)
નવી દિલ્હીઃ જાણીતા સિંગર ઝુબીન ગર્ગે 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. સ્કૂબા ડાઇવિંગ દરમિયાન સિંગરની સાથે એક મોટી દુર્ઘટના થઈ, જેથી તેનું નિધન થયું છે. હકીકતમાં સિંગર આ દિવસોમાં સિંગાપુરમાં નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયો હતો. આ ફેસ્ટિવલ 19-21 સપ્ટેમ્બર યોજાવાનો છે. રિપોર્ટ પ્રમાણે સિંગાપુર પોલીસે તેને સમુદ્રમાંથી રેસ્ક્યુ કર્યો અને હોસ્પિટલ પહોંચાડ્યો પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. તેના નિધનના સમાચારે ઈન્ડસ્ટ્રી અને ફેન્સને ચોંકાવી દીધા છે.
બોલીવુડને આપ્યું હતું હિટ ગીત
ઝુબીન ગર્ગ આસામના પ્રસિદ્ધ સંગીતકારોમાંથી એક હતો. બોલીવુડમાં પણ તેણે ઘણા સુપરહિટ ગીત આપ્યા હતા. જેમાં ગેંગસ્ટર ફિલ્મનું 'યા અલી' સામેલ છે. ઝુબીનના મોતથી માત્ર મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ બોલીવુડમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ઝુબીનને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
મહત્વનું છે કે તેમણે કાંટે ફિલ્મના 'જાને ક્યા હોગા રામા રે'ને પણ બાકી સિંગર્સ જેમ કે શાન અને સુદેશ ભોસલેની સાથે પોતાનો અવાજ આપ્યો હતો.
Deeply shocked and saddened by the untimely demise of our cultural icon Zubeen Garg.
His voice, music, and indomitable spirit inspired generations across Assam and beyond.
My heartfelt condolences to his family, fans, and loved ones.
Rest in peace, Legend ??#ZubeenGarg pic.twitter.com/A11tVpQY43
— Ripun Bora (@ripunbora) September 19, 2025
રિપુન બોરાએ વ્યક્ત કર્યું દુખ
રાજનેતા રિપુન બોરાએ ઝુબીનના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યુ કે 'અમારા સાંસ્કૃતિક પ્રતીક ઝુબીન ગર્ગના નિધનથી દુખ થયું છે. તેમના અવાજ, સંગીત અને અદ્ભુત સાહસે આસામ અને તેની બહારની પેઢીઓને પ્રેરિત કરી. તેમના પરિવાર, પ્રશંસકો અને પ્રિયજનો પ્રત્યે મારી હાર્દિક સંવેદના.'