મહિનાઓથી ખાલી પડ્યો છે સુશાંતસિંહનો લક્ઝુરિયસ ફ્લેટ, કોઈ ભાડેથી લેવા તૈયાર નથી

Updated By: Jun 17, 2021, 06:00 PM IST
મહિનાઓથી ખાલી પડ્યો છે સુશાંતસિંહનો લક્ઝુરિયસ ફ્લેટ, કોઈ ભાડેથી લેવા તૈયાર નથી
  • સુશાંતના આત્મહત્યાની ઘટના બાદ લોકો પણ તેને ખરીદવા કે ભાડેથી રહેવા માટે તૈયાર નથી
  • સુશાંતસિંહના આ ખાલી પડેલા મકાનમાં તમે પણ ભાડુઆત બનીને જઈ શકો છો

ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મો અને ટીવીના ફેવરિટ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષ થઈ ગયું છે. 14 જૂનના રોજ સુશાંતસિંહ (Sushant Singh Rajput) ની પહેલી ડેથ એનિવર્સરી હતી. અનેક હસ્તીઓથી લઈને તેમના ફેન્સની આંખમાં આસું જોવા મળ્યા હતા. પરંતુ વચ્ચે એક એવી વાત સામે આવી છે કે, સુશાંતસિંહના મોત બાદથી તેમનું મુંબઈનું ઘર એકદમ ખાલી પડ્યું છે. સુશાંતસિંહે પોતાનું આ ઘર બહુ જ ખાસ અંદાજમાં સજાવ્યું હતું. પરંતુ તેમના ગયા બાદ આ ઘર વિરાન જેવી હાલતમા પડ્યું છે. હજી સુધી આ મકાનમાં કોઈ રહેવા આવ્યું નથી. 

આ પણ વાંચો : સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે

સુશાંતસિંહ એક સીવ્યૂ ફ્લેટમાં રહેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, સુશાંતસિંહના આ ખાલી પડેલા મકાનમાં તમે પણ ભાડુઆત બનીને જઈ શકો છો. દિવંગત અભિનેતાના લગ્ઝુરિયસ એપાર્ટમેન્ટને હવે કોઈ પણ ભાડેથી લઈ શકે છે. સુશાંતનું આ મકાન મુંબઈના બાન્દ્રા એરિયામાં આવેલું છે. આ ઘર માટે સુશાંત દર મહિને 4.5 લાખનું ભાડુ ચૂકવતા હતા. પરંતુ હાલ આ ઘર રેન્ટ માટે અવેલેબલ છે, અને તેનું ભાડું 4 લાખ કરી દેવાયું છે. 

Bollywood Celebrity Sushant Singh Rajput's Mumbai Home | Architectural  Digest | Architectural Digest India

એક સેલિબ્રિટી બ્રોકરે સુશાંતના ઘર વિશે વાત કરતા જણાવ્યું કે, એપાર્ટમેન્ટને લીઝ પર રાખવામાં આવ્યું છે. હાલ તેના માટે ભાડુઆત શોધી રહ્યાં છે. લોકડાઉનને કારણે આ ઘરને ભાડુઆત શોધવામાં તકલીફ પડી રહી છે. તેમજ સુશાંતના આત્મહત્યાની ઘટના બાદ લોકો પણ તેને ખરીદવા કે ભાડેથી રહેવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો : જરાક અમથા વરસાદે અમદાવાદ પાલિકાની પોલ ખોલી, રોડ તૂટવા લાગ્યા

Bollywood Celebrity Sushant Singh Rajput's Mumbai Home | Architectural  Digest | Architectural Digest India

ઉલ્લેખનીય છે કે, સુશાંતે આ મકાનને ડિસેમ્બર 2019 માં ભાડેથી લીધું હતું. એક્ટરે 36 મહિનાના કરાર પર તેને ભાડેથી લીધું હતું. પરંતુ ગત વર્ષે જુન મહિનામાં તેમણે આ ઘરમાં આત્મહત્યા કરી હતી. આ જ ઘરમાં પોતાના રૂમમાં ફાંસી લગાવીને તેમણે આત્મહત્યા કરી હતી. 
 
સુશાંતસિંહને વાંચવાનો બહુ જ શોખ હતો, તેથી તેમણે ઘરમાં અનેક પુસ્તકો મૂક્યા છે. ફ્રી સમયમાં તેઓ પુસ્તકો વાંચવાનું પસંદ કરતા હતા, જે આજે પણ તેમના ઘરમાં રખાઈ છે. સુશાંતસિંહને પોતાના આ ફ્લેટથી બહુ જ પ્રેમ હતો, તેથી તેમણે ખાસ કલેક્શન સાથે આ ઘરને સજાવ્યું હતું.