અરૂણ જેટલીના નિધનથી બોલિવૂડ શોકમાં, ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

દેશના પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલું લાંબી બીમારી બાદ શનિવારે 24 ઓગસ્ટના રોજ દિલ્હી એઇમ્સમાં નિધન થયું છે

અરૂણ જેટલીના નિધનથી બોલિવૂડ શોકમાં, ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ : દેશના પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલું લાંબી બીમારી બાદ શનિવારે 24 ઓગસ્ટના રોજ દિલ્હી એઇમ્સમાં નિધન થયું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રીલિઝ અનુસાર 24 ઓગસ્ટના શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે સાંસદ અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા.

અરૂણ જેટલીના નિધન પછી  બોલિવૂડના અનેક સ્ટાર્સે પોતાની લાગણી ટ્વિટ કરી છે.

— Sunny Deol (@iamsunnydeol) August 24, 2019

રિતેશ દેશમુખથી લઈને અનેક સેલિબ્રિટીઓએ અરૂણ જેટલીના નિધન બદલ શોક વ્યક્ત કર્યો છે.

— Riteish Deshmukh (@Riteishd) August 24, 2019

— ashabhosle (@ashabhosle) August 24, 2019

— Karan Johar (@karanjohar) August 24, 2019

— Karan Johar (@karanjohar) August 24, 2019

— taran adarsh (@taran_adarsh) August 24, 2019

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધનના સમાચાર જાણીને ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પોતાનો હૈદરાબાદનો પ્રવાસ અધવચ્ચે પૂરો કરીને દિલ્હી પાછા ફરી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત અન્ય નેતાઓએ અરુણ જેટલીના નિધન પર શોક જતાવ્યો છે. પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો. કોંગ્રેસ તરફથી પણ શોક વ્યક્ત કરાયો છે. 

અમિત શાહે કહ્યું કે અરુણ જેટલીજીના નિધનથી મને ઊંડો આઘાત લાગ્યો છે. અમે એક વરિષ્ઠ પાર્ટી નેતા જ નથી ગુમાવ્યાં પરંતુ એક એવા મહત્વપૂર્ણ કૌટુંબિક સભ્ય ગુમાવ્યાં છે જે હંમેશા મારા માટે માર્ગદર્શક રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news