહી શકીએ છીએ, આ કલાકારો એક કે બે ફિલ્મ બાદ ખોવાઈ ગયા પરંતું તેના ગીતો સદાબહાર રહી ગયા.. આ અભિનેતાઓ કે અભિનેત્રીઓ ફલોપ ફિલ્મો પછી ખોવાઈ ગયા પરંતું તેઓ તેમના ગીતોના કારણે લોકોના મનમાં વસી ગયા.

Updated By: Jul 21, 2021, 03:30 PM IST
Bollywood ના એવા સિતારાઓની વાત, જેઓ માત્ર એક ગીતથી જ રાતોરાત બની ગયા સ્ટાર!

વિરલ પટેલ, અમદાવાદઃ હિન્દી ફિલ્મ જગતની સૌથી મોટી ખાસિયત તેનું સંગીત રહ્યુ છે. શ્રેષ્ઠ સંગીત અને ગીતોની તુલનામાં હિન્દી ફિલ્મ જગતનો કોઈ મુકાબલો નથી. રાજેશ ખન્નાથી લઈ રણબીર કપૂર સુધીના તમામ સફળ હિરોની વાત હોય આ બધા અભિનેતાઓને સુપરસ્ટાર બનાવવામાં તેમની ફિલ્મોના સંગીત અને ગીતોનો ફાળો રહ્યો છે, પરંતું અહીં એવા કલાકારોની વાત જેમની પહેલી કે બીજી ફિલ્મોના ગીતો એટલા હિટ થયા કે તેઓ રાતોરાત સ્ટાર બની ગયા પરંતું આ કલાકારોના કારકિર્દી પાટા પર ન ચડી. 90ના દાયકામાં એવા ઘણા કલાકારો રહ્યા જેઓને આપણે મ્યુઝિકલી હિટ કલાકાર કહી શકીએ છીએ, આ કલાકારો એક કે બે ફિલ્મ બાદ ખોવાઈ ગયા પરંતું તેના ગીતો સદાબહાર રહી ગયા.. આ અભિનેતાઓ કે અભિનેત્રીઓ ફલોપ ફિલ્મો પછી ખોવાઈ ગયા પરંતું તેઓ તેમના ગીતોના કારણે લોકોના મનમાં વસી ગયા.

1. બસ એક સનમ ચાહિયે:
કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેને આ ગીત નહીં સાંભળ્યું હોય કે આ ફિલ્મના ગીતો ન ગમ્યા હોય. વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'આશિકી' ને એવી સફળતા મળી કે ફિલ્મના એકટર રાહુલ રોય અને તેની અભિનેત્રી અનુ અગ્રવાલ રાતોરાત સ્ટાર બની ગયા હતા. આ બંનેને સ્ટારડમ મળવાનું શ્રેય ફિલ્મના સંગીતને જાય છે. એકથી એક ચડિયાતા ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે. ફિલ્મનું સંગીત નદીમ-શ્રવણે આપ્યું, ફિલ્મના ગીતો કુમાર સાનુ, અનુરાધા પોંડવાલે ગાયા અને સમીર અંજાનના શબ્દોથી આ ગીતો સદાબહાર બન્યા. આશિકી બાદ રાહુલ રોયે ઘણી ફિલ્મો કરી પરંતું મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. રાહુલ રોયને યાદ કરીએ ત્યારે આશિકી ફિલ્મ જ દરેકના ચહેરા સામે આવી જાય.

No description available.

2. તુમ્હારી નજરો મૈં હમને દેખા:
90ના દાયકામાં આ ગીતે ધૂમ મચાવી હતી, વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'કલ કી આવાજ' નું આ ગીત છે, ફિલ્મમાં ધર્મેન્દ્ર, રાજ બબ્બર અને અમૃતા સિંઘ જેવા કલાકારો હતા, આ ફિલ્મના બધા ગીતો હિટ થયા પરંતું 'તુમ્હારી નજરો મૈં હમને દેખા' ગીતે એવી ધૂમ મચાવી કે આ ગીત 90ના દાયકાના શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગીત બની ગયું. આ ગીતમાં રોહિત ભાટિયા નામનો હિરો હતો, રોહિત ભાટિયાના નસીબ પર પણ ત્યારબાદ પાણી ફરી વળ્યું. રોહિતની મોટાભાગની ફિલ્મો બંધ થઈ ગઈ. ત્યારે આ હિરો ફકત આ એક ગીત માટે જ યાદગાર રહી ગયો. ફિલ્મમાં રોહિત ભાટિયાની સાથે પ્રતિમા સિન્હા નામની એક્ટ્રેસ હતી જે અભિનેત્રી માલા સિન્હાની પુત્રી છે.

No description available.

3. મેરા સનમ સબસે પ્યારા હૈ:
'દિલ કા ક્યા કસૂર'  ફિલ્મના આમ તો બધા ગીતો હતા, પરંતું મેરા સનમ સબસે પ્યારા હૈ ગીત 90ના દશકમાં ખૂબ હિટ થયુ હતું. ફિલ્મમાં અભિનેતા પૃથ્વી ભલે નવોદિત હતો પરંતું અભિનેત્રી દિવ્યા ભારતી ત્યારે સુપરસ્ટાર હતી. વર્ષ 1992માં 'દિલ કા ક્યા કસૂર' ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મનું ગીત કુમાર સાનુ અને આશા ભોંસલેએ ગાયુ હતું. ફિલ્મનું દિલ જીગર નજર ક્યા હૈ ગીત પણ હિટ થયુ હતું. આ ફિલ્મ બાદ પૃથ્વીએ કેરેકટર ફિલ્મો જ કરી.

No description available.

4. 'કાલી તેરી ચોટી હૈ, પરાંદા તેરા લાલ ની'
90ના દાયકાની શરૂઆતમાં આવેલું ગીત આજે પણ એક વર્ગને ખૂબ પસંદ છે. વર્ષ 1990માં બહાર આને તક ફિલ્મ આવી હતી જેમાં તારીક શાહે કામ કર્યુ હતું. ફિલ્મમાં એક ગીત હતું જે ખૂબ જ લોકપ્રિય થયું જેના શબ્દો હતા, 'કાલી તેરી ચોટી હૈ, પરાંદા તેરા લાલ ની'.. તે સમયે લગ્નમાં આ ગીત ખૂબ લોકપ્રિય થયુ હતું. 'મોહબ્બત ઈનાયત કરમ દેખતે હૈ' ગીત તારીક શાહનું હિટ રહ્યુ પરંતું ત્યારબાદ તારીક શાહે ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા પરંતું તેને સફળતા મળી નહીં

5. હમ લાખ છુપાયે પ્યાર મગર:
આ ગીતને તો કોણ ભૂલી શકે, નવી જનરેશનમાં પણ આ ગીત તેટલું જ લોકપ્રિય છે. વર્ષ 1992માં 'જાન તેરે નામ'  રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રોનિત રોય હિરો હતો, 'જાન તેરે નામ' ફિલ્મનું 'હમ લાખ છુપાયે પ્યાર મગર' સહિત 'કલ કોલેજ બંધ હો જાયેગા',  'આખા ઈન્ડિયા જાનતા હે' આ બધા ગીતોએ બધાને ઘેલા કર્યા હતા. રોનિત રોયની સાથે અભિનેત્રી ફરહીન પ્રભાકરે કામ કર્યુ હતું. ત્યારબાદ રોનિત રોયે કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ પરંતું સફળતા ન મળી. રોનિત રોયને ભલે ફિલ્મોમાં નામના મળી પરંતું ટેલિવિઝન સેલિબ્રિટીઝમાં આજે તેનું મોટું નામ છે, રોનિત રોય સિક્યોરીટી એજન્સી પણ ચલાવે છે. રોનિત રોયે વિલન પણ સારી ભૂમિકાઓ ભજવી છે. અભિનેત્રી ફરહીન માધુરી દીક્ષિત જેવી લાગતી હતી. લગ્ન બાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તિલાંજલી આપી દીધી. ફિલ્મના ગીતો કુમાર સાનુ, આશા ભોંસલે, ઉદીત નારાયણ જેવા દિગ્ગજોએ ગાયા હતા.

6. ચેહરા ક્યા દેખતે હો:
સલામી ફિલ્મનું ગીત પણ આ યાદીમાં આવે છે, જેના હિરો-હિરોઈનને ફિલ્મોમાં ખાસ ઓળખ ન મળી પરંતું આ ગીત થકી તેઓ એક ફિલ્મના સ્ટાર બની ગયા. 'ચેહરા ક્યા દેખતે હો' ગીતમાં અયુબ ખાન અને રોશની જાફરી જોવા મળ્યા હતા. ગીતના કારણે બંનેને રાતોરાત લોકપ્રિયતા મળી. અયુબ ખાને ત્યારબાદ કેટલીક ફિલ્મો કરી પરંતું સફળતા ન મળી. અયુબ ખાને દિલ ચાહતા હે ફિલ્મમાં કામ કર્યું. ત્યારબાદ તેને ટીવી સિરીયલોમાં કેરેકટર રોલ કર્યા. આ બંનેને પણ એક ફિલ્મના ગીતના કારણે જ લોકપ્રિયતા મળી

7. ઘર સે નિકલતે હી:
ઉદિત નારાયણનું આ ગીત આજે પણ સાંભળીએ તેટલું જ ફ્રેશ લાગે. ફિલ્મનું નામ મોટાભાગે કોઈને યાદ નહીં હોય. પાપા કહેતે હે ફિલ્મ વર્ષ 1996માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું અન્ય ગીત 'પહેલે પ્યાર કા પહેલા ગમ' પણ સારી એવી લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2021માં આ ગીતને ફરી રિક્રિ આ ફિલ્મમાં અભિનેતા તરીકે જુગલ હંસરાજ હતો જેને લવર બોય તરીકે ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ જુગલે કેટલીક ફિલ્મો કરી અને મોહબ્બતે જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું,. મોહબ્બતે હિટ થવાનો શ્રેય અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનને મળ્યો. ફિલ્મમાં મયૂરા કાંગોએ કામ કર્યુ હતું. જુગલ હંસરાજ ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે તો મયૂરી કાંગો ગૂગલ કંપનીમાં ઈન્ડસ્ટ્રીયલ હેડ છે.

8. આંખ હે ભરી ભરી:
બોલિવુડમાં ટોપ રોમેન્ટિક ગીતોની યાદી તૈયાર કરવામાં આવે તો આ ગીતને કઈ રીતે ભૂલી શકાય. વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'તુમસે અચ્છા કોન હૈ' મ્યુઝિકલી મોટી હિટ ફિલ્મ રહી. ફિલ્મમાં નકુલ કપૂર, આરતી છાબરિયા અને કિમ શર્માએ કામ કર્યું. ફિલ્મના આમ તો બધા ગીતો સુપરહિટ થયા પરંતું કુમાર સાનુ એ ગાયેલું ગીત 'આંખ હે ભરી ભરી'  ગીતે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી. ફિલ્મનું દમદર સંગીત નદીમ-શ્રવણની બેલડીએ આપ્યુ હતું.  નકુલ કપૂરને આપણે વન ફિલ્મ સ્ટાર કહી શકીએ કેમ કે ત્યારબાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખોવાઈ ગયો. નકુલ કપૂર હાલ કેનેડામાં યોગા ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આરતી છાબરિયા અને કિમ શર્માએ થોડી ઘણી ફિલ્મો કરી પરંતું તે લોકો પણ આ ફિલ્મોના ગીતોના કારણે જ યાદ રહી

9. યે દિલ આશિકાના:
વર્ષ 2002માં 'તુમસે અચ્છા કોન હૈ' ની સાથે આવી જ બીજી મ્યુઝિકલ હિટ ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ હતું 'યે દિલ આશિકાના'. ફિલ્મ રિલીઝ થતા જ તેના ગીતોએ ધૂમ મચાવી હતી. ફિલ્મનું ટાઈટલ ટ્રેક તો સુપરહિટ રહ્યુ પરંતું અન્ય ગીત 'ઉઠા લે જાઉંગા' ગીત પણ લોકોને ખૂબ પસંદ આવ્યુ હતું.  આ ફિલ્મમાં કરણનાથ અને જીવીધા શર્માએ કામ કર્યું. કરણનાથે ત્યારબાદ એક બે ફિલ્મોમાં કામ કર્યુ પરંતું તે ફ્લોપ નીવડી. આમ આ બંને પણ એક જ ગીતના સ્ટાર રહી ગયા.

10. મેં ચાહતા હું તુજકો દિલો જાન કી તરહ:
આ ગીત તમને બસોમાં કે રિક્ષાઓમાં ખૂબ સાંભળવા મળ્યું હશે. ગીત તો બધાને યાદ હશે પરંતું ફિલ્મ કોઈને યાદ નહીં હોય. વર્ષ 2001માં 'પ્યાર જિંદગી હૈ' ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું આ ગીત છે. ગીતને અભિજિત અને અલકા યાજ્ઞિકે ગાયુ છે. ફિલ્મમાં હિરો વિકાસ કલન્તરી અને અશીમા ભાલિયાએ કામ કર્યુ છે. આ બંને પણ એક જ ગીત માટે ખાસ યાદ રહ્યા. વિકાસ કલન્તરી હાલ મીડિયાનો બિહાઈન્ડ ધ કેમેરા જાણીતો ચહેરો છો તો અશીમાએ તમિલ ફિલ્મોમાં કામ કર્યું.

ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો...

BED પર આજની રાત બનાવવી છે રંગીન? તો કરો આ વસ્તુનું સેવન, પાર્ટનર કહેશે બસ હવે રહેવા દો!

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube