Bollywood: જૂન મહિનામાં દર્શકોની મોજ, 1 કે 2 નહીં ધડાધડ 6 ફિલ્મો થશે રિલીઝ, ચેક કરી લો રિલીઝ ડેટ્સ
Bollywood Movies Releasing in June 2025: ફિલ્મ જોવાના શોખીનો માટે જૂન 2025 ખાસ હશે. કારણ કે જૂન મહિનામાં એક કે બે નહીં 6 ફિલ્મો રિલીઝ થશે. આ ફિલ્મો એકશન, કોમેડી, ડ્રામાથી ભરપુર હશે. તો ફટાફટ રિલીઝ ડેટ જોઈ નક્કી કરી લો તમે કઈ ફિલ્મ જોવા જવાના છો.
Trending Photos
Bollywood Movies Releasing in June 2025: વર્ષ 2025 શરુઆતથી જ ફિલ્મ ચાહકો માટે સારું રહ્યું છે. વર્ષની શરુઆતમાં કેટલીક દમદાર ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે. કેટલીક ફિલ્મોએ તો રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. હવે ગણતરીના દિવસોમાં જૂન મહિનો શરુ થવાનો છે ત્યારે બોલીવુડ દર્શકોને રાજી કરવા તૈયાર છે. જૂન મહિનામાં દર્શકોને મનોરંજન માટે ભરપુર ઓપ્શન મળવાના છે. કારણ કે જૂન મહિનામાં 6 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો કઈ કઈ છે જોઈ લો લિસ્ટ.
ઠગ લાઈફ
જૂન મહિનાની શરુઆત કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફથી થશે. જૂન મહિનાના ફર્સ્ટ વીકમાં 5 તારીખે એટલે કે 5 જૂને મણી રત્નમની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હાઉસફુલ 5
ઠગ લાઈફને ટક્કર આપવા માટે અક્ષય કુમારની ફિલ્મ પણ જૂનના પહેલા વીકમાં રિલીઝ થવાની છે. 6 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં હાઉસફુલ 5 રિલીઝ થશે. આ ફિલ્મમાં બોલીવુડના અનેક કલાકારો જોવા મળશે.
સિતારે ઝમીન પર
આમીર ખાન લાંબા સમય પછી સિતારે ઝમીન પર ફિલ્મ સાથે કમબેક કરશે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું છે. આમિર ખાનની ફિલ્મ 20 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે રીતે ટ્રેલરને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે તેને જોતા લાગે છે કે આ વખતે આમિર ખાનનો જાદુ દર્શકો પર ચાલશે.
કુબેરા
ધનુષ અને નાગાર્જુનની ફિલ્મ કુબેરા 20 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મની સીધી ટક્કર આમિર ખાનની ફિલ્મ સાથે થશે. કુબેરા ફિલ્મમાં રશ્મિકા મંદાના અને જિમ સરભ પણ જોવા મળશે.
માં
લાંબા સમય પછી કાજોલ પણ સ્ક્રીન પર જોવા મળશે. આ વખતે કાજોલ માં ફિલ્મમાં જોવા મળશે. તેની સાથે ઈંદ્રનીલ સેન અને રોનિત રોય પણ જોવા મળશે. આ ફિલ્મ 27 જૂને રિલીઝ થશે.
જ્ઞાનવાપી ફાઈલ્સ
જો તમને સત્ય ઘટના પર આધારિત ફિલ્મ જોવી હોય તો 27 જૂને રિલીઝ થશે જ્ઞાનવાપી ફાઈલ્સ ફિલ્મ.28 જૂન 2022 ના રોજ બે લોકોએ ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલ સાહૂની હત્યા કરી નાખી હતી આ ફિલ્મ તે ઘટના પર આધારિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે